________________ પદ-૫ 257 બે અજ્ઞાન અને બે હે દર્શન વડે જસ્થાન પ્રાપ્ત છે. ઉત્કૃષ્ટસ્થિતિ વાળો પણ એમજ જાણવો. પરંતુ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યસ્થિતિવાળા સંબંધ પણ એમ જ સમજવું. પરન્તુ તે સ્થિતિવડે ચતુ સ્થાન પ્રાપ્ત છે. અને તેને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. જઘન્યકાળાવવાળા પંચેન્દ્રિય તિર્યંચ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેને અનન્ત પયયો હ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! જઘન્યકાલાવર્ણવાળો પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય કાળાવર્ણવાળા પંચેન્દ્રિય તિર્યંચની ગંધ, રસ અને સ્પર્શપથય વડે પ્રાપ્ત છે. આભિનિબોધિકજ્ઞાનપયય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન પર્યાય વડે ચક્ષુદર્શનપયય વડે અને અચદર્શનપર્યાય વડે સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાની સંબંધે જાણવું. પરન્તુ તે સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત હોય છે. તેને ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. સ્વસ્થાનની અપેક્ષાએ તુલ્ય છે. બાકીના પર્યાયની અપેક્ષાએ સ્થાન પતિત છે. મધ્યમ આભિનિબોધિકજ્ઞાની ઉત્કૃષ્ટઆભિનિબોધિક જ્ઞાનની પેઠે સમજવા. પરન્તુ સ્થિતિ ની અપેક્ષાએ ચતુઃસ્થાન પ્રાપ્ત છે, અને સ્વસ્થાન-અભિનિબોધિકજ્ઞાનની અપેક્ષાએ પણ ષટસ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની સંબંધે પણ જાણવું. જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો ગૌતમ! જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષા એ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના વડે ચતુઃસ્થાન પ્રાપ્ત, સ્થિતિ વડે ત્રિસ્થાન પ્રાપ્ત, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે તથા આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન પર્યાય વડે સ્થાન પ્રાપ્ત છે. અવધિજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે. અજ્ઞાન નથી, તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન પયય વડે જસ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની સંબંધે જાણવું. મધ્યમઅધિજ્ઞાની સંબંધે એમજ જાણવું, પરન્ત સ્વસ્થાન-અવધિજ્ઞાનિને આશ્રીને સ્થાન પ્રાપ્ત છે. જેમ આભિનિબોધિકજ્ઞાની સંબંધે કહ્યું તેમ મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાનીને કહેવું. જેમ અવધિજ્ઞાનિને કહ્યું તેમ વિભંગજ્ઞાના સંબંધે પણ કહેવું. ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન આભિનિબોધિકજ્ઞાની પેઠે જાણવા. અવધિદર્શની અવધિજ્ઞાની પેઠે સમજવા, પરતુ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી, જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ છે એમ છે કહેવું. ૩૨હે ભગવન્! જઘન્યઅવગાહનાવાળા મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્તપર્યાયો કહ્યાછે. શા હેતુથી કહોછો કે-“જઘન્યઅવગાહનાવાળા મનુષ્યોને અનન્ત પયયો કહ્યા છે ? હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળોમનુષ્ય જઘન્ય અવગાહનાવાળામનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપથયિ વડે તથા ત્રણ જ્ઞાન, બે . અજ્ઞાન અને ત્રણ દર્શન વડે ષટ્રસ્થાન પ્રાપ્ત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા માટે પણ એમજ સમજવું. પણ સ્થિતિવડે કદાચિતુ ન્યૂન હોય, કદાચિત્ તુલ્ય હોય અને કદાચિત્ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, જે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય. તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યમઅવગાહના વાળા સંબંધે પણ એમજ સમજવું. પરન્તુ અવગાહના અને સ્થિતિવડે ચતુઃસ્થાન પ્રાપ્ત Jan cutication International For Private & Personal Use Only www.jainelibrary.org