________________ દેવિંદથઓ- [42] 34 લાખ, નાગકુમારના 44 લાખ, સુવર્ણકુમારના 48 લાખ, તેમજ દ્વીપ, ઉદધિ. વિદ્યુત, સ્વનિત અને અગ્નિકુમારના 40-40 લાખ અને વાયુકુમારના પ૦ લાખ ભવન હોય છે. ઉત્તર દિશા તરફ અસુરકુમારના 30 લાખ, નાગકુમારના 40 લાખ, સુવર્ણ કુમારના 34 લાખ, વાયુકુમારના 46 લાખ, તેમજ દ્વીપ, ઉદધિ, સ્વનિત, અગ્નિકુમારના 36-36 લાખ ભવનો છે. ૪િ૩-૪૫]બધાં ભવનપતિ અને વૈમાનિક ઈન્દ્રોની ત્રણ પર્ષદા હોય છે. એ બધાના ત્રાયઢિશક, લોકપાલ અને સામાનિક દેવ હોય છે અને ચાર ગણા અંગરક્ષક દેવ હોય છે. દક્ષિણ દિશાના ભવન પતિના 64000 અને ઉત્તર દિશાના ભવનપતિના 60000 વાણવ્યંતરોના 6000 અને જ્યોતિષ ઈન્દ્રોના 4000 સામાનિક દેવ હોય છે. એ જ રીતે અમરેન્દ્ર અને બલિન્દ્રની પાંચ અગ્નમહિષી અને બાકીના ભવનપતિની છ અમહિષી હોય છે. ૪િ૬-૫૦]એ રીતે જેબૂદીપમાં બે, માનુષોત્તર પર્વતમાં ચાર, અરૂણ સમુદ્રમાં છે અને અરુણ દ્વીપ માં આઠ એ રીતે ભવનપતિના આવાસ છે. જે નામના સમુદ્ર કે દ્વિીપમાં તેમની ઉત્પત્તિ થાય છે. અસુર, નાગ અને ઉદધિ કુમારોના આવાસ અણવર સમુદ્રમાં હોય છે અને તેમાં જ તેની ઉત્પત્તિ થાય છે. દ્વીપ-દિશા-અગ્નિ અને સ્વનિત કુમારોના આવાસ અણવર દ્વીપ માં હોય છે અને તેમાં જ તેમની ઉત્પત્તિ થાય છે. વાયુકુમાર-સુવર્ણકુમાર ઈન્દ્રોના આવાસ માનુષોત્તર પર્વત ઉપર હોયછે. હરિહરિસ્સહ દેવોના આવાસ વિધુત્રભ અને માલ્યવંતપર્વતો પર હોય પિ૧-૬૫હે સુંદરી આ ભવનપતિ દેવોમાં જેનું જે બળ-વીર્ય પરાક્રમ છે તેનું યથાક્રમથી આનુપૂર્વી પૂર્વક વર્ણન કરું છું. અસુર અને અસુરકન્યા દ્વારા જે સ્વામિત્વનો વિષય છે તેનું ક્ષેત્ર જંબુદ્વીપ અને અમરેન્દ્રની ચમચંચા રાજધાની સુધી છે. આ જ સ્વામિત્વ બલિ અને વૈરોચન માટે પણ સમજવું. ધરણ અને નાગરાજ બૂદ્વીપને ફેણ દ્વારા આચ્છાદિત કરી શકે છે. તે જ રીતે ભૂતાનંદ માટે પણ જાણવું. ગરુડેન્દ્ર અને વેણુદેવ પાંખ દ્વારા જંબુદ્વીપ ને આચ્છાદિત કરી શકે છે. તે જ અતિશય વેણુદાલીનો પણ જાણવો. જલકાંત અને જલપ્રભ એક જલતરંગ દ્વારા જંબુદ્વીપને ભરી દઈ શકે છે. અમિતગતિ અને અમિતવાહન પોતાના એક પગની એડીથી સંપૂર્ણ જંબુદ્વીપને કંપાવી શકે છે. વેલંબ અને પ્રભંજન એક વાયુના ગુંજન દ્વારા , આખા જંબુદ્વીપને ભરી શકે છે. હે સુંદરી ! ઘોષ અને મહાઘોષ એક મેઘગર્જના શબ્દ થી જંબુદ્વીપને બહેરો કરી શકે છે. હરિ અને હરિસ્સહ એક વિદ્યુત થકી આખા જંબુદ્વીપ ને પ્રકાશિત કરી શકે છે. અગ્નિશીખ અને અગ્નિમાનવ એક અગ્નિ જવાળાથી આખા જંબુદ્વીપ ને બાળી શકે છે. હે સુંદરી તિછલોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. આમાંનો કોઈપણ એક ઈન્દ્ર પોતાના રૂપો દ્વારા આ દ્વીપ-સમુદ્રોને અવગાહી શકે છે. કોઈપણ સમર્થ ઈન્દ્ર જંબુદ્વીપ ને ડાબા હાથે છત્રની જેમ ધારણા કરી શકે છે અને મેરુપર્વતને પણ પરિશ્રમ વિના ગ્રહણ કરી શકે છે. કોઈ એક શક્તિશાળી ઈન્દ્ર જંબુદ્વીપ ને છત્ર અને મેરુપર્વતને દંડ બનાવી શકે છે. આ એ બધાં ઈન્દ્રોનું બળ વિશેષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org