________________ 68 સૂરપનત્તિ-૧૨-૯-૧૦ ચોથા સૌર સંવત્સરનું પરિમાણ ત્રણસો છાસઠ અહોરાત્ર પ્રમાણનું કહેલ છે. પાંચમાં અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ ત્રણસો વ્યાશી અહોરાત્ર તથા એકવીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાઠિયા અઢાર ભાગ અથતુ આ રીતે પાંચમાં અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ કહેવામાં આવેલ છે. સંપૂર્ણ યુગનું પરિમાણ મુહૂર્ત પરિમાણથી માપવામાં આવે તો પ૩૭૪૯ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સતાવન ભાગ તથા બાસઠિયા એ ભાગના સડસઠિયા પંચાવન ભાગ આટલા પરિણામવાળા સાવયવ મુહૂર્ત પરિ માણથી યુગનું મુહૂર્ત પરિમાણ પ્રતિપાદિત કરેલ છે. તેમ સ્વશિષ્યોને ઉપદેશ કરવો, આડત્રીસ અહો રાત્ર દસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસંઠિયા ચાર ભાગ તથા બાસ ઠિયા એક ભાગના સડસઠિયા બાર ભાગ આટલા સાવયવ અહોરાત્ર પરિમાણ મેળવવાથી યુગ પ્રાપ્ત પરિમાણ મળી જાય છે. તેમ સ્વશિષ્યોને કહેવું, એ પ્રક્ષેપ મુહૂર્તપરિ માણથી આ રીતે થાય છે- અગીયારસો પચાસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસયિા ચાર ભાગ તથા બાસ ઠિયા એક ભાગના સડસઠિયા બાર ભાગ 1150 સાવયવ આટલા મુહૂર્ત પરિમાણથી પ્રતિપાદિત કરેલ છે, એ પ્રમાણે સ્વશિષ્યોને ઉપદેશ કરવો, યુગનું પુરેપુરું યુગપરિમાણ અઢારસોત્રીસ અહોરાત્ર પરિમાણથી એ પરિપૂર્ણ યુગ પ્રતિ પાદિત કરવામાં આવેલ છે. એ રીતે સ્વશિષ્યોને સમજાવવું પરિપૂર્ણ યુગનું પરિમાણ સૌર મુહૂર્તપરિમાણથી ચોપનહજાર નવસો મુહૂર્તનું થાય છે. અથતું આટલા પરિમાણ વાળા મુહૂતગ્નિ પરિમાણથી તે સંપૂર્ણ યુગ પરિપુર્ણ થાય છે. આ પ્રમાણે પ્રતિપાદિત. કરેલ છે. પરિપૂર્ણ યુગના પરિમાણમાં બાસઠિયા ભાગ મુહૂતષ્યિ ચોત્રીસ લાખ આડ ત્રીસસો મુહૂર્ત આટલા પ્રમાણવાળા બાસઠિયા ભાગનું મુહૂર્તપરિ માણ થાય છે. આ રીતે પુરેપુરો યુગ આટલા મુહૂઝથી પરિપૂર્ણ થાય છે તેમ પ્રતિપાદન કરેલ છે. પાંચ વર્ષવાળા એક યુગમાં સાઇઠ સૌર માસ થાય છે. અને ચાંદ્રમાસ બાસઠ જેટલા થાય છે. આ પ્રમાણે પહેલાં કહેલ છે અને ભાવિત કરેલ છે. આ એક યુગાન્તરમાં રહેલ આદિત્ય અને ચંદ્ર સંવત્સરાજ થાય છે, આટલા પ્રમાણવાળી અદ્ધા અથતુિ સમયનો છથી ગુણાકાર કરવો તે પછી બારથી તેનો ભાગ કરે તો ત્રીસ આદિત્ય સંવત્સર થાય છે. તથા એકત્રીસ પ્રમાણના ચાંદ્રસંવત્સર થાય છે. પાંચ વર્ષના એક યુગ માં સાઠ આદિત્યમાસ હોય છે. એકસઠ ઋતુમાસ હોય છે. બાસઠ ચાંદ્ર માસ હોય છે. સડસઠ નક્ષત્રમાસ હોય છે. આ પ્રમાણે પહેલાં કહ્યું છે. અને ભાવિત કરેલ છે. તેથીજ આ પ્રતિપાદિત કરેલ અદ્ધા તે તે માપવાળી કાગળતિનો બારથી ગુણાકાર કરવો તે પછી તેનો બારથી ભાગ કરવો ત્યારે ગુણક અને ભાગ રાશી. ના સરખાપણાથી તેનોભાગ કરે તો સાઠ આદિત્યસંવત્સર થાય છે. તથા એકસઠ ઋતુ સંવત્સર બાસઠ ચાંદ્રસંવત્સર તથા સડસઠ નાક્ષત્રસંવત્સર બાકી રહે છે. આ બધા એકજ યુગમાં રહેવાવાળા કહ્યા છે. સંવત્સર કરવા માટે બારથી ભાગ કર્યો છે, એ પ્રમાણે બધાજ સંવત્સરો બાર યુગ સમાપ્ત થયા પછી થાય છે. તેથી બાર યુગાન્ત કાળમાં જ આ પૂર્વોક્ત આદિત્ય ઋતુ ચાંદ્રનક્ષત્ર સંવત્સરો સાથેજ પ્રારંભ થનારા તથા સાથે જ સમાપ્ત થાય છે. આ પ્રમાણે સ્વશિષ્યોને પ્રતિપાદિત કરીને કહેવું, પાંચ વર્ષના પ્રમાણવાળા એક યુગમાં યુગની અંદરના પાંચ સંવત્સરોના પરિપૂર્ણ માસનું પ્રમાણ પ્રતિપાદિત કર્યું જ છે. જેમકે અભિવર્ધિત સંવત્સરનું યુગના અંતમાં સાવયવ માસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org