________________ नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ દેવિંદFઓ- પઈણય (નવમું પ્રકિર્ણક-ગુર્જરછાયા . s13 [૧૩]ગૈલોક્ય ગુરુ, ગુણોથી પરિપૂર્ણ, દેવ અને મનુષ્ય વડે પૂજિત, ઋષભ આદિ જિનવર તથા અંતિમ તીર્થંકર મહાવીરને નમસ્કાર કરીને નિશે આગમવિદ્ કોઈ શ્રાવક સંધ્યાકાળના પ્રારંભે જેનો અહંકાર જિત્યો છે તેવા વર્ધમાન સ્વામીની મનોહર સ્તુતિ કરે અને તે સ્તુતિ કરતા શ્રાવકની પત્ની સુખપૂર્વક સામે બેસી સમભાવથી બંને હાથ જોડી વર્ધમાન સ્વામીની સ્તુતિ સાંભળે છે. [૪]તિલક રૂપી રત્ન અને સૌભાગ્યસૂચક ચિહ્ન થી અલંકૃત ઈન્દ્રની પત્નીની સાથે અમે પણ- માન ચાલ્યું ગયું છે તેવા વર્ધમાનસ્વામીના ચરણે વંદીએ છીએ. [] વિનયથી પ્રણામ કરવાને કારણે જેમના મુકટ શિથિલ થઈ ગયા છે તે દેવો દ્વારા અદ્વિતીય યશવાળા અને ઉપશાંત રોષવાળા વર્ધમાન સ્વામીના ચરણો વંદિત થયા છે. [] જેમના ગુણો દ્વારા બત્રીસ દેવેન્દ્રો પુરી રીતે પરાજિત કરાયા છે તેથી તેમના કલ્યાણકારી ચરણોનું અમે ધ્યાન કરીએ છીએ. ૭-૧૦]તે શ્રાવક પત્ની પોતાના પ્રિયને કહે છે કે આ રીતે અહીં જે બત્રીશ દેવેન્દ્રો કહેવાયા છે. તે વિશે મારી જિજ્ઞાસા સંતોષવા વિશેષ વ્યાખ્યા કરશે. તે બત્રીશ ઈન્દ્ર કેવા છે ? કયાં રહે છે ? કેની કેવી સ્થિતિ છે ? ભવન-પરિગ્રહ કેટલો છે ? કોના કેટલાવિમાન છે? કેટલા ભવન છે ? કેટલા નગર છે? ત્યાંની પૃથ્વીની પહોડાઈ-ઊંચાઈ કેટલી છે? તે વિમાનોનો વર્ણ કેવો છે ? આહારનો જધન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ કાળ કેટલો છે ? શ્વાસોશ્વાસ, અવધિજ્ઞાન કેવા છે ? વગેરે મને જણાવો. [11] જેણે વિનય અને ઉપચાર દૂર કર્યા છે, હાસ્ય રસ સમાપ્ત કર્યો છે તેવી પ્રિયા દ્વારા પૂછાયેલ પ્રશ્ન ના ઉત્તરમાં તેના પતિ કહે છે કે હે સુતનુ! તે સાંભળો. [૧૨-૧૩પ્રશ્નના ઉત્તર રૂપ શ્રુતજ્ઞાનરૂપી સાગર થી જે વાત ઉપલબ્ધ છે તેમાં ઈન્દ્રોની નામાવલી ને સાંભળો. અને વીર દ્વારા પ્રણામ કરાયેલ તે જ્ઞાનરૂપી રત્ન કે જે તારાગણની પંક્તિની જેમ શુદ્ધ છે તેને પ્રસન્ન ચિત્ત હૃદયથી તમે સાંભળો. [૧૪-૧૯]હે વિકસીત નયનો વાળી સુંદરી ! રત્નપ્રભા પૃથ્વી માં રહેવાવાળા તેજલેશ્યા સહિત વીસ ભવનપતિ દેવોના નામ મારી પાસેથી શ્રવણ કરો. અસુરોના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org