________________ દસા-૯,સૂત્ર-૮૯ 203 [89] આ ત્રીસ સ્થાનો સર્વોત્કૃષ્ટ અશુભકર્મફળ દેનારા કહ્યા છે. ચિત્તને મલિન કરનારા છે. તેથી ભિક્ષુ તેનું આચરણ ન કરે અને આત્મ ગવેષી થઈને વિચરે, [90-92] જે ભિક્ષુ આ જાણીને પૂર્વે કરેલા કૃત્ય અકોને પરિત્યાગ કરે. અને તે તે સંયમ સ્થાનોનું સેવન કરે જેનાથી તે આચારવાળો બને, * * પંચાચારના પાલન થી સુરક્ષિત છે, શુદ્ધ આત્મા છે અને અનુત્તર ધર્મમાં સ્થિત છે તે “જે પ્રકારે આશિવિષ સર્પ ઝેરનું વમન કરી દે છે " એ જ રીતે દોષોનો પરિત્યાગ કરે, - - જે ધમર્થી ભિક્ષ શુદ્ધાત્મા થઈ ને પોતાના કર્તવ્યનો જ્ઞાતા થાય છે, તેની આ લોકમાં કીર્તિ થાય છે અને પરલોકમાં સુગતિને પ્રાપ્ત કરે છે. [93 દઢ પરાક્રમી, શૂરવીર ભિક્ષુ બધાં મોહસ્થાનો નો જ્ઞાતા થઈને તેનાથી મુક્ત થઈ જાય છે તે જન્મ મરણનું અતિક્રમણ કરે છે એટલે કે મુક્ત થઈ જાય છે. તે પ્રમાણે હું તમને કહું છું. નવમી દસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જરછાયા પૂર્ણ (દસા- ૧૦આયતિસ્થાન) [94] તે કાળ અને તે સમયે (આ અવસર્વિણી કાળના ચોથા આરાના અંતિમ ભાગમાં) રાજગૃહ નામનું નગર હતું (નગર વર્ણન “ઉવવાઈ” સૂત્રની ચંપાનગરી માફક જાણવું) તે નગરની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તે નગરી માં શ્રેણિક - નામનો રાજા હતો યાવત્ (“ઉવવાઈ”- સૂત્રની જેમ બધું જાણવું) તે ચેલણા રાણી સાથે પરમ સુખમય જીવન વિતાવતો હતો. [૯૫ત્યારે તે શ્રેણિક રાજા બિંબિસારે એક દિવસ સ્નાન કર્યું. પોતાના દેવ સમક્ષ નૈવેદ્ય પૂજા કરી, વિબશમન માટે પોતાના કપાળ ઉપર તિલક કર્યું, દુઃસ્વપ્નના દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત અર્થાત્ દહીં, ચોખા, ચંદન તથા દુવા આદિ ધારણા કર્યો, ડોકમાં માળા પહેરી, મણિ- રત્ન જડિત સોનાના આભૂષણ ધારણ કયાં, હાર, અર્ધહાર, ત્રણસરોહાર નાભિ પર્વત પહેર્યા, કટિસૂત્ર પહેરી સુશોભિત થયો, ગળામાં ઘરેણા અને આંગળીમાં વીંટી પહેરી - - - યથાવત કલ્પવૃક્ષ ની જેમ તે નરેન્દ્ર શ્રેણિક અલંકૃત અને વિભૂષિત થયો. છત્ર ઉપર કોરંટક પુષ્પોની માળા ધારણ કરી - - - યાવતુ - - - - ચંદ્ર જેવો પ્રિયદર્શી નરપતિ શ્રેણિક જયાં બાહ્ય ઉપસ્થાનશાળા માં. સિંહાસન હતું ત્યાં આવ્યો, પુવાભિમુખ થઈ ત્યાં બેઠો, પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને તેણે આ પ્રમાણે કહયું - હે દેવાનુપ્રિયો તમે જાઓ. જે આ રાજગૃહી નગરીની બહાર બગીચા, ઉદ્યાન, શિલ્પશાળા, ધર્મશાળા, દેવકુળ, સભા, પરબ, દૂકાન, મંડી, ભોજનશાળા, વ્યાપાર કેન્દ્ર, કાષ્ઠ શિલ્પકેન્દ્ર, કોયલા ઉત્પાદન કેન્દ્ર, વન વિભાગ, ઘાસના ગોદામ ત્યાં જે મારા સેવકો છે તેઓને આ પ્રકારે કહો- હે દેવાનું પ્રિયો ! શ્રેણિક રાજા ભંભસારે આ આજ્ઞા કહી છે કે જ્યારે આદિકર તીર્થંકર યાવતુ સિદ્ધિગતિ નામવાળા સ્થાનના ઈચ્છક શ્રમણ ભગવાનું મહાવીર ક્રમશઃ ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org