________________ 16 થઉસરણં [39] પુન્યશાળી સાધુ મને શરણ હો. [૩૯]કામની વિડંબનાથી મૂકાએલા, પાપમળથી રહિત, ચોરીનો ત્યાગ કરનાર, પાપરૂપ રજના કારણ રુપ મૈથુન રહિત અને સાધુના ગુણરૂપ રત્નની બ્રતિવાળા મુનિઓ મને શરણ હો. fજે માટે સાધુપણામાં સારી રીતે રહેલા આચાદિક છે તે માટે તેઓ પણ સાધુ કહેવાય. સાધુ કહેવાવડે તેમને ગ્રહણ કર્યા તે માટે તે સાધુઓ મને શરણ હો. [41] સાધુનું શરણ સ્વીકારીને વળી અતિ હર્ષથી થયેલા રોમાંચના વિસ્તાર વડે કરી શોભાયમાન શરીરવાળો (તે જીવ) આ જિનકથિત ધર્મના શરણને અંગીકાર કરવા માટે આ રીતે બોલે છે. ૪૨]અતિ ઉત્કૃષ્ટ પુન્યવડે પામેલો, વળી કેટલાક ભાગ્યવાળા પુરૂષોએ પણ નહિ પામેલો કેવળી ભગવાને પ્રરૂપેલો તે ધર્મ હું શરણ-રૂપે અંગીકાર કરું છું. [૪૩]જે ધર્મ પામીને અને પામ્યા વિના પણ જેણે માણસ અને દેવતાના સુખોને મેળવ્યાં, પરંતુ મોક્ષસુખ તો ધર્મ પામેલાએ જ મેળવ્યું તે ધર્મ મારે શરણ હો. જિોમલીન કમનો નાશ કરનાર, જન્મને પવિત્ર કરનાર, અધર્મને દૂર કરનાર ઈત્યાદિક પરિણામે સુંદર જિન ધર્મ મને શરણ હો. [૫]ત્રણ કાળમાં પણ નાશ નહિ પામેલું જન્મ, જરા,મરણ અને સેંકડો વ્યાધિઓને શમાવનાર, અમૃતની પેઠે ઘણાને ઈષ્ટ જિન મતનું હું શરણ અંગીકાર કરું છું. [૪૬]કામના ઉન્માદને સારી રીતે શમાવનાર, દેખેલા અને નહિ દેખેલા પદાર્થોનો જેમાં વિરોધ કર્યો નથી તેવા. અને મોક્ષના સુખરૂપ ફળને આપવામાં અમોઘ એટલે સફળ ધર્મને હું શરણરૂપે અંગીકાર કરું છું. [૪૭]નરકગતિમાં ગમનને રોકનાર, ગુણના સમૂહવાળા અન્ય વાદી વડે અક્ષોભ્ય અને કામ સુભટને હણનાર ધર્મને શરણરુપે હું અંગીકાર કરું . ૪િ૮દેદીપ્યમાન, ઉત્તમ વર્ષોની સુંદર રચના (રત્ન) રૂપી અલંકાર વડે મોટાઈના કારણ ભૂત મહામૂલ્યવાળા, નિધાનની પેઠે અજ્ઞાનરૂપ દરિદ્રને હણનાર, જિનેશ્વરોએ ઉપદેશેલા ધર્મને હું વંદુ છું. ૪િ૯ીચાર શરણ અંગીકાર કરવાથી એકઠાં થએલ સુકૃતથી વિકસ્વર થએલી રોમરાજી યુક્ત શરીરવાળો, કરેલાં પાપની નિંદાથી અશુભ કર્મના ક્ષયને ઈચ્છતો તે જીવ (આ પ્રમાણે) કહે છે. [] જિનશાસનમાં નિષેધેલ આ ભવમાં અને અન્ય ભવમાં કરેલ મિથ્યાત્વના પ્રવર્તનરૂપ જે અધિકરણ, (પાપ પ્રવૃત્તિ) તે દુષ્ટ પાપને હું રહું છું એટલે ગુરૂની સાક્ષીએ નિંદુ છું. 1 [૫૧]મિથ્યાત્વરૂપ અંધારાએ અંધ થયેલા મેં અજ્ઞાનથી અરિહંતાદિક વિશે જે અવર્ણવાદ, વિશેષે કર્યો હોય તે પાપને હમણાં હું ગહું છું–નિંદુ છું [૫૨]કૃતધર્મ, સંઘ, અને સાધુઓમાં શત્રુપણાએ જે પાપ મેં આચર્યું હોય તે, અને બીજા પાપસ્થાનકોમાં જે પાપ લાગ્યું હોય તે પાપ હમણાં હું ગણું છું. [પ૩બીજા પણ મૈત્રી કરૂણાદિકના વિષયરૂપ જીવોમાં પરિતાપનાદિક દુઃખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org