________________ અધ્યયન-જ 29. આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો. વિચાર કરીને કાલે પ્રભાતે જ્યાં ભદ્ર સાર્થવાહ હતો ત્યાં તે આવી. આવીને બે હાથ જોડી આ પ્રમાણે બોલી- આ પ્રમાણે નિશે હે દેવાનું પ્રિય ! હું તમારી સાથે ધણા વર્ષ સુધી વિસ્તારવાળા કામભોગને ભોગવતી યાવત્ રહું છે. પરંતુ મેં એક પણ પુત્ર કે પુત્રીને પ્રાપ્ત ન કરી. તેથી હે દેવાનુપ્રિય! હું તમારી આજ્ઞા પામી સતી સુવ્રતા આપની પાસે યાવતુ પ્રવ્રજિત થવાને ઈચ્છું છું. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહ સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું કે-“હે દેવાનુપ્રિયા ! હમણાં તું મુંડ થઈને યાવતું પ્રવ્રજિત ન થા. પ્રથમ હાલ તો હે દેવાનુપ્રિયા મારી સાથે તે વિસ્તારવાળા કામભોગને ભોગવ. ત્યારપછી તું સુવ્રતા આયનિી પાસે યાવતુ પ્રવ્રજ્યા લેજે. ત્યારે તે સુભદ્રા સાર્થવાહીએ ભદ્ર સાર્થવાહના આ અર્થનો આદર ન કર્યો, તેને સારો ન માન્યો. તેથી તેણીએ બે વાર ત્રણ વાર ભદ્ર સાર્થવાહને આ પ્રમાણે કહ્યું કે-“ હે દેવાનું પ્રિય ! તમારી આજ્ઞા પામી હતી. હું યાવતુ પ્રવ્રજ્યા લેવાને ઈચ્છું છું. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહ જ્યારે ધણાં સામાન્ય વચનોવડે, વિશેષ વચનોવડે, બોધના વચનોવડે અને પ્રેમપૂર્વક પ્રાર્થનાના વચનોવડે તેણાને સામાન્ય કહેવાને યાવતું અને પ્રેમપૂર્વક પ્રાર્થના વડે વિનવ વાને માટે સમર્થ થયો નહીં, ત્યારે અનિચ્છાથી જ સુભદ્રાના નિષ્કમણને દિક્ષાના ઉત્સ, વને તેણે માન્યો. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહે વિસ્તારવાળા અશન પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિ, વિગેરેને નિમંત્રણ કર્યું. પછી ભોજનની વેળાએ યાવતું મિત્ર, જ્ઞાતિ વિગેરેને ભોજન કરાવી તેમનો સત્કાર કર્યો, સન્માન કર્યું. પછી સુભદ્રા, સાર્થવાહીને સ્નાન કરાવી યાવતું પ્રાયશ્ચિત્તાદિક કરાવી સર્વ અલ કારોવડે વિભૂષિત કરી હજાર પુરુષોએ ઉપાડેલી. શિબિકા ઉપર ચડાવી. ત્યારપછી તે સુભદ્રા, સાર્થવાહી. મિત્ર, જ્ઞાતિ, યાવતુ સંબંધી જનોએ પરિવરી સતી સર્વ સમૃદ્ધિએ કરી થાવવાજિત્રના શબ્દ કરીને વારાણસી નગરીની મધ્યે મળે થઈને જ્યાં સુવ્રતા આનો ઉપાશ્રય હતો ત્યાં આવી. આવીન હજાર પુરુષોએ વહન કરેલી શિબિકાને સ્થાપના કરી. પછી સુભદ્રા. સાર્થવાહી શિબિકાથી ઉતરી. ત્યારપછી તે ભદ્ર સાર્થવાહ સુભદ્રા સાર્થવાહીને આગળ કરીને જ્યાં સુવ્રતા આર્યા હતા ત્યાં આવ્યો. આવીને તેણે સુવ્રતા આયોને વંદન કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું કે-આ પ્રમાણે નિશ્વેહે દેવાનુપ્રિયા ! આ સુભદ્રા સાર્થવાહી મારી ભાય મને ઈષ્ટ છે, કાંત છે, યાવતુ રખે તેને વાત સંબંધી, પિત્ત સંબંધી, કફ સંબંધી અને સંનિપાત સંબંધી વિવિધ પ્રકારના રોગોતંકનો સ્પર્શ થાય. હાલમાં હે દેવાનુપ્રિયા ! આ સંસારના ભયથી તે ઉદ્વેગ પામી છે, જરા અને મરણ. થી ભય પામી છે, તેથી દેવાનુપ્રિયા એવા તમારી પાસે મુંડ થઈને યાવતુ પ્રવજ્યા ગ્રહણ કરવા ઈચ્છે છે, તેથી આને હું દેવાનુપ્રિયા એવા તમને શિષ્યાપ ભિક્ષા આપું છું. તે શિષ્યાપ ભિક્ષાને હે દેવાનુપ્રિયા ! તમે ગ્રહણ કરો.” આયએ ઉત્તર આપ્યો કે હે દેવાનુપ્રિય જેિમ સુખ ઉપજે તેમ કરો. આ કાર્યમાં પ્રતિબંધ-વિલંબ ન કરો.” ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ સુવ્રતા આયએ આ પ્રમાણે કહી સતી હૃષ્ટ તુષ્ટ થઈને યાવતુ પોતાની મેળે જ આભરણ, માલ્ય અને અલંકાર મૂકી દીધા. મૂકીને પોતાની મેળે જ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. કરીને જ્યાં સુવ્રતા આયા હતા ત્યાં આવી. આવીને સુવ્રતા આયને ત્રણ વાર પ્રદક્ષિણા કરી વંદના કરી નમસ્કાર કર્યો. આ પ્રમાણે બોલી. 2i0] For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International