________________ પદ૨ 205 લોકમાં કૂવાઓ, યાવતું સર્વ જલાશયોમાં અને જળના સ્થાનોમાં અહીં પર્યાપ્તા અને અપતા ચઉરિદ્રિયોના સ્થાનો કહ્યાં છે. તે ઉપરાંત વડે, સમુદ્દાત વડે અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. હે ભગવન્! પ્રયતા અને અપર્યાપ્ત પંચેન્દ્રિયોના ક્યાં સ્થાનો કહેલાં છે ? હે ગૌતમ ઉર્ધ્વલોકમાં તેના એક ભાગમાં અધોલોકમાં તેના એકભાગમાં, તીરછા લોકમાં કૂવા, તળાવો, યાવતું સર્વ જળાશયો અને જળના સ્થાનોમાં અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા ચઉરિ દ્રિયોના સ્થાનો કહ્યાં છે. તે ઉપરાંત વડે, સમુદુધાત વડે અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. [195 હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત નરયિકોના ક્યાં સ્થાનો છે ? હે ભગવનું નૈરયિકો ક્યાં વસે છે ? હે ગૌતમ! સ્વસ્થાનવડે સાતે નરક પૃથિવીઓમાં, - 1 રત્નપ્રભા, ર શર્કરા પ્રભા, 3 વાલુકાપ્રભા, 4 પંકપ્રભા, 5 ધૂમપ્રભા, 6 તમઃ પ્રભા અને તમતમપ્રભામાં નૈરયિકોના ચોરાશી લાખ નરકાવાસો હોય છે એમ કહ્યું છે. તે નરકાવાસો અંદરના ભાગોમાં વૃત્તાકાર છે, બહારના ભાગમાં સમ ચોરસ છે અને નીચેના ભાગમાં-અસ્ત્રોની આકૃતિવાળા છે. તથા તમસા અંધકારવાળા અને ગ્રહ, ચન્દ્ર, સૂર્ય નક્ષત્રરુપ જ્યોતિષિયોના માર્ગ રહિત છે. મેદ, વસા, પરનો સમૂહ, રુધિર અને માંસના કીચડવડ -લીંપાયેલું ભૂમિતળ જેઓનું છે એવા અશુચિ-બીભત્સ, અત્યંત દુર્ગધી, કાપોત- કર્કશ સ્પર્શવાળા, દુસહ અને અશુભ નરકાવાસો છે. અને તે નરકાવાસોમાં અશુભ-વેદના છે. આ નરકાવાસોમાં પર્યાપ્તા અને અપાતા નૈરયિ કોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્યાત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. અહીં ઘણા નૈરયિકો વસે છે. તેઓ કાળા. કાળી કાન્તિવાળા, જેઓથી ગંભીર અત્યંત રોમાંચ થાય એવા, ભયંકર, ત્રાસ ઉત્પન્ન કરનારા અને વર્ણથી હે આયખાનું શ્રમણ ! અત્યંત કાળા છે. તે નૈરયિકો ત્યાં હમેશાં ભયભીત થયેલા, હમેશાં ત્રાસ પામેલા, હમેશાં ત્રાસ પમાડેલા, હમેશાં ઉદ્વિગ્ન થયેલા અને હમેશાં એકાન્ત અશુભ અને નિરંતર સંબન્ધવાળા નરકભયનો અનુભવ કરતા રહે છે. [196-200] હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા રત્નપ્રભાપૃથ્વીના નૈરયિ કોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો ક્યાં રહે છે ? હે ગૌતમ ! 180000 યોજન પ્રમાણ જાડાઈવાળી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યોજન અંદર પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકી 178000 યોજન પ્રમાણ મધ્ય ભાગમાં રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના ત્રીશ લાખ નરકાવાસો છે એમ કહ્યું છે. તે નરકો અંદર ગોળ અને બહારના ભાગમાં સમચોરસ તથા નીચે સુરમની આકૃતિવાળા, હમેશાં અંધકારવાળા,જ્યાં ગ્રહ, ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રરુપ જ્યોતિષ્કોનો માર્ગ નથી એવા યાવતુ એવા, અશુભ નરકો છે અને તે નરકમાં અશુભ વેદનાઓ છે. અહીં પ્રયતા અને અપર્યાપ્તા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગે છે, યાવતુ અત્યંત અશુભરુપ અને નિરંતર સંબદ્ધ-નરક ભયનો અનુભવ કરતા રહે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત શર્કરાપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! શર્કરપ્રભા પૃથિવીના નૈર વિકો ક્યાં રહે છે? હે ગૌતમ ! 132,000 યોજન પ્રમાણ જાડાઈવાળી શર્કરાખભા પૃથિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org