________________ 205 દસા–૧૦,સુત્ર-૯૭ દેવાનુ પ્રિયો ! જલ્દી થી રથ, ઘોડા હાથી અને યોદ્ધા સહિતની ચતુરગિણી સેનાને તૈયાર કરો -.-યાવતુ- મારી આજ્ઞા મુજબ કાર્ય થયાની મને જાણ કરો પછી શ્રેણિક રાજા એ યાનશાળાના અધિકારીને આ પ્રમાણે કહ્યું. હે દેવાનું પ્રિય! શ્રેષ્ઠ ધાર્મિક રથને તૈયાર કરી અહીં લાવો અને મારી આજ્ઞાનુસાર કાર્ય થયાનું મને નિવેદન કરો. શ્રેણિક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે યાનશાળા અધિકારી હર્ષિત યાવતુ સંતુષ્ટ થઈને જ્યાં માનશાળા હતી ત્યાં આવ્યો. યાનશાળા માં પ્રવેશી રથને જોયો, રથ નીચે ઉતારી સાફ કરી બહાર કાઢયો, એક સ્થાને રાખ્યો, તેના પર ઢાંકેલ વસ્ત્ર દૂર કરી રથને શોભાયમાન કર્યો ત્યાર પછી જ્યાં વાહન શાળા હતી ત્યાં આવ્યો. વાહન શાળામાં પ્રવેશી બળદને જોયા, સાફ કર્યા, તેના ઉપર વારંવાર હાથ ફેરવ્યો, બહાર લાવ્યા, તેના ઉપર ઝૂલ મૂકી, તેને શોભાયમાન કરી ઘરેણા પહેરાવ્યા તેને રથમાં જોડી રથને રાજમાર્ગ ઉપર લાવ્યા. ચાબુક હાથમાં લીધેલા સારથી સાથે રથ પર બેઠો, ત્યાંથી જ્યાં શ્રેણિક રાજા હતો ત્યાં આવ્યો હાથ જોડી - -- યાવતુ --- આ પ્રમાણે કહ્યું હે સ્વામી! આપે આદેશ કર્યા મુજબ નો શ્રેષ્ઠ ધાર્મિક રથ તૈયાર છે. આ રથ આપને માટે કલ્યાણકારી થાઓ, આપ તેમાં બિરાજે. 99o ત્યારે તે શ્રેણિક રાજા બિંબિસારે યાનચાલક પાસે આ પ્રમાણે સાંભળી હર્ષિત તુષ્ટિત થઈ સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો - - * યાવત્ - - - કલ્પવૃક્ષ સમાન અલંકૃત અને વિભૂષિત થયેલ તે શ્રેણિક નરેન્દ્ર * -- વાવત્ --- સ્નાન ગૃહથી નીકળ્યો. જ્યાં ચલણા દેવી હતા ત્યાં આવી, ચેલણા દેવીને આ પ્રકારે કહ્યું " હે દેવાનું પ્રિય શ્રમણ ભગવાન મહાવીર - - - યાવતું - - -ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન છે. -- -ત્યાં જઈને હે દેવાનુપ્રિય ! તેઓને વંદન, નમસ્કાર, સત્કાર, સન્માન કરીએ, તે કલ્યાણરૂ૫, મંગલભૂત, દેવાધિદેવ, જ્ઞાનના મૂર્તરૂપની પર્યાપાસના કરીએ. તેમની પપાસના આ ભવ કે પરભવના હિતને માટે, સુખને માટે, કલ્યાણને માટે, મોક્ષને માટે અને ભવોભવ માં સુખ માટે થશે. [100 તે સમયે તે ચેલણા દેવી શ્રેણિક રાજા પાસે આ પ્રમાણે સાંભળીનેઅવધારીને હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ- - - યાવત્ - - - સ્નાનગૃહમાં ગઈ, સ્નાન કર્યું, કુળ દેવતા સામે નૈવેદ્ય ધર્યું - - - યાવત્ - - - દુઃસ્વપ્નોના પ્રાયશ્ચિત માટે દાનપુણ્ય કર્યા, પોતાના સુકુમાલ પગોમાં ઝાંઝ, કેડ મણિજડીત કંદોરો, ગળામાં એકાવલીહાર, હાથમાં સોનાના કડા અને કંકણ ગણી માં વીંટી, તથા કંઠથી ઉરોજ સુધી મરકત મણીનો ત્રિસરોહાર પહેર્યો. કાનમાં પહેરેલા કુંડલ થી તેનું મુખ શોભતું હતું શ્રેષ્ઠ ઘરેણા અને રત્નોથી વિભૂષિત હતી, સર્વશ્રેષ્ઠ ચીની રેશમી એવા સુંદર સુકોમલ વલ્કલનું રમણીય ઉત્તરીય ધારણ કરેલું. બધી ઋતુમાં વિકસતા સુંદર-સુગંધી ફૂલોની બનેલી વિચિત્રમાળા પહેરેલી. કાલા અગરુ ના ધૂપથી સુગંધીત તે લક્ષ્મીની જેમ સુશોભિત વેશભૂષાવાળી ચેલણા અનેક કુજ તથા ચિલાતી દેશોની દાસીઓના વૃંદથી પરિવરેલી ઉપસ્થાન શાળામાં શ્રેણિક રાજાની પાસે આવી. [101] ત્યારે તે શ્રેણિક રાજા ચેલણા દેવી ની સાથે શ્રેષ્ઠ ધાર્મિક રથમાં બેઠો છત્રની ઉપર કોરંટપુષ્પોની માળા ધારણ કરેલ - - - યાવત્ - - -પર્યાપાસના કરવા લાગ્યા. આ પ્રમાણે ચેલણા દેવી - - - યાવત્ - - -દાસદાસીના વૃંદથી પરિવરેલી જ્યાં . શ્રમણ ભગવાન્ મહાવીર હતા ત્યાં આવી. શ્રમણ ભગવાન્ મહાવીરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org