________________ 353 અધ્યયન-૭Tચૂલિકા-૧ પરઠવીને ઈરીયાવહી ન પ્રતિક્રમે તો 1. ઉપવાસ, સ્થાન જોયા વગર કાજો પરઠવે તો ઉપસ્થાપન (ભલે કાજમાં છું કે કોઈ જીવ હોય કે ન હોય પણ કાાની પ્રત્યુપ્રેક્ષણા કરવી. આવશ્યક છે.) જો ષટ્રપદિકા કાજામાં હોય અને કહે કે નથી તો પાંચઉપવાસ, એ પ્રમાણે વસતિ, ઉપધિને પ્રતિલેખીને સમાધિપૂર્વક વિક્ષુબ્ધ થયા સિવાય ન પાઠવે તો ચોથ ભક્ત સૂર્યોદય થયા પહેલાં સમાધિપૂર્વક વિક્ષુબ્ધ થયાં સિવાય પણ પરઠવે તો આયંબિલ હરિતકાય, લીલોતરી, વનસ્પતિકાય યુક્ત, બીજકાયથી યુક્ત, ત્રસકાય બે ઈન્દ્રિયાદિક જીવોથી યુક્ત સ્થાનમાં સમાધિપૂર્વક વિક્ષુબ્ધ થયા સિવાય પણ પરઠવે અથવા તેવા સ્થાનમાં બીજું કંઈ કે ઉચ્ચારાદિક (મળમૂત્ર વગેરે) પદાર્થ પરઠવે, વોસિરાવે તો પુરિમઠ, એકાશન આયંબિલ યથાકમેં પ્રાયશ્ચિત સમજવું પરંતુ જો ત્યાં કોઈ જીવનો ઉપદ્રવ ન સંભવે તો, જો મૃત્યુ સિવાયના દુખ રૂપ ઉપદ્રવની સંભાવના હોય તો ઉપવાસ. તે સ્પંડિલને ફરી પણ બરાબર તપાસીને જીવરહિત છે, એમ નિઃશંક બનીને ફરી પણ તેની આલોચના કરીને યથાયોગ્ય પ્રાયશ્ચિત ગ્રહણ ન કરે તો ઉપસ્થાપન સમાધિપૂર્વક પાઠવે તો પણ સાગારી-ગૃહસ્થ રહેતો હોય કે રહેવાનો હોય છતાં પરઠવે તો ઉપવાસ. પ્રતિલેખન ન કરેલી જગ્યામાં જે કંઈ પણ વોસિરાવે તો ઉપસ્થાપન. એ પ્રમાણે વસતિ ઉપધિને પ્રતિલેખન કરીને સમાધિપૂર્વક ક્ષુબ્ધ થયા વિના. પરઢવીને એકાગ્ર માનસવાળો સાવધાનતાપૂર્વક વિધિથી સુત્ર અને અર્થને અનુસરતા ઈરિયાવહિયં ન પ્રતિકમે તો એકાસન, મુહપત્તિ ગ્રહણ કર્યા વગર ઈરિયા પ્રતિક્રમણ, વંદન પ્રતિક્રમણ કરે, મુહપતિ રાખ્યા વગર બગાસુ ખાય, સ્વાધ્યાય કરે, વાચના આપે. ઈત્યાદિક સર્વ સ્થાનમાં પુરિમુઢ એ પ્રમાણે ઈરિયે પ્રતિક્રમી સુકુમાલ સુવાળી ડસીઓ યુક્ત ચીકાશ વગરની સખત ન હોય તેવી સારી ડસીવાળા કીડાઓથી કાણા પાડેલું ન હોય. અખંડ દાંડીવાળા દંડપુચ્છણકથી વસતિની પ્રમાર્જના ન કરે તો એકાસન સાવરણીથી વસતિના કચરો સાફ કરે તો ઉપસ્થાપન, વસતિમાં દંડ પુચ્છણક આપીને એકઠો કરેલો કચરો (સુપડીમાં ગ્રહણ કરીને) ન પરઠવે તો ઉપવાસ, પ્રત્યુપેક્ષણા કર્યા વગર કચરો પરઠ તો પાંચ ઉપવાસ પણ પર્દિકા કૈકોઈ જીવ હોય તો અથવા કાંઈ જીવ ન હોય તો ઉપસ્થાપન, વસતિમાં રહેલા કચરાને અવલોકન કરતાં જો તેમાં પદિકાઓ હોય તેને શોધી શોધીને છૂટી પાડીને એકઠી કરી કરીને ગ્રહણ કરી હોય તેવું પ્રાયશ્ચિત સર્વ ભિક્ષુઓ વચ્ચે વિભાગ કરીને વહેંચી આપ્યું ન હોય તો એકાસન આપવું. તે પોતે જ જાતે જે પપદિકાઓને ગ્રહણ કરીને પ્રાયશ્ચિત વિભાગ પૂર્વક ન આપે. અનોય-માંહોમાંહે એક બીજા સ્વીકાર ન કરે તો પારચિત. એ પ્રમાણે વસતિ દંડપુચ્છણકથી વિધિપૂર્વક પ્રમાર્જન કરીને કાજાને બરાબર અવલોકન કરીને પદિકાઓને કાજામાંથી જુદી કરીને કાજાને પાઠવે. પરઠવીને સમ્યગુ વિધિ સહિત અત્યન્ત ઉપયોગ અને એકાગ્ર માનસવાળો સુત્ર, અર્થ અને તદુભવને સ્મરતો એવો જે ભિક્ષુ ઈરિયને પ્રતિષ્ઠમતો નથી તેને આયંબિલ અને ઉપવાસનું પ્રાયશ્ચિત જણાવવું. એ પ્રમાણે હે ગૌતમ ! આ આગળ જણાવીશું તેનું પ્રતિક્રમણ કરે - દિવસના પ્રથમ પહોરનો ઘેઢ ઘડી જુન એવા સમયે જે ભિક્ષુ ગુરુની પાસે વિધિ સહિત સઝાય [23] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org