________________ માથા- 10 બળવતી બને છે. જેમ ઉત્તમ કુલમાં જન્મેલી પુત્રી અસાધારણ પુરૂષને પતિરુપે પામી મહાન બને છે. [૧૧]હે વત્સ ! ત્યાં સુધી તું વિનયનો જ અભ્યાસ કર, કારણકે વિનય વિના-દુર્વિનીત એવા તને વિદ્યા વડે શું પ્રયોજન છે. ખરેખર વિનય શીખવો જ દુષ્કર છે. વિદ્યા તો વિનીત ને અત્યન્ત સુલભ હોય છે. [૧૨]હે સુવિનીત વત્સ ! તું વિનય પૂર્વક વિદ્યા-શ્રુતજ્ઞાન ને શીખ, શીખેલી વિદ્યા અને ગુણ વારંવાર યાદ કર, તેમાં લેશ પણ પ્રમાદ ન કર. કેમકે ગ્રહણ કરેલી અને ગણેલી વિદ્યા જ પરલોકમાં સુખકારી બને છે. [૧૩]વિનયપૂર્વક શીખેલી પ્રસન્નતાપૂર્વક ગુરુજનોએ ઉપદેશેલી અને સુત્રવડે ‘સંપૂર્ણ કંઠસ્થ- કરેલી વિદ્યાઓનું ફળ અવશ્ય અનુભવી શકાય છે. [૧૪]આ વિષમ કાળમાં સમસ્ત શ્રુતજ્ઞાન ના દાતા આચાર્ય ભગવંત મળવા અત્યંત દુર્લભ છે, તેમજ કોધ, માન આદિ ચાર કષાયથી રહિત શ્રુતજ્ઞાનને શીખવનાર શિષ્ય મળવા પણ દુર્લભ છે. [૧૫]ાધુ કે ગૃહસ્થ કોઈપણ હોય, તેના વિનય ગુણની પ્રશંસા જ્ઞાની પુરુષો અવશ્ય કરે છે. અવિનીત કદી પણ લોકમાં કિતિ કે યશ પ્રાપ્ત કરી શકતો નથી. [૧૬]કેટલાક લોકો વિનયનું સ્વરુપ, ફળ વગેરે જાણવા છતાં તેવા પ્રકારના પ્રબળ અશુભ કર્મોના પ્રભાવને લઈને રાગદ્વેષથી ઘેરાયેલા વિનયની પ્રવૃત્તિ કરવા ઈચ્છતા નથી. ૧૭નહિં બોલનાર અથવા વધારે નહિં ભણનાર છતાં વિનયથી સદા વિનીત-નમ્ર અને ઈદ્રિયો ઉપર કાબૂ મેળનાર કેટલાક પુરુષો કે સ્ત્રીઓની યશ-કીર્તિ લોકમાં સર્વત્ર પ્રસરે છે. [૧૮]ભાગ્યશાલી પુરુષોને જ વિદ્યાઓ ફળ આપનારી થાય છે, પરંતુ ભાગ્યહનને વિદ્યાઓ ફળતી નથી. [૧૯]વિદ્યાનો તિરસ્કાર-દુરુપયોગ કરનારો, તથા નિંદા અવહેલનાદિ દ્વારા વિદ્યાવાનું આચાર્ય ભગવંતાદિના ગુણોનો નાશ કરનારો ગાઢ મિથ્યાત્વથી મોહિત થઈ ભયંકર દુર્ગતિને પામે છે. [૨૦]ખરેખર ! સમસ્ત શ્રુતજ્ઞાનનાં દાતા આચાર્ય ભગવંતો મળવા સુલભ, નથી તેમજ સરલ અને જ્ઞાનાભ્યાસમાં સતત ઉદ્યમી શિષ્યો મલવા સુલભ નથી. [૨૧]આ રીતે વિનયના ગુણ વિશેષોનવિનીત બનવાથી થતાં મહાન લાભો ને ટુંકમાં કહ્યા. હવે આચાર્ય ભગવંતોના ગુણો કહું છું, તે એકાગ્ર ચિત્તથી સાંભળો. [૨૨]શુદ્ધ વ્યવહાર માર્ગના પ્રરુપક, શ્રુતજ્ઞાન રુપ રત્નોના સાર્થવાહ અને ક્ષમા વગેરે અનેક-લાખો ગુણોના ધારક એવા આચાર્યના ગુણોને હું કહીશ. [૨૩-૨૭|પૃથ્વીની જેમ સઘળું સહન કરનારા, મેરૂ જેવા નિષ્પકંપ-ધર્મમાં નિશ્ચલ, અને ચન્દ્ર જેવા સૌમ્ય કાંતિવાળા, શિષ્યાદિએ આલોચેલા દોષો બીજા પાસે પ્રકટ નહિં કરનાર, આલોચના યોગ્ય હેતું, કારણ અને વિધિને જાણનારા, ગંભીર હૃદયવાળા, પરવાદીઓ વગેરેથી પરાભવ નહિં પામનારા, ઉચિત કાલ, દેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org