________________ 190 દસાસુયફબઈ-પ/૧ છે? જે દશ ચિત્ત સમાધિ સ્થાન સ્થવિર ભગવંતોએ કહયા છે તે આ પ્રમાણે છે - તે કાળ અને તે સમયે એટલે કે ચોથા આરામાં ભગવાન મહાવીર સ્વામીના વિચરણ સમયે વાણિજયગ્રામ નામે નગર હતું. અહીં નગરનું વર્ણન (ઉવવાઈ સત્રમાં કહેલ ચંપાનગરી ની માફક જાણી લેવું. તે વાણિજ્યગ્રામ નગરની બહાર દૂતિ પલાશક નામનું ચેત્ય હતું અહીં ચૈત્યનું વર્ણન (ઉવવાઈ સૂત્ર ની માફક જાણી લેવું. (ત્યાં) જિતશત્રુ રાજા, તેની ધારિણી નામે રાણી એ પ્રકારે સર્વ સમોસરણ (ઉવવાઈસૂત્રાનુસાર) જાણવું. થાવતુ પૃથ્વી શિલાપટ્ટક ઉપર વર્ધમાનસ્વામી બિરાજમાન થયા, પર્ષદા નિકળી અને ભગવાને ધર્મ નિરૂપણ કર્યું. પર્ષદા પોત-પોતાને સ્થાને ગઈ. [17] હે આયો ! એ પ્રમાણે સંબોધન કરી શ્રમણ ભગવાન મહાવીર નિર્ચન્થ (સાધુ) અને નિર્ચન્થી (સાધ્વી) ઓ ને કહેવા લાગ્યા. હે આર્યો ! ઈ-ભાષા-એષણા-આદાન ભાંડ માત્ર નિક્ષેપણા અને ઉચ્ચાર પ્રશ્નવણ ખેલ સિંધાણક જલની પરિષ્ઠાપના એ પાંચસમિતિવાળા, ગુપ્તેન્દ્રિય, ગુપ્તબ્રહ્મચારી, આત્માર્થી, આત્મહિતકર, આત્મયોગી, આત્મપરાક્રમી પાક્ષિકપૌષધ (અથતિ પવિતિથિને વિશે ઉપવાસ આદિ બતથી ધર્મની પુષ્ટિ કરવા રૂપ પૌષધ) માં સમાધિ પ્રાપ્ત અને શુભ ધ્યાન કરવાવાળા નિર્ગસ્થનનિર્મન્થીઓને પહેલા ઉત્પન્ન ન થયેલ હોય તેવી ચિત્ત (પ્રશસ્ત) સમાધિના દશ સ્થાન ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે પહેલાં ક્યારેય ઉત્પન્ન ન થયેલ એવી નીચે જણાવેલ દશ વસ્તુ ઉત્પન્ન થઇ જાયતો ચિત્ત) ને સમાધિ પ્રાપ્ત થાય છે. 1- ધર્મભાવના, જેનાથી બધા ધમોને જાણી શકે છે. 2- સંશિ-જાતિ સ્મરણ જ્ઞાન, જેનાથી પોતાના પૂર્વના ભવો અને જાતિ નું સ્મરણ થાય છે. 3- સ્વપ્ન દર્શન નો યથાર્થ અનુભવ. 4- દેવદર્શન, જેનાથી દિવ્ય ઋદ્ધિ- દિવ્યકતિ-દેવાનુભાવ જોઈ શકે છે. પ- અવધિજ્ઞાન, જેનાથી લોકને જાણે છે. - અવધિ દર્શન, જેનાથી લોકને જોઈ શકે છે. 7- મન પર્યવજ્ઞાન, જેનાથી અઢીદ્વીપના સંજ્ઞીપંચેન્દ્રિયના મનોગતભાવને જાણે. 8- કેવળજ્ઞાન, જેનાથી સંપૂર્ણ લોકાલોક ને જાણે છે. 9- કેવળદર્શન, જેનાથી સંપૂર્ણ લોકાલોક ને જુએ છે. 10- કેવળમરણ, જેનાથી સર્વદુખનો સર્વથા અભાવ થાય છે. [18] રાગદ્વેષ રહિત નિર્મળ ચિત્ત ને ધારણ કરવાથી એકાગ્રતા રૂપ ધ્યાન ઉત્પન્ન થાય છે. શંકારહિત ધર્મમાં સ્થિત આત્મા નિવણને પ્રાપ્ત કરે છે. [૧૯]આ રીતે ચિત્ત સમાધિ ધારણ કરનાર આત્મા બીજી વખત લોકમાં ઉત્પન્ન થતો નથી અને પોતાના ઉત્તમ સ્થાનને જાતિસ્મરણ જ્ઞાનથી જાણી લે છે. [20] સંવૃત્ત આત્મા યથાતથ્ય સ્વપ્નને જોઈને જલ્દી બધાં સંસાર સમુદ્રને તરી જાય છે અને સઘળા દુઃખથી છૂટી જાય છે. [૨૧]અંતપ્રાંતભોજી, વિવિકત શયન-આસનસેવી, અલ્પઆહાર કરવાવાળા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org