________________ દસા-૬, સુત્ર-૩૯ કહેવાય છે. આ પ્રતિમાનો ઉત્કૃષ્ટ કાળ બે મહિના છે. [૩૯]હવે ત્રીજી ઉપાશક પ્રતિમા કહે છે- તે સર્વ ધર્મ રુચિવાળો અને પૂર્વોકત. બંને પ્રતિમાઓનો સમ્યક પરિપાલક હોય છે. તે નિયમથી ઘણાં શીલવત ગુણવ્રત, પ્રાણાતિપાત-આદિ વિરમણ, પચ્ચકખાણ પૌષધોપવાસ નું સમ્યક પ્રકારે પ્રતિપાલન કરે છે. સામાયિક અને દેસાવકાસિક વ્રતનો પણ સમ્યક અનુપાલક હોય છે. પરંતુ તે ચૌદશ આઠમ, અમાસ અને પૂનમ એ તિથિઓમાં પ્રતિપૂર્ણ પૌષધોપવાસ નું સમ્યક્ પરિપાલન કરી શકતો નથી. તે ત્રીજી (સામાયિક) ઉપાસક પ્રતિમા (આ સામાયિક પ્રતિમા ના પાલનનો ઉત્કૃષ્ટ કાળ ત્રણ મહિના છે) * 4i0 હવે ચોથી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મરુચિ વાળો (ભાવતુ આ. પહેલા કહેવાઈ તે ત્રણે પ્રતિમાઓનું યથાયોગ્ય અનુપાલન કરનાર હોય છે. તે નિયમથી ઘણાં શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચકખાણ, પૌષધોપવાસ તેમજ સામાયિક, દેશાવમસિકનું સમ્યક પરિપાલન કરે છે. પરંતુ એક રાત્રિની ઉપાસક પ્રતિમાનું સમ્યક્ પરિપાલન કરી શકતો નથી.આ ચોથી (પૌષધ નામક) ઉપાસક પ્રતિમા કહી (જેનો ઉત્કૃષ્ટકાળ ચાર માસ છે. ) [41] હવે પાંચમી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મ રચિવાળો હોય છે. (યાવતુ પૂર્વોકત ચારે પ્રતિમાનું સમ્યક પરિપાલન કરનાર હોય છે.) તે નિયમથી ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાતઆદિ વિરમણ, પચ્ચકખાણ, પૌષધોપવાસનું સમ્યક અનુપાલન કરે છે. તે સામાયિક દશાવકાશિક વ્રતનું યથાસૂત્ર, યથાકલ્પ, યથાતથ્ય, વથામાર્ગ શરીરથી સમ્યક પ્રકારે સ્પર્શ કરનાર, પાલન-શોધન-કીર્તન કરતો જિનાજ્ઞા મુજબ અનુપાલક થાય છે. તે ચૌદશાદિ પર્વતિથિએ પૌષધનો અનુપાલક થાય છે એક રાત્રિની ઉપાસક પ્રતિમાનું સમ્યક અનુપાલન કરે છે. તે સ્નાન નથી કરતો, રાત્રિ ભોજન ન કરનાર થાય છે, તે મુકુલીકૃત અથતુ ધોતીની પાટલી નથી કરતો, તે આવા પ્રકારના આચરણપૂર્વક વિચરતો જધન્ય થી એક બે કે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી પાંચ મહિના સુધી આ પ્રતિમાનું પાલન કરે છે. તે પાંચમી દિવસે બ્રહ્મચર્ય નામક ઉપાસક પ્રતિમા.) [૪૨]હવે છઠ્ઠી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મચિ વાળો વાવતુ એકરાત્રિની ઉપાસક પ્રતિમાનો સમ્યક અનુપાલન મત હોય છે. તે સ્નાન ન કરનારો, દિવસે જ ખાનારો, ધોતીની પાટલી નહીં બાંધનાર, દિવસ અને રાત્રે પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે. પણ તે પ્રતિજ્ઞાપૂર્વક સચિત્ત આહારનો પરિત્યાગી હોતો નથી. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતો તે જઘન્યથી એક-બે કે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી સૂત્રોકત માગનુસાર આ પ્રતિમાનું સભ્યપ્રકારે પાલન કરે છે. આ છઠ્ઠી દિવસ-રાત્રી બ્રહ્મચર્ય ઉપાસક પ્રતિમા. [43] હવે સાતમી ઉપાસક પ્રતિમા કહે છે તે સર્વ ધર્મ રુચિ વાળો હોય છે. યાવ દિન-રાત બ્રહ્મચારી અને સચિત્ત આહાર પરિત્યાગી હોય છે. પણ ગૃહઆરંભ ના પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણ પૂર્વક વિચરતા તે જ ધન્યથી એક-બે કે ત્રણ દિવસથી ઉત્કૃષ્ટ સાત મહિના સુધી સૂત્રોક્ત માગનુસાર આ પ્રતિમાનું પાલન કરે છે. આ (સચિત્ત પરિત્યાગ નામક) સાતમી ઉપાસક પ્રતિમા. [4] હવે આઠમી ઉપાસક પ્રતિમા કહે છે. તે સર્વ ધર્મચિવાળો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org