________________ 184 દસા સુયફબંધ - 19 9- ક્રોધ કરવો. સ્વ- પર સંતાપ કરવો. 10- પીઠ પાછળ નિંદા કરવા વાળા થવું 11- વારંવાર નિશ્ચયકારી ભાષા બોલવી. 12- અનુત્પન એવા નવા કજીયા ઉત્પન્ન કરવા 13- ક્ષમાપના થકી ઉપશાંત કરાયેલા જૂના કલહ-કજીયા ફરી ઉભા કરવા. 14- અકાલ –સ્વાધ્યાય માટે વર્જિત કાળ. તેમાં સ્વાધ્યાય કરવો. 15- સચિત્ત રજયુક્ત હાથ-પગ વાળા વ્યકિત પાસેથી ભિક્ષાદિ ગ્રહણ કરવા. 16- અનાવશ્યક મોટે-મોટેથી બોલવું અવાજ કરવા. 17- સંઘ કે ગણમાં ભેદ ઉત્પન્ન કરનારા વચનો બોલવા. 18- કલહ અથતુ વાયુદ્ધ કે કજીયા કરવા 19- સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી કંઈ ને કંઈ ખાતા રહેવું 20- નિર્દોષ ભિક્ષા વગેરે ની શોધ કરવામાં સાવધાન ન રહેવું. સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિ સ્થાન કહેલા છે તે પ્રમાણે હું કહું છું. છે કે અહીં વીસની સંખ્યાનો એક આધાર તરીકે મૂકાઈ છે. આ પ્રકારના અન્ય અનેક અસમાધિસ્થાનો હોઈ શકે છે, પણ તે બધાંનો સમાવેશ આ વીસની અંતર્ગત જાણવો-સમજવો જેમકે વધારાના શિધ્યા-આસન રાખવા. તો ત્યાં વધારાના વસ્ત્ર, પાત્ર, ઉપકરણ એ સર્વે દોષનો સમાવેશ થાય તેમ સમજી જ લેવું ચિત્ત સમાધિને માટે આ સર્વે અસમાધિ સ્થાનો નો ત્યાગ કરવો. પ્રથમ દસાની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (દસા-૨ સબલા) સબલ નો સામાન્ય અર્થ વિશેષ બળવાનું કે ભારે થાય. સંયમ ના સામાન્ય દોસો પહેલી દસામાં કહયાં તેની તુલનાએ મોટા કે વિશેષ દોષ નું આ દસામાં વર્ણન છે. [3] હે આયુષ્યમાન્ ! તે નિવણિ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મે આ પ્રમાણે સાંભળેલ છે. - આ (આરંતુ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર એકવીસ સબલ (દોષ) પ્રરૂપેલા છે. તે સ્થવિર ભગવંતે ખરેખર કયા એકવીસ શબલ દોષ કહયા છે? સ્થવિર ભગવંતે નિશ્ચયથી જે એકવીસ શબલ દોષ કહયા છે તે આ પ્રમાણે છે - 1- હસ્ત કર્મ કરવું મૈથુન સંબંધિ વિષયેચ્છા ને પોષવા માટે હાથ વડે શરીરના કોઈ અંગ-ઉપાંગ આદિનું સંચાલન વગેરે કરવા. ૨-મૈથુન પ્રતિસેવન કરવું. 3- રાત્રિભોજન કરવું. રાત્રિના અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ વાપરવા. - આધાર્મિક-સાધુના નિમિત્તે થયેલ- આહાર ખાવો. પ- રાજા નિમિત્તે બનેલ અશન-આદિ આહાર ખાવો - ક્રિત-ખરીદેલ, ઉધાર લીધેલ, છિનવી ને લીધેલ, આજ્ઞા વગર અપાયેલ કે સાધુને માટે સામેથી લાવીને આપેલ આહાર ખાવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org