________________ 30 વસ્જિદસાણં-૧૩ લઈને આવું. (એમ કહી ઘેર આવી ભણ્યા માતાપિતાની રજા લઈ) જેમ જમાલિ તેમ નીકળ્યો યાવતુ અનગાર થયો યાવતુ ગુપ્ત બ્રહ્મચારી થયો. ત્યારપછી તે વીરંગદત્ત અનગાર સિદ્ધાર્થ આચાર્યની સામાયિકા દિક યાવતુ અગ્યાર અંગ શ્યા, ભણીને ઘણા ઉપ વાસ, છઠ્ઠ અઠ્ઠમ વિગેરે તપવડે યાવતુ આત્મા ને ભાવતા પરિપૂર્ણ પીસ્તાળીસ વર્ષ સુધી ચારિત્રપયિ પાળીને બે માસની સંખના વડે આત્માને શુદ્ધ કરી એકસો ને વશ ભક્ત અનશનવડે છેદીને આલોચના અને પ્રતિ ક્રમણ કરી સમાધિપૂર્વક કાળ સમયે કાળ કરી બ્રહ્મલોકકલ્પ નામના પાંચમા દેવલોકમાં મનોરમ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની દશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. ત્યાં વીરંગદત્ત દેવની પણ દશ સાગરોપમની સ્થિતિ કહી છે. તે વીરંગદર દેવ તે દેવલોકથી આયુષ્યને ક્ષયે વાવતુ આંતરા રહિત ચવીને આ. જ તારવતી નગરીમાં બળદેવ રાજાની રેવતી રાણીની કુક્ષિને વિષે પુત્રવણે ઉત્પન્ન થયો છે. ત્યારપછી તે રેવતી રાણી તે તેવા પ્રકારના શયનને વિષે સિંહનું સ્વપ્ર જોઈને જાગી યાવતુ તેણીએ પુત્ર પ્રસવ્યો. તેનું નામ નિષધ પાડ્યું. તે શ્રેષ્ઠ પ્રાસાદની ઉપર રહ્યો વિચરે છે-ક્રીડા કરે છે. તે આ પ્રમાણે નિશે હે વરદત્ત મુનિ ! નિષધ કુમાર આ આવા પ્રકારની ઉધર મનુષ્યઋદ્ધિ પ્રાપ્ત કરી છે. હે ભગવાન ! તે નિષધ કુમાર આપી દેવાનુપ્રિયની પાસે મુંડ થઈ યાવતુ પ્રવ્રજ્યા લેવાને સમર્થ થશે? હા, સમર્થ થશે. હે ભગવાન! તે એ જ પ્રમાણે હો, હે ભગવાન! તે એ જ પ્રમાણે હો. એ પ્રમાણે કહી ભગવાનનું વચન અંગીકાર કરી વરદત્ત અનગાર યાવતુ આત્માને ભાવતા એવા વિચારવા લાગ્યા. ત્યારપછી અહંનું શ્રી અરિષ્ટનેમિ ભગવાન એકદા કદાચિતું તારવતી નગરીથી નીકળી યાવતું બહાર જનપદ વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. તથા નિષધ કુમાર પણ. શ્રમણોપાસક થઈ જીવ અજીવ વિગેરે તત્ત્વનો જાણકાર એવો વાવતું વર્તવા લાગ્યો. ત્યારપછી તે નિષધ કુમાર એકદા કદાચિત જ્યાં પૌષધશાળા હતી. ત્યાં આવ્યો. આવીને વાવત દર્ભના સંથારાપર રહેલો વિચરતો હતો-રહ્યો હતો. - ત્યારપછી તે નિષધ કુમાર પૂર્વરાત્રિ અને અપરાત્રિ ને સમયે ધર્મજાગરિક. પ્રત્યે જગતો હતો તે વખતે તેને આવા પ્રકારનો અધ્યવસાય (વિચાર) પાવતુ ઉત્પન્ન. થયો-ધન્ય છે તે ગામ, આકર, યાવતુ સંનિવેશને કે જ્યાં અહંનું શ્રીઅરિષ્ટ નેમિ ભગ વાન વિચરે છે. ધન્ય છે તે રાજા, ઈશ્વર, યાવતુ સાર્થવાહ વિગેરેને કે જેઓ શ્રીઅરિષ્ટ નેમિ ભગવાને વાંદે છે, નમસ્કાર કરે છે, યાવતુ તેમની પર્યાપાસના કરે છે. જો અહંતુ શ્રીઅરિષ્ટનેમિ ભગવાન પૂવનિપૂર્વીએ વિચરતા અહીં નંદનવનમાં પધારે તો હું અહંનું શ્રી અરિષ્ટનેમિભગવાનને વંદના કરું યાવતુ પપાસના કરું. ત્યારપછી અહનુ અરિષ્ટ નેમિ ભગવાન નિષધ કુમારના આ આવા પ્રકારના અધ્યવસાય યાવતુ જાણીને અઢાર હજાર સાધુ વિગેરે સહિત કાવતુ નંદનવન ઉદ્યાનમાં પધાર્યા તેમને વાંદવા માટે નગરી માંથી પર્ષદા નીકળી. ત્યારપછી તે નિષધકમાર આ કથાનો અર્થ જાણીને હતુષ્ટ થઈ ચાર ઘંટાવાળા અશ્વ જોડેલા રથ વડે નીકળ્યો. જમાલિની જેમ ભગવાન પાસે આવ્યો. વાવતુ માતાપિતા નીરજા લઈ પ્રવજિત થયો, અનગાર થયો, યાવત્ ગુપ્ત બ્રહ્મચર્યવાળો થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org