________________ અધ્યયન-૬ 343 પામે, કેટલાકની શ્રદ્ધા ફરી જાય, જેમ સિંહના શબ્દથી હાથીનું હોવું ભાગી જાય તેમ બાલજન કષ્ટકારી ધર્મ સાંભળી દશે દિશામાં નાસી જાય. એવા પ્રકારનું આકરું સંયમ દુષ્ટ ઈચ્છાવાળો અને ખરાબ આદતવાળા સુકુમાલ શરીરવાળા સાંભળવા પણ ઈચ્છા કરતા નથી. તો તે પ્રમાણે વર્તન કરવા તો કેવી રીતે તૈયાર થાય ? હે ગૌતમ ! તીર્થકર ભગવંત સિવાય આ જગતમાં બીજા કોઈ પણ આવું દુષ્કરવર્તન કરનાર હોયતો કહો. [૧૨પ૭-૧૨%] જેઓ ગર્ભમાં હતા ત્યારે પણ દેવેન્દ્ર અમૃતમય અંગૂઠો કર્યો હતો. ભક્તિથી ઈન્દ્ર મહારાજા આહાર પણ ભગવંતને આપતા હતા. તેમજ નિરંતર સ્તુતિ પણ કરતા હતા. દેવ લોકમાંથી જ્યારે તેઓ ચવ્યા હતા અને જેમના ઘરે અવતર્યા હતા તેમને ઘરે તેમના પયપ્રભાવથી નિરંતરસુવર્ણની વૃષ્ટિ વરસતી હતી. જેમના ગર્ભમાં ઉત્પન્ન થયા હોય, તે દેશમાં દરેક પ્રકારની ઈતિ ઉપદ્રવો, મારી-મરકી, રોગો, શત્રુઓ તેમના પુણ્ય-પ્રભાવથી ચાલ્યા જાય, જન્મતાની સાથે આર્કષિત સમુદાયો મેરૂ પર્વત ઉપર સર્વ ઋદ્ધિથી ભગવંતનો ખાત્ર-મહોત્સવ કરીને પોતાના સ્થાનકે ગયા. [1261-1266] અહો તેમનું અદ્ભુત લાવણ્ય, કાન્તિ, તેજ, રૂપ પણ અનુપમ છે. જિનેશ્વર ભગવંતના એક માત્ર પગના અંગુઠાના રૂપનો વિચાર કરીએતો સર્વ દેવલોકમાં સર્વ દેવતાઓનું રૂપ એકઠું કરીએ, તેને ક્રોડો વખત ક્રોડોથી ગુણાકાર કરીએ તો પણ ભગવંતના અંગુઠાનું રૂપ ઘણું જ વધી જ જાય છે. અર્થાત્ લાલચોળ ધગધગતા અંગારા વચ્ચે કાળો કોલસો ગોઠવ્યો હોય તેટલો રૂપમાં તફાવત હોય છે. દેવતાઓએ શરણ કરેલા, ત્રણ જ્ઞાનોથી યુક્ત કલા સમુહના આશ્ચર્યભૂત લોકોના મનને આનંદ, કરાવનારા, સ્વજન અને બંધુઓના પરિવારવાળા, દેવો અને અસુરોથી પૂજાઓલા, સ્નેહી વર્ગની આશાપૂરનારા ભૂવનના વિષે ઉત્તમ સુખના સ્થાન સરખા, પૂર્વ ભવમાં તપ કરીને ઉપાર્જન કરેલ ભોગ-લક્ષ્મી ઐશ્વર્ય રાજ વૈભવ જે કાંઈ દિવસોથી ભોગવતા હતા તે અવધિ જ્ઞાનથી જાણ્યું કે ખરેખર આ લક્ષ્મી દેખતાં જ નાશ પામવાના સ્વભાવવાળી છે. અહો આ લક્ષ્મી પાપની વૃદ્ધિ કરનાર થાય છે. તો અમારા સરખા જાણવા છતાં પણ હજુ કેમ ચારિત્રનો સ્વીકાર કરતા નથી? 1267-129 જેટલામાં આવા પ્રકારના મનનાં પરિણામ થાય છે, તેટલામાં લોકાન્તિક દેવો તે જાણીને ભગવંતને વિનંતિ પૂર્વક કહે છે હે ભગવંત! જગતના જીવોનું હિત કરનાર એવું ધર્મતીર્થ આપ પ્રવર્તવો. તે સમયે સર્વ પાપોને વોસિરાવીને દેહની મમતાનો ત્યાગ કરીને સર્વ જગતમાં સર્વોત્તમ એવા વૈભવનો તણખલા માફક ત્યાગ કરીને ઈન્દ્રોને પણ જે દુર્લભ છે. તેવા પ્રકારનું નિસંગ ઉઝ કષ્ટકારી ઘોર અતિદુષ્કર સમગ્ર જગતમાં ઉત્કૃષ્ટ તપ અને મોક્ષના અસાધારણ કારણ સ્વરૂપ ચારિત્રનું સેવન કરે. [1270-1274] જેઓ વળી મસ્તક ફૂટી જાય તેવા મોટા અવાજ કરનારા આ જન્મના સુખના અભિલાષી, દુર્લભ વસ્તુની ઈચ્છા કરનારા હોવા છતાં પણ મનો વાંછિત પદાર્થ સહેલાઈથી મેળવી શકતા નથી. હે ગૌતમ ! જેટલું માત્ર મધનું બિન્દુ છે. તેટલું માત્ર સુખ મરણાંત કષ્ટ સહન કરે તો પણ મેળવી શકતી નથી કે તેમનું દુર્વિદગ્ધપણું-અજ્ઞાન કેટલું ગણવું ? અથવા હે ગૌતમ ! જેવા પ્રકારના મનુષ્યો છે તે તું પ્રત્યક્ષ જો કે જેઓ તુચ્છ અલ્પ સુખનો અનુભવ કરે છે જેને કોઈ પણ મનુષ્ય સાંભળવા પણે તૈયાર નથી. કેટલાક મનુષ્યો કરમજી રંગ કરવા માટે મનુષ્યોના શરીર પુષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org