________________ 351 અધ્યયન-૭ ચૂલિકા-૧ યોગ્ય અનુષ્ઠાનો છે તેને આવશ્યક કહેવાય છે. હે ગૌતમ ! જે ભિક્ષુઓ તે અનુષ્ઠાનનાં કાળ સમય વેળાનું ઉલ્લંઘન કરે છે, તેમાં આળસ કરે છે. અનુપયોગવાળો પ્રમાદી થાય છે, અવિધિ કરવાથી બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરાવનારો થાય છે, બળ અને વીર્ય હોવા છતાં કોઈ પણ આવશ્યકમાં પ્રમાદ કરનારો થાય છે, શાતા ગારવ કે ઈન્દ્રીયોની લંપટતાનું કંઈક આલંબન પકડીને મોડું કરીને કે ઉતાવળ કરીને કહેલા સમયે અનુષ્ઠાન કરતો નથી. તે સાધુ હે ગૌતમ ! મહાપ્રાયશ્ચિતને પામનારો થાય છે. [1379] હે ભગવંત! પ્રાયશ્ચિતનું બીજું પદ કર્યું? હે ગૌતમ! બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ધાવતુ સંખ્યાતીત પ્રાયશ્ચિત પદો સ્થાનોને અહિં પ્રથમ પ્રાયશ્ચિત પદની અંદર અન્તર્ગત રહેલા સમજવા. હે ભગવંત! એમ ક્યા કારણથી આપ કહો છો? હે ગૌતમ! સવું આવશ્યકનાં કાળનો ! સાવધાનીથી ઉપયોગ રાખનાર ભિક્ષુ રૌદ્ર-આર્તધ્યાન, રાગ, દ્વેષ, કષાયો, ગારવ, મમત્વ વગેરે અનેક પ્રમાદવાળા આલંબનોને વિષે સર્વભાવો અને ભાવાન્તરોથી અત્યન્ત મુક્ત થએલો હોય માત્ર, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપોકર્મ સ્વાધ્યાય, ધ્યાન સુંદરધર્મના કાર્યોમાં અત્યન્તપણે પોતાનું બળ, વીર્ય પરાક્રમ નહિ છૂપાવતો અને સમ્પગુ પ્રકારે તેમાં સર્વકરણથી તન્મય બની જાય છે. જ્યારે સુંદર, ધર્મના આવશ્યકો વિષે રમણતાવાળો થાય, ત્યારે આશ્રવારોને સારી રીતે બંધ કરનારો થાય. અર્થાતુ કર્મ આપવાના કારણોને અટકાવનારો થાય. જ્યારે તેવા પ્રકારનો થાય ત્યારે પોતાના જીવ વીર્યથી અનાદિ ભવમાં ફરતાં ફરતાં એકઠાં કરેલા અનિષ્ટ દુર આઠેકર્મોના સમુહને એકાંતે નાશ કરવા માટે કટિબદ્ધ થિએલા લક્ષણવાળો, કર્મપૂર્વક યોગોનોરોધ કરીને બાળી નાખેલા સમગ્ર કર્મવાળી, જન્મ-જરા, મરણ સ્વરૂપ ચારે ગતિવાળા સંસાર પાશ બંધનથી વિમુક્ત થએલો, સર્વ દુઃખથી મુક્ત થએલો હોવાથી ત્રણે લોકના શિખર સ્થાનરૂપ સિદ્ધિશિલા ઉપર બિરાજમાન થાય. હે ગૌતમ ! આ કારણથી એમ કહ્યું છે કે આ પ્રથમ પદમાં બાકીના પ્રાયશ્ચિત ને પદો સમાઈ ગયેલા સમજવા. [1380] હે ભગવંત ! તે આવશ્યકો કયા હે ગૌતમ ! ચૈત્યવંદન વગેરે. હે ભગવંત! કયાં આવશ્યકમાં વારંવાર પ્રમાદ દોષથી કાળનું, વેળાનું સમયનું ઉલ્લંઘન કે અનુપયોગપણે કે પ્રમાદથી અવિધિથી અનુષ્ઠાન કરવામાં આવે, અથવા તો યથોક્ત કાળે વિધિથી સમ્યગૂ પ્રકારે ચૈત્યવંદન વગેરે ન કરે, તૈયાર ન થાય, પ્રસ્થાન ન કરે, નિષ્પન્ન ન થાય, તે વિલંબથી કરે, બિલકુલ કરે નહિ. અથવા પ્રમાદ કરે તો તેમાં કરનારને કેટલું પ્રાયશ્ચિત કહેવાય ? હે ગૌતમ ! જે કોઈ ભિક્ષ કે ભિક્ષણી યતનાવાળા ભુતકાળની પાપની નિન્દા ભવિષ્યકાળમાં અતિચારોને ન કરનાર, વર્તમાનમાં અકરણીય પાપકર્મોને ન કરનાર, વર્તમાનમાં અકરણીય પાપકર્મોને ત્યજનારો સર્વદોષથી રહિત થએલ પાપ-કર્મના પચ્ચખાણયુક્ત દીક્ષા દિવસથી માંડીને દરરોજ જાવજજીવ પર્યન્ત અભિગ્રહોને ગ્રહણ કરનાર અતિશય શ્રદ્ધાવાળા ભક્તિપૂર્ણ દયવાળા, કે યથોક્ત વિધિથી સૂત્ર અને અર્થને યાદ કરતાં બીજા કશામાં મન ન પરોવતા, એકાગ્ર ચિત્તવાળાં તેના જ અર્થમાં મનની સ્થિરતા કરનાર, શુભ, અધ્યવસાયવાળા, સ્તવન અને સ્તુતિઓ કહેવા પૂર્વક ત્રણે કાળ ચેત્યોને વંદન ન કરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org