________________ 26 મહાપચ્ચકખાણ- [34] મૈથુન અને સર્વ પરિગ્રહનો હું ત્યાગ કરૂં છું. 1 [૩૪]સર્વ અશન અને પાનાદિક ચતુર્વિધ આહાર અને જે (બાહ્ય પાત્રાદિ) ઉપધિ અને કષાયાદિ અત્યંતર ઉપધિ તે સર્વને ત્રિવિધ વોસિરાવું છું. [૩૨]વનમાં, દુકાળમાં અથવા મોટો રોગ ઉત્પન્ન થયે છતે જે વ્રત પાળ્યું અને ન ભાંગ્યું તે શુદ્ધ પાળ્યું સમજવું. [૩૬]રાગે કરીને, દ્વેષે કરીને અથવા પરિણામે કરીને જે પચ્ચશ્માણ દુષિત ન કર્યું તે ખરેખર ભાવ વિશુદ્ધ પચ્ચખાણ જાણવું. [૩૭-૩૮]આ અનંત સંસારને વિષે નવી નવી માતાઓનાં દૂધ જીવે પીધાં તે સમુદ્રના પાણીથી પણ વધારે થાય છે. તે તે જાતિઓમાં વારંવાર મેં ઘણું રૂદન કર્યું તે નેત્રના આસુંનું પાણી પણ સમુદ્રના પાણીથી વધારે જાણવું. [૩૯]એવો કોઈ પણ વાળના અગ્ર ભાગ જેટલો પ્રદેશ નથી કે જ્યાં સંસારમાં ભમતો જીવ જન્મ્યો નથી અને મર્યો નથી. [૪૦]લોકને વિષે ખરેખર ચોરાશી લાખ જીવયોનિયો છે. તેમાંની એકેક યોનિમાં જીવ અનંતી વાર ઉત્પન્ન થયો છે. [૪૧]ઉર્ધ્વલોકને વિષે, અધોલોકને વિષે અને તિર્યલોકને વિષે હું ઘણાં બાલ મરણ પામ્યો છું, તો તે મરણોને સંભારતો પંડિતમરણે હું મરીશ. [૪૨]મારી માતા, મારા પિતા, મારા ભાઈ, મારી બેન, મારો પુત્ર, મારી પુત્રી, એ બધાને સંભારતો હું પંડિત મરણ મરીશ. ૪િ૩સંસારમાં રહેલાં ઘણી યોનિમાં નિવાસ કરતા માતા, પિતા અને બંધુઓ વડે આખો લોક ભરેલો છે, તે તારૂં ત્રાણ તથા શરણ નથી. [૪]જીવ એકલો કર્મ કરે છે, અને તે એકલો જ માઠાં કરેલાં પાપના ફળને ભોગવે છે, અને એકલો જ જરા મરણવાળા ચતુગતિરૂપ ગહન વનમાં ભમે છે. 4i5-48] નરકમાં જન્મ અને મરણ ઉગ કરનારાં છે, નરકમાં અનેક વેદનાઓ છે તિર્યંચની ગતિમાં ઉગના કરનારા જન્મ અને મરણ છે, અથવા અનેક વેદનાઓ છે મનુષ્યની ગતિમાં જન્મ અને મરણ છે અથવા વેદનાઓ છે. દેવલોકમાં જન્મ, મરણ ઉગ કરનાર છે અને દેવલોકથી ચ્યવન થાય છે એ સર્વે સંભારતો હું પંડિત મરણ મરીશ. [49] એક પંડિત મરણ બહુ સેંકડો જન્મોને (મરણોને) છેદે છે. તે મરણે મરવું જોઈએ કે જે મરણ વડે મરેલો શુભ મરણવાળો થાય. [૫૦]જે જિનેશ્વર ભગવાનોએ કહેલું શુભ મરણ એટલેકે –પંડિત મરણ તેને શુદ્ધ અને શલ્ય રહિત એવો હું પાદાપેપગમ અણશણ લઈ કયારે પામીશ? પસર્વ ભવ સંસારને વિષે પરિણામના પ્રસંગ વડે ચાર પ્રકારના પુદ્ગલો મેં બાંધ્યા અને આઠ પ્રકારના કોનો સમુદાય મેં બાંધ્યો. પર-૫૪]સંસારચક્રને વિષે તે સર્વે પુદ્ગલો મેં ઘણી વાર આહારપણે લઈ પરીણમાવ્યા તો પણ તૃપ્તિ થઈ નહિ. આહારના નિમિત્તે હું સર્વ નરક લોકને વિષે ઘણી વાર ઉપન્યો છું તેમજ સર્વ પ્લેચ્છ જાતિયોમાં ઉપન્યો છું. આહારના નિમિત્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org