________________ ગાથા-૪૦ વાળો હોય છે, એવો વિનીત તેમજ ઋદ્ધિ આદિ ગારવ થી રહિત શિષ્ય ને ગીતાર્થ જનો વખાણે છે. ૪૧]આચાર્ય વગેરે દશ પ્રકારની વૈયાવચ્ચ કરવામાં સદા ઉદ્યત, વાચનાદિ સ્વાધ્યાય માં નિત્ય પ્રયત્નશીલ તથા સામાયિક આદિ સર્વ આવશ્યક માં ઉઘુત્ત, શિષ્યની જ્ઞાની પુરૂષો પ્રશંસા કરે છે [૪૨]આચાર્ય ભગવંતનો ગુણાનુવાદ કરનાર, ગચ્છવાસી ગુરુ અને શાસનની કીર્તિ ને વધારનાર, અને નિર્મળ પ્રજ્ઞા વડે પોતાના ધ્યેય પ્રત્યે અત્યંત જાગરુક શિષ્ય ને મહર્ષિજનો વખાણે છે. 43 હે મુમુક્ષ મુનિ ! સર્વ પ્રથમ સર્વ પ્રકારના માનને હણીને શિક્ષા પ્રાપ્ત કર. ખરેખર ! સુવિનીત શિષ્યના જ બીજા આત્માઓ શિષ્ય બને છે, અશિષ્યના શિષ્ય કોઈ બનતું નથી. [૪૪]સુવિનીત શિષ્ય આચાર્ય ભગવંતના અતિશય કટુક-રોષભય વચનો કે પ્રેમભય વચનોને સારી રીતે સહવા જોઈએ. [45-48] હવે શિષ્યની પરિક્ષા માટે તેના કેટલાક વિશિષ્ટ લક્ષણો અને ગુણો બતાવે છેજે પુરુષ ઉત્તમ જાતિ, કુળ, રૂપ, યૌવન બળ, વીર્ય-પરાક્રમ સમતા અને સત્ત્વ ગુણ થી યુક્ત હોય મૃદુ-મધુરભાષી, કોઈની ચાડીયુગલી નહિ કરનારો, અશઠ, નગ્ન અને અલોભી હોય. તથા અખંડ હાથ અને ચરણવાળો, ઓછા રોમ વાળો. સ્નિગ્ધ અને પુષ્ટ દેહ વાળો, ગંભીર અને ઉન્નત નાસિકા વાળો, ઉદાર દષ્ટિ–દીર્ઘ દૃષ્ટિવાળો, અને વિશાલ નેત્રવાળો હોય. જિનશાસનનો અનુરાગી-પક્ષ પાતી, ગુરુ જનોના મુખ તરફ જોનારો, ધીર, શ્રદ્ધા ગુણથી પૂર્ણ, વિકારરહિત અને વિનય પ્રધાન જીવન જીવનારો હોય કાલ, દેશ અને સમય-પ્રસંગ ને ઓળખનારો, શીલ રૂ૫ અને વિનય ને જાણનારો, લોભ, ભય, મોહથી રહિત, નિદ્રા અને પરીષહોને જીતનારો હોય, તેને કુશલ પુરૂષો યોગ્ય શિષ્ય કહે છે. [49] કોઈ પુરૂષ કદાચ શ્રુતજ્ઞાનમાં કુશલ હોય, હેતુ, કારણ અને વિધિનો. જાણકાર હોય છતાં જો તે અવિનીત અને ગૌરવ યુક્ત હોય તો શ્રત ધર મહર્ષિઓ તેની પ્રશંસા કરતા નથી. [50-51] પવિત્ર, અનુરાગી, સદા વિનયના આચારો ને આચરનાર, સરલ હૃદય વાળા, પ્રવચનની શોભાને વધારનાર અને ધીર એવા શિષ્યને આગમની વાચના આપવી જોઈએ. ઉક્ત વિનયાદિ ગુણથી હીન અને બીજા નયાદિ સેંકડો ગુણથી યુક્ત એવા પુત્ર ને પણ હિતૈષી પંડિત શાસ્ત્ર વાચન કરાવતો નથી, તો સર્વથા ગુણહીન શિષ્ય ને શાસ્ત્રજ્ઞાન કેમ કરાવાય ? પિર-પ૩]નિપુણસૂક્ષ્મ અર્થવાળા શાસ્ત્રોમાં વિસ્તારથી બતાવેલી આ શિષ્ય પરીક્ષા સંક્ષેપમાં કહી છે. પારલૌકિક હિતના કામી ગુરૂએ શિષ્યની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ. શિષ્યોના ગુણોની કીતના મેં સંક્ષેપમાં વર્ણવી છે. હવે વિનયના નિગ્રહ ગુણોને કહીશ, તે તમે સાવધાન ચિત્તવાળા બનીને સાંભળો પ૪] વિનય મોક્ષનો દ્વાર છે. વિનય ને કદી પણ મુકવો નહિ કારણ કે અલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org