________________ ગાય - 27 અનુષ્ઠાન યથાર્થ પણ બતાવે છે. ૨૭]જે આચાર્ય સમ્યફપ્રકારે જિનમત, પ્રકાશે છે તે તીર્થકરસમાન છે, અને જે તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે કાપુરૂષ છે, સત્યરૂષ નથી. [૨૮]ભ્રષ્ટાચારી આચાર્ય, ભ્રષ્ટાચારી સાધુની ઉપેક્ષા કરનાર આચાર્ય. અને ઉન્માર્ગમાં રહેલ આચાર્ય. આ ત્રણે જ્ઞાનાદિ મોક્ષમાર્ગનો નાશ કરે છે. રિ૯]ઉન્માર્ગમાં રહેલ અને સન્માર્ગનો નાશ કરનાર આચાર્યને જે સેવે છે, તે ગૌતમ ! જરૂર તે પોતાના આત્માને સંસારમાં પાડે છે. [૩૦]જેમ અયોગ્ય તરનાર માણસ ઘણાને ડૂબાડે છે, તેમ ઉન્માર્ગમાં રહેલ એક પણ આચાર્ય તેના માર્ગને અનુસરનારા ભવ્યજીવોના સમૂહને નાશ પમાડે છે. [31] ઉન્માર્ગગામીના માર્ગમાં વર્તનારા અને સન્માર્ગનો નાશ કરનારા માત્ર સાધવેશ ધરનારાઓને હે ગૌતમ! જરૂર અનંતસંસાર થાય છે. [૩૨]પોતે પ્રમાદી હોય, તો પણ શુદ્ધ સાધુમાર્ગની પ્રરૂપણા કરે, અને પોતાને સાધુ તથા શ્રાવકપક્ષ સિવાય ત્રીજાસંવિજ્ઞપક્ષમાં સ્થિત કરે. પણ આથી વિપરીત અશુદ્ધમાર્ગની પ્રરૂપણા કરનાર પોતાને ગૃહસ્થધર્મથી પણ ભ્રષ્ટ કરે છે. ૩િ૩-૩૪]પોતાની દુર્બળતાને લીધે કદાચ ત્રિકરણશુદ્ધ જિનભાષિત અનુષ્ઠાન કરી ન શકે, તો પણ જેમ શ્રી વીતરાગદેવે કહ્યું છે, તેમ યથાર્થ સમ્યફપ્રકારે તત્ત્વપ્રરૂપે. મુનિચર્યામાં શિથિલ છતાં પણ વિશુદ્ધ ચરણસિત્તરી-કરણસિત્તરીની. પ્રશંસા કરી પ્રરૂપણા કરનાર સુલભબોધી જીવ પોતાના કર્મોને શિથિલ કરે છે. [૩૫]સંવિજ્ઞપાક્ષિકમુનિ સન્માર્ગમાં પ્રવર્તતા બીજા સાધુઓનું ઔષધભૈષજ આદિવડે સમાધિ પમાડવા રૂપ પોતે વાત્સલ્ય કરે અને બીજા પાસે કરાવે. [૩૬]ત્રિલોકવતી જીવોએ જેના ચરણયુગલને નમસ્કાર કરેલ છે એવા કેટલા એક જીવો જ ભૂતકાળમાં હતા, અત્યારે છે, ને ભવિષ્યમાં હશે, કે જેમનો કાળ માત્ર બીજાનું હિત કરવામાંજ એક લક્ષપૂર્વક વીતે છે. [૩૭]ગૌતમ ! ભૂત-ભવિષ્ય-ને વર્તમાન કાળમાં પણ કોઈક એવા આચાયો છે, કે જેઓનું ફકત નામ જ ગ્રહણ કરવામાં આવે, તોપણ જરૂર પ્રયશ્ચિત્ત લાગે. [૩૮]જેમ લોકમાં નોકર તથા વાહન શિક્ષા વિના સ્વેચ્છાચારી થાય છે, તેમ શિષ્ય પણ સ્વેચ્છાચારી થાય છે. માટે ગુરૂએ પ્રતિકૃચ્છા અને પ્રેરણાદિવડે શિષ્ય વર્ગને હમેશાં શિક્ષા આપવી. 39 જે આચાર્ય અગર ઉપાધ્યાય પ્રમાદથી અથલા આળસથી શિષ્યવર્ગને મોક્ષાનુષ્ઠાન માટે પ્રેરણા નથી કરતા તેમણે જિનેશ્વરની આજ્ઞાનું ખંડન કર્યું સમજવું. [૪૦]હૈ ગૌતમ ! એ પ્રમાણે મેં સંક્ષેપથી ગુરૂનું લક્ષણ કહ્યું હવે ગચ્છનું લક્ષણ કહીશ, તે તું હે ધીર! એકાગ્રપણે શ્રવણ કર. [41-42] જે ગીતાર્થ સંવેગશાળી-આળસવિનાના દ્રઢવ્રતી-અસ્મલિત ચારિત્રવાનું હંમેશાં રાગદ્વેષરહિત-આઠમદરહિત-ક્ષીણકષાયી-અને જીતેન્દ્રિય એવા તે છઘ0 મુનિની સાથે પણ કેવળી વિચરે અને વસે. [૪૩]સંયમમાં વર્તતા છતાં પરમાર્થને નહિ જાણનાર અને દુર્ગતિના માર્ગને આપનાર એવા અગીતાર્થને દૂરથી જ તજી દે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org