________________ અધ્યયન 333 [1083-1084] ધગધગતા અગ્નિને દેખીને તેમાં પ્રવેશ નિઃશંકપણે કરવો અને પોતાને બળી મરવું સારું છે. પરન્તુ કદાપિ કુસીલના સમાગમનાં ન જવું. કે તેનું શરણ ન સ્વીકારવું લાખ વર્ષ સુધી શૂળીમાં વિંધાઈને સુખેથી રહેવું સારું છે. પરનું અગીતાર્થની સાથે એક ક્ષણ પણ વાસ ન કરવો. [1085-1087 મંત્રતંત્ર વગરનો હોય અને ભયંકર દૃષ્ટિવિષ સર્પ કરડતો હોય, તેનો આશ્રય ભલે કરજે પણ અગીતાર્થ અને કુશીલ અધર્મનો સહવાસ ન કરીશ. હળાહળ ઝેર ખાઈ જજે, કારણકે તે તેજ કાળે એક વખત મારી નાખશે પરંતુ ભૂલેચૂકે પણ અગીતાર્થનો સંસર્ગ ન કરીશ, કારણકે તેના સંસર્ગથી લાખો મરણો ઉપાર્જન કરીશ. ઘોરરૂપવાળા ભયંકર એવા સિંહ વાઘ કે પિશાચ ગળી જાયતો નાશ પામવું પરંતું કુશીલ અગીતાર્થનો સંસર્ગ ન કરીશ. [1088-1089] સાત જન્માંતરના શત્રુને સગો ભાઈ માનજે, પરંતુ વ્રત નિયમોની વિડંબના કરાવનાર પિતા હોય તો પણ તેને શત્રુ સમાન માનજે. ભડભડતા અગ્નિમાં પ્રવેશ કરવો સારો છે પરન્તુ સૂક્ષ્મ પણ નિયમની વિરાધના કરવી સારી નથી. સુવિશુદ્ધ નિયમ યુક્ત કર્મવાળાનું મૃત્યુ સુંદર છે પણ નિયમ ભાંગીને જીવવું સારું નથી. [100-1091 હે ગૌતમ ! અગીતાર્થ પણાના દોષથી ઈશ્વરે જે પ્રાપ્ત કર્યું તે સાંભળીને તરત ગીતાર્થ મુનિ બનવું, હે ભગવંત! ઈશ્વર કોણ મુનિવર હતા તે હું જાણતો નથી. તેમજ અગીતાર્થના દોષથી તેણે શું પ્રાપ્ત કર્યું તે મને કહો. - 1092-1094 હે ગૌતમ! કોઈક બીજી ચોવીશના પ્રથમ તીર્થકર ભગવંત જ્યારે વિધિપૂર્વક નિર્વાણ પામ્યા ત્યારે મનોહર નિવણ મહોત્સવ પ્રવર્તતો હતો, અને સુંદરરૂપવાળા દેવો અને અસુરો નીચે ઉતરતા હતા અને ઉપર ચડતા હતા. ત્યારે નજીકમાં રહેનાર લોકો આ દેખીને વિચારવા લાગ્યા કે અરે આજે મનુષ્યલોકમાં આશ્ચર્ય દેખીએ છીએ. કોઈ વખત પણ ક્યાંય આવી ઈન્દ્રજાલો-સ્વપ્ન જોવામાં આવ્યું નથી. [1095-1102] આવા પ્રકારની વિચારણા કરતા કરતા એક મનુષ્યને પૂર્વ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે ક્ષણવાર મૂચ્છ પામ્યો પરન્તુ ફરી વાયરાથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવ્યા પછી થરથર ધ્રુજવા લાગ્યો અને લાંબા કાળ સુધી પોતાના આત્માની ખુબ નિન્દા કરવા લાગ્યો. તરત જ મુનિપણું અંગીકાર કરવા ઉદ્યત થયો. ત્યાર પછી તે મહાયશવાળો પંચમુષ્ટિક લોચ કરવાનો જેટલામાં શરુ કરે છે. તેટલામાં દેવતાએ વિનય પૂર્વક તેને રજોહરણ અર્પણ કર્યું. તેના કટકારી ઉગ્રતા અને ચારિત્ર દેખીને તથા લોકોને તેની પૂજા કરતા જોઈને ઈશ્વર જેટલામાં ત્યાં આવીને તેને પૂછવા લાગ્યો કે તમોને દીક્ષા કોણે આપી? ક્યાં જન્મ્યા છો! તમારું કુળ કયું છે ? કોના ચરણકમળમાં અતિશયવાળા સૂત્ર અને અર્થનું તમે અધ્યયન કર્યું? તે પ્રત્યેક બુદ્ધ તેને જેટલામાં સર્વ-જાતિ-કુલ-દીક્ષા-સૂત્ર-અર્થ વગેરે જે પ્રમાણે પ્રાપ્ત કર્યો તે કહેતા હતા તેટલામાં તે સર્વ હકીકત સાંભળીને નિભાંગી તે આ પ્રમાણે ચીંતવવા લાગ્યો કે - આ જુદો છે, આ અનાર્ય લોકો દંભથી ઠગે છે તો જેવા પ્રકારનું આ બોલે છે તેવા પ્રકારના તે જિનવર પણ હશે. આ વિષયમાં કાંઈ વિચારવાનું નથી. એમ માનીને લાંબાકાળ સુધી મૌન પણે ઊભો રહ્યો. [113-1104] અથવા તો નાના-એમ નહિં દેવ અને દાનવોથી પ્રણામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org