________________ ગચ્છાચાર-[૧૧] જાણી શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીગર કહે છે કે હે મુનિ ! તે ચિન્હો હું કહું છું તે સાંભળ. પોતાની મરજી મુજબ વર્તનાર, દુષ્ટ આચારવાનું આરંભમાં પ્રવર્તાવનાર, પીઠફલક આદિમાં પ્રતિબદ્ધ, અપ્લાયની હિંસા કરનાર, મૂળ અને ઉત્તર ગુણથી ભ્રષ્ટ થએલ. સામાચારીનો વિરાધક, હંમેશાં ગુરૂ આગળ આલોચના નહિ કરનાર અને રાજકથા આદિ વિકથાઓમાં નિત્ય તત્પર હોય તે આચાર્ય અધમ જાણવા. f૧૨-૧૩છત્રીસ ગુણયુક્ત અને અતિશય વ્યવહાર કુશળ એવા પણ આચાર્યે બીજાની સાક્ષીએ આલોચનારૂપ વિશુદ્ધિ કરવી, જેમ અતિશય કુશળ વૈદ્ય પોતાની વ્યાધેિ બીજા વૈદ્યને જણાવે છે, અને તે વૈદ્ય કહેલું સાંભળીને વ્યાધિના પ્રતિકારરૂપ કર્મ આચરે છે, તેમ આલોચક સૂરિ પણ અન્ય પાસે પોતાનું પાપ પ્રગટ કરે અને તેમણે આપેલું તપ વિધિપૂર્વક અંગીકાર કરે છે. ૧૪]દેશ-ક્ષેત્ર-દ્રવ્ય-કાળ અને ભાવ જાણીને વસ્ત્ર પાત્ર, ઉપાશ્રય તથા સાધુ સાધ્વીના સમૂહને સંગ્રહ કરે, અને સૂત્રાર્થનું ચિંતવન કરે, તે સારા આચાર્ય જાણવા. ૧પ-૧૬જે આચાર્ય આગમોક્ત વિધિપૂર્વક શિષ્યનો સંગ્રહ અને તેમને માટે શ્રેતદાન આદિ ઉપગ્રહ ન કરે- ન કરાવે, સાધુ તથા સાધ્વીને દિક્ષા આપીને સામાચારી ન શીખવે, અને જે બાળશિષ્યોને ગાય જેમ વાછરડાને ચુંબે છે તેમ ચુંબન કરે. તેમજ સન્માર્ગ ગ્રહણ ન કરાવે, તે આચાર્ય શિષ્યોનો શત્રુ જાણવો. 17 આચાર્ય શિષ્યોને સ્નેહથી ચુંબન કરે, પણ સારણા-વારણા-પ્રેરણા અને વારંવાર પ્રેરણા ન કરે તે આચાર્ય શ્રેષ્ઠ નથી; પરન્તુ જે સારણા વારણાદિ કરે છે તે દંડ આદિવડે મારવા છતાં પણ શ્રેષ્ઠ છે. [૧૮]વળી જે શિષ્ય પ્રમાદરૂપ મદીરાથી ગ્રસ્ત અને સામાચારી વિરાધક ગુરુને હિતોપદેશ દ્વારાએ ધર્મમાર્ગમાં સ્થિર ન કરે તે શિષ્ય પણ શત્રુ જ છે. [૧૯]પ્રમાદી ગુરૂને કેવી રીતે બોધ કરે તે જણાવે છે. રે મુનિવર ! રે ગુરૂદેવ ! તમારા જેવા પુરૂષો પણ જો પ્રમાદને આધીન થાય, તો પછી આ સંસાર સાગરમાં અમારા જેવાને નૌકાસમાન બીજાં કોણ આલંબન થશે ? [૨૦]પ્રવચન પ્રધાન જ્ઞાનાચાર-દર્શનાચારને ચારિત્રાચાર એ ત્રણમાં, તેમજ પંચવિધ આચારમાં પોતાને તથા ગચ્છને સ્થિર કરવાને જે પ્રેરણા કરે તે આચાર્ય [૨૧]ચાર પ્રકારનો પિંડ-ઉપાધિ-અને શય્યા આ ત્રણોને, ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાવર્ડ શુદ્ધ, ચારિત્રની રક્ષા માટે, ગ્રહણ કરે તે ખરો સંયમી છે. [22] બીજાએ કહેલું ગુહ્ય ન પ્રગટ કરનાર અને સર્વથા પ્રકારે સર્વ કાર્યોમાં અવિપરીત જોનાર હોય તે, ચક્ષની જેમ, બાળક અને વૃદ્ધથી સંકીર્ણ ગચ્છને રક્ષે છે. રિ૩]જે આચાર્ય સુખશીલ આદિ ગુણોવડે નવકલ્પરૂપ અથવા ગીતાર્થરૂપ વિહારને શિથિલ કરે છે, તે આચાર્ય સંયમયોગવડે માત્ર વેશધારી જ છે. [૨૪]કુળ-ગામ-નગર અને રાજ્ય તજીને પણ જે આચાર્ય ફરી તે કુળ આદિમાં મમત્વ કરે છે, તે સંયમયોગ વડે નિસાર માત્ર વેશધારીજ છે. " [૨૫-૨૬]જે આચાર્ય શિષ્યસમૂહને કરવાલાયક કાર્યમાં પ્રેરણા કરે છે, અને સૂત્ર તથા અર્થ ભણાવે છે, તે આચાર્ય ધન્ય છે, પવિત્ર છે, બંધુ છે, અને મોક્ષદાયક છે, એજ આચાર્ય ભવ્યજીવોને ચક્ષુસમાન કહેલ છે, કે જે જિનેશ્વરે બતાવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org