________________ દસા–૧૦,સૂત્ર-૧૦ 209 ઉદ્દિપ્ત કામ- વાસના ના શમન માટે પ્રયત્ન કરે છે. તે સમયે તે નિર્ચન્વી ઉગ્રવંશી કે ભોગવંશી પુરુષને જુએ છે. (આદિ બધું પહેલા નિયાણા ની જેમ જાણવું તેને જોઈને તે સ્ત્રી નિદાન કરે કે સ્ત્રીનું જીવન દુઃખમય છે. કેમ કે બીજે ગામ.યાવતું..... સંનિવેશમાં એકલી સ્ત્રી જઈ શકતી નથી. જે રીતે કેરી, બિજોયું કે કોઠા અંબાડગ નામનાં સ્વાદિષ્ટ ફળની પેશી હોય, માંસ પેશી હોય, શેરડીનો ટુકડો કે શાલ્મલી ની લી હોય, તે અનેક મનુષ્યોને સ્વાદ લેવા યોગ્ય યાવતું....ઈચ્છનીય કે અભિલાષા કરવા યોગ્ય હોય છે તે રીતે સ્ત્રીનું શરીર પણ અનેક મનુષ્યો માટે આસ્વાદનીય...યાવત્...અભિલાષા કરવા યોગ્ય હોય છે. તેથી સ્ત્રીનું જીવન દુઃખમય અને પુરુષનું જીવન સુખમય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! આ રીતે તે નિર્ગથી પુરુષ થવાનિદાન કરે, તેની આલોચના-પ્રતિક્રમણ...થાવત્...પ્રાયશ્ચિતું ન કરે તો દેવલોકમાં ઉત્પત્તિ-દેવસુખ-ચ્યવન- ઉગ્રવંશાદિમાં બાળક રૂપે ઉત્પન્ન થવું (એ સર્વે પ્રથમ નિયાણા મુજબ જાણવું) તે ઉત્કૃષ્ટ અભિલાષા રાખતો પુરુષ ...યાવતું દક્ષિણ દિશાવર્તી નરકમાં નારકરૂપે ઉત્પન્ન થાય...બોધિ દુર્લભ થાય.. કેવલિ પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરી શકે નહીં (સર્વે પહેલા નિદાન મુજબ જાણવું) એ ચોથું નિયાણું 107 હે આયુષ્યમાનુ શ્રમણો ! મેં ધર્મ કહેલો છે. આજ નિગ્રન્થ પ્રવચન સત્ય છે. યાવ..(પહેલા નિયાણા માફક જાણી લેવું. કોઈ નિર્ચન્થ કે નિર્ઝન્થી ધર્મની શિક્ષા માટે તત્પર થઈ વિચરતા સુધાદિ પરિષહ સહન કરે છે તેમને કામ વાસનાનો પ્રબળ ઉદય થઈ જાય. તેના શમન માટે તપ-સંયમની ઉગ્નસાધના નો પ્રયત્ન કરે, તે સમયે તેઓને મનુષ્ય સંબંધિ કામભોગોથી વિરતી થઈ જાય. જેમકે મનુષ્ય સંબંધિ કામભોગ અધ્રુવ છે, અનિત્ય છે. અશાશ્વત છે. સળવા, ગળી જવાના કે વિધ્વંસ પામનારા છે. મળ, મૂત્ર, શ્લેષ્મ, મેલ, વાત, પિત્ત, કફ, શુક્ર અને લોહી થી ઉદ્ભવેલ છે. દુર્ગન્ધયુક્ત શ્વાસોચ્છવાસ અને મળ-મૂત્રથી પરિપૂર્ણ છે. વાતપિત્ત, કફ, ના દ્વાર છે. તેથી પહેલા કે પછી અવશ્ય ત્યાજય છે. ઉપર દેવલોકમાં દેવો છે. તે ત્યાં પોતાની દેવી સાથે અન્ય દેવીઓને પોતાને આધિન કરી ને કે દેવીરૂપ વિકર્વીને તેની સાથે કામ ભોગ કરે છે. જે સુચરિત તપ-નિયમ-બ્રહ્મચર્યપાલનનું કોઈ ફળ મળતું હોય તો પહેલા નિયાણામાં જણાવ્યા મુજબ જાણવું) ..યાવ....અમે પણ ભાવિમાં આવા દિવ્ય ભોગ ભોગવીએ. હે આયુષ્યમાનું શ્રમણો ! નિન્જ કે નિર્ચન્ધી આ નિધન શલ્ય ની આલોચના આદિ કર્યા સિવાય...યાવતુ....દેવલોકમાં ઉત્પન્ન થાય, દેવ-દેવી સાથે કામભોગ પણ સેવે ત્યાંથી ચ્યવીને....યાવતુ. પુરુષ પણ થાય, કેવલિ પ્રરૂપિત ધર્મ સાંભળવા મળે તો પણ શ્રદ્ધા થી પ્રતીતિ ન થાય....યાવતુ...દક્ષિણ દિશાવર્તી નરકમાં નારકી થાય, દુર્લભબોધિ થાય હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન શલ્યનું આ ફળ છે. તેથી કેવલિપ્રરૂપિત ધર્મ પરત્વે શ્રદ્ધા પ્રીતિ કે રુચિ થતી નથી. (એ પાંચમું નિયાણું) [108] હે આયુષ્યમાનું શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલું છે. (બાકી પહેલા નિયાણા મુજબ સમજવું) દેવલોકમાં જ્યાં અન્ય દેવ-દેવી સાથે કામભોગ સેવતા નથી. પોતાની દેવી સાથે કે વિકુર્વિત દેવ કે દેવી સાથે કામભોગ કરે છે. જો મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org