________________ 346 મહાનિસીહ - ડા-૧૩૧૨ પરન્તુ આટલા નિયમ પણ જાવજીવ સુધી પાલવા સમર્થ નથી, તો હે ગૌતમ ! તેને માટે તારી બુદ્ધિથી સિદ્ધિનું ક્ષેત્ર આના કરતા કોઈ બીજું હશે? 1314-1317] ફરી તને આ પૂછેલાનો પ્રત્યુત્તર આપું છું કે ચાર જ્ઞાનના સ્વામી દેવો-અસુરો અને જગતના જીવોથી પૂજાયેલા નિશ્ચિત તે ભવમાં જ મુક્તિ પામનારા છે. આગળ બીજો ભવ થવાનો નથી જ. તો પણ પોતાનું બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ છુપાવ્યા વગર ઉગ્ર કષ્ટમય ઘોર દુષ્કરતપનું તેઓ સેવન કરે છે. તો પછી ચારગતિ સ્વરૂપ સંસારના જન્મ-મરણાદિ દુઃખથી ભય પામેલા બીજાં જીવોએ તો જે પ્રમાણે તીર્થકર ભગવંતોને આજ્ઞા કરેલી છે. તે પ્રમાણે સર્વ યથાસ્થિત અનુષ્ઠાનોનું પાલન કરવું જોઈએ. [૧૩૧૮-૧૩ર૩] હે ગૌતમ! આગળ તે જે કહ્યું હતું કે પરિપાટી ક્રમ પ્રમાણે કહેલા અનુષ્ઠાન કરવા જોઈએ. ગૌતમ! દૃષ્ટાન્ત સાંભળ - મોટા સમુદ્રની અંદર બીજા અનેક મગર મો આદિના અથડાવાના કારણે ભય પામેલો કાચબો જળમાં બુડાબુડ કરતો, ક્યાંય બીજાં બળવાન જંતુથી બટકા ભરાતો, ડંખાતો, ઉંચે ફેકાતો, ધક્કા ખાતો, ગળી જવાતો, ત્રાસ પામતો, નાસતો દોડતો, પલાયન થતો, દરેક દિશામાં ઉછળીને પડતો, પછડાતો કુટાતો ત્યાં અનેક પ્રકારની પરેસાની ભોગવતો સહેતો ક્ષણવાર પલકારા જેટલો કાળ પણ ક્યાંય મુશ્કેલીથી સ્થાન ન મેળવતો, દુઃખથી સંતાપ પામતો ઘણાં જ લાંબા કાળ પછી તે જળને અવગાહન કરતો કરતો ઉપરના ભાગમાં પહોંચ્યો. ઉપરના ભાગમાં પદ્મિનીનું ગાઢ વન હતું તેમાં લીલ ફુલના ગાઢ પડથી કંઈ પણ ઉપરના ભાગમાં દેખાતું ન હતું પરંતુ આમ તેમ હરતા ફરતા મહામુશ્કેલીથી જામેલી નીલફુલમાં પડેલી ફાટ-છિદ્ર મેળવીને દેખ્યું તો તે સમયે શબ્દ પૂર્ણિમાં હોવાથી નિર્મલ આકાશમાં ગ્રહ નક્ષત્રોથી પરીવરેલ પુનમનો ચંદ્ર જોવામાં આવ્યો. 1324-1328] વળી વિકસિત શોભાયમાન નીલ અને સફેદ કમલ શતપત્રવાળા ચન્દ્ર વિકાસી કમળો વગેરે તાજી વનસ્પતિ, મધુર શબ્દ બોલતાં હંસો તથા કારંડ જાતિના પક્ષિઓ ચક્રવાકો વગેરેને સાંભળતો હતો. સાતમી વંશપરંપરામાં પણ કોઈએ કદાપિ નહિ જોએલ એવા પ્રકારના અભુત તેજસ્વી ચન્દ્ર મંડળને જોઈને ક્ષણવાર ચિંતવવા લાગ્યો કે શું આ સ્વર્ગ હશે? તો હવે આનંદ આપનાર આ દ્રશ્યને જો મારા બંધુઓને પણ બતાવું - એમ વિચારીને પાછો તે ઉંડા જળમાં પોતાના બંધુઓને બોલાવવા ગયો. ઘણા લાંબા કાળે તેઓને ખોળીને સાથે લાવીને પાછો આહિં આવ્યો. ગાઢ ઘોર અંધકારવાળી ભાદરવા મહિનાની કણ ચર્તુદશીની રાત્રિએ પાછો આવેલો હોવાથી પૂર્વે દેખેલી સમૃદ્ધિ જ્યારે તે દેખવા પામતો નથી ત્યારે આમ તેમ ઘણા કાળસુધી ફર્યો તો પણ શરદ-પૂર્ણિમાની રાત્રિની શોભા દેખવા સમર્થ થઈ શકતો નથી, [1328-1329] તેજ પ્રમાણે ચારે ગતિ સ્વરૂપ ભવસમુદ્રનાં જીવને મનુષ્યપણું મેળવવું દુર્લભ છે. તે મળી ગયા પછી અહિંસા લક્ષણવાળાં ધર્મ પામીને જે પ્રમાદ કરે છે તે અનેક લાખો ભવે પણ દુખેથી ફરી મેળવી શકાય તેવું મનુષ્યવાળું મેળવીને પણું જેમ કાચબો ફરી તે સમૃદ્ધિ દેખવા ન પામ્યો, તેમ જીવ પણ સુંદર ધર્મની સમૃદ્ધિ પામવા સમર્થ થઈ શકતો નથી. | [1330-1333 બે ત્રણદિવસની બહારગામની મુસાફરી કરવાની હોય છે, તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org