________________ [28] नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ પુફિયાણ ઉવંગ-૧૦-ગુર્જરછાયા (અધ્યયન-૧-ચંદ્ર ) [1] જે હે ભગવાનું! શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રીમહાવીર સ્વામીએ કલ્પાવતંસિકા નામના બીજા વર્ગનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન! ત્રીજા વર્ગનો એટલે પુમ્બિકા નામના ઉપાંગનો કયો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવત્ સિદ્ધિગતિને પામેલા શ્રી મહાવીરસ્વામીએ ત્રિીજા વર્ગના એટલે પુષ્પિક નામના ઉપાંગના દશ અધ્યયનો કહ્યાં છે. [2] ચંદ્ર 1, સૂર્ય 2, શુક્ર 3, બહુપુત્રિકા 4, પૂર્ણભદ્ર પ. માણિભદ્ર 6, દત્ત 7 શિવ 8, બલ૯, અને અણઢિય 10 એ નામનાં અધ્યયનો જાણવાં. [3] હે ભગવાન ! જે શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ પુષ્પિકા નામના ઉપાંગનાં દશ અધ્યયન કહ્યાં છે, તો હે ભગવાન! પુષ્પિકા ઉપાંગના પહેલા અધ્યયનનો ક્યો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તેની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તેમાં શ્રેણિક નામે રાજા હતા. તે કાળે તે સમયે શ્રી મહાવીરસ્વામી ત્યાં સમયસયાં. તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી, તે કાળે તે સમયે ચંદ્ર નામનો જ્યોતિષીન્દ્ર જ્યોતિષનો રાજા ચંદ્રાવક નામ ના વિમાનમાં સુધમાં નામની સભામાં ચંદ્ર નામના સિંહાસન ઉપર ચાર હજાર સામા નિક દેવોથી પરિવરેલો યાવતું વિચરે છે. તે વખતે આ સંપૂર્ણ જબૂદ્વીપને અવધિજ્ઞાનવડે જવા લાગ્યો. જોઈને શ્રમણ ભગવાન શ્રીમહાવીર સ્વામીને જોયા. જોઈને સૂયભદેવીની જેમ તેણે પોતાના અભિયોગિક દેવોને બોલાવીને સુરેન્દ્રને જવા યોગ્ય વિમાન રચવા કહ્યું પાવતુ તેઓએ સુરેન્દ્રને જવા યોગ્ય વિમાન રચીને તેની આજ્ઞા તેને પાછી આપી. સુસ્વરા નામની ઘંટા વગાડી સર્વને તે વાત વિદિત કરી, યાવતુ. પ્રભુ પાસે આવી દેવ દેવીની વિકર્વણા કરી. વિશેષ એ કે (તેનું પ્રયાણ કરવાનું વિમાન) હજાર યોજન વિસ્તાર વાળું અને સાડી બાસઠ યોજન ઉંચું વિકવ્યું, તથા પચીશ યોજન . ઉંચો મહેંદ્રધ્વજ વિકુવ્વ. હે ભગવાન ! એમ સંબોધન આપીને ભગવાન ગૌતમસ્વામી એ શ્રમણ ભગવાન મહાવીરને પૂછયું કે - હે ભગવાન ! (ચંદ્ર દેવ આવ્યા ત્યારે આટલી બધી ઋષિ જણાતી હતી તે ક્યાંથી આવી? અને પાછી ક્યાં ગઈ?) ત્યારે ભગવાને ઉત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org