________________ [13] views नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમાં સ્વામિને નમઃ UNUL zzzzzzzzzzzzii 24 | ચઉમરણ-પણિય ના (પહેલું પ્રકિર્ણક-ગુર્જરછાયા) [૧]પાપ વ્યાપારથી નિવર્તવા રૂપ સામાયિક નામે પહેલું આવશ્યક, ચોવીસ તીર્થકરને ગુણોનું ઉત્કીર્તન કરવા રૂપ ચઉવિસત્થઓ નામનું બીજું આવશ્યક, ગુણવંત ગુરૂની વંદના રૂ૫ વંદનક નામનું ત્રીજું આવશ્યક, લાગેલા અતિચાર રૂપ દોષની નિંદા રૂપ પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક, ભાવ વ્રણ, એટલે આત્માને લાગેલા ભારે દૂષણ મટાડનાર કાઉસ્સગ્ન નામનું પાંચમું આવશ્યક, અને ગુણને ધારણ કરવા રૂપ પચ્ચકખાણ નામનું છઠ્ઠું આવશ્યક નિગ્ધ કરી કહેવાય છે. રિઆ જિનશાસનમાં સામાયિક વડે નિચે ચારિત્રની વિશુદ્ધિ કરાય છે. તે સાવધયોગનો ત્યાગ કરવાથી અને નિરવઘયોગને સેવવાથી થાય છે. - [૩]દર્શનાચારની વિશુદ્ધિ ચઉવિસત્થઓ (લોગસ્સ) વડે કરાય છે, તે ચોવિસ જિનના અતિ અદ્દભૂત ગુણના કીર્તનરૂપ સ્તુતિવડે થાય છે. ૪િ]જ્ઞાનાદિક ગુણો, તે વડે યુક્ત ગુરૂ મહારાજને વિધિપૂર્વક વંદન કરવા રૂપ ત્રીજા વંદન નામક આવશ્યક વડે જ્ઞાનાદિક ગુણોની શુદ્ધિ કરાય છે. - પિ વડે તે જ્ઞાનાદિકની (મૂલ અને ઉત્તરગુણની આશાતનાની નિંદાઆદિ વિધિ વડે શુદ્ધિ કરવી તે પ્રતિક્રમણ કહેવાય છે, | []ચારિત્રાદિકના જે અતિચારોની પ્રતિક્રમણ વડે શુદ્ધિ ન થઈ હોય તેમની શુદ્ધિ ગુમડાના ઓસડ સરખા અને અનુક્રમે આવેલા પાંચમા કાઉસ્સગ નામના આવશ્યક વડે થાય છે. ૭િગુણના ધારણ કરવા રૂપ પચ્ચકખાણ નામના છઠ્ઠા આવશ્યક વડે કરી તપના અતિચારની શુદ્ધિ થાય છે અને વીચારના અતિચારોની સર્વ આવશ્યક વડે શુદ્ધિ કરાય છે. [8]1- હાથી, ૨-વૃષભ, ૩-સિંહ૪ અભિષેક (લક્ષ્મી), પ-માળા, ૬-ચંદ્રમા, ૭-સૂર્ય, ૮-ધજા, ૯-કળશ, 10 -પા સરોવર, ૧૧-સાગર, ૧૨-દેવગતિ માંથી આવેલા તીર્થકરોની માતા) વિમાન, અને (નરકમાંથી આવેલા તીર્થકરોની માતા) ભવન દેખે, 13 -રત્નનો ઢગલો અને 14 અગ્નિ, એ ચૌદ સ્વખો સર્વ તીર્થંકરોની માતા તેઓ તીર્થ કરો) ગર્ભમાં આવે ત્યારે દેખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org