________________ 197 સ્થળમાં પણ ફરે છે. તે અહીં અઢી દ્વીપમાં નથી, પણ બહારના દ્વીપો અને સમુદ્રમાં હોય છે. તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય છે. તે પરિસર્પ સ્થલચરો સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પ્રમાણે-સંમૂર્ણિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્ણિમ છે તે નપુંસક છે અને જેઓ ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે.-સ્ત્રી, પુરુષ અને નપુંસક. એવા પ્રકારના, પતિ અને અપર્યાપ્ત એ ઉરપરિસર્પોના યોનિથી ઉત્પન્ન થયેલા દસ લાખ કોડ જાતિકુલો હોય છે. ભુજપરિસપ કેટલા પ્રકારના કહ્યા છે? ભુજપરિસપો અનેક પ્રકારના કહ્યા છે. નોળીઆ, હા, -કાકીડા, શલ્ય, સરંઠ, સાર, ખોર, નઘરોળી, વિશ્વેભર, ઉંદર મંગુસ, પ્રચલા યિત, ક્ષીરવિરાલિય, હા, ચતુષ્પાદિકા અને બીજા જે તેવા પ્રકારના હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. જેમકે-સંમૂઠ્ઠિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્ણિમ છે તે બધા ય નપુંસક છે અને જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે. જેમકેસ્ત્રી, પુરુષ અને નપુંસક, એવા પ્રકારના પ્રયતા અને અપયા એ ભુજપરિસપોના યોનિથી ઉત્પન્ન થયેલાં નવ લાખ ક્રોડ જાતિકુલો હોય છે. એમ કહ્યું છે. એ પ્રમાણે પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. [163-165 ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે? ચાર પ્રકારના છે. ચર્મપક્ષી, લોમપક્ષી, સમુદ્રકપક્ષી અને વિતતપક્ષી, ચર્મપક્ષી કેટલા પ્રકારના છે? ચર્મપક્ષી અનેક પ્રકારના છે. વાગુલી, જલોયા, અડિલ્લા, ભારંડપક્ષી, જીવંજીવ, સમુદ્રવાયસ, પક્ષીવિરાલિકા, અને બીજા જે તેવા પ્રકારના હોય છે. લોમપક્ષી કેટલા પ્રકારના છે? લોમપક્ષી અનેક પ્રકારના કહ્યા છે. -ઢંક, કંક, કુરલ, વાયસ, ચક્રવાક, હંસ, કલહંસ, રાજહંસ, પાયહંસ, આડ, સેડી, બક-બગલા, બલાકા, પારિપ્લવ, કૌર, સારસ, મેસર, મસૂર, મયૂર, સપ્તહસ્ત. ગહર, પુંડરીક, કાક, કામિજુય, વંજુલગ, તેતર, -બતક, લાવક, -હોલા, કંપિજલ, પારેવા, ચટક, ચાસ, કુકડા, શુક્ર-મોર, મદનશલાકા, કોકિલ સેહ, વરિલ્લગ-ઇત્યાદિ સમુદ્રક પક્ષી કેટલા પ્રકારના છે ? સમુદૂગક પક્ષી એક પ્રકારના કહ્યા છે. તેઓ અહીં અઢી દ્વીપમાં નથી, બહારના દ્વીપ-સમુદ્રોમાં હોય છે. વિતતપક્ષી કેટલા પ્રકારના છે? વિતતપક્ષી એક પ્રકારના કહ્યા છે. તેઓ અહીં નથી, પણ બહારના દ્વિીપ-સમુદ્રોમાં હોય છે. ખેચર સંક્ષેપથી બે પ્રકારના છે. -સંમૂર્ણિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્ણિમ છે તે સઘળા નપુંસક છે. તેમાં જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના છે.-સ્ત્રી, પુરુષ અને નપુંસક. એ પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના યોનિથી ઉત્પન્ન થયેલાં બાર લાખ ક્રોડ જાતિકુલો હોય છે.-એમ કહ્યું છે. “સાત, આઠ, નવ, સાડાબાર, દસ, દસ, નવ અને બાર લાખ કોડ જાતિકુલો અનુક્રમે જાણવા.”એમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. [16] મનુષ્યો કેટલા પ્રકારના કહ્યા છે? મનુષ્યો બે પ્રકારના કહ્યા છે. જેમકે સંમૂર્શિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યો. સંમૂઠ્ઠિમ મનુષ્યો કેટલા પ્રકારના છે ? હે ભગવન્! સંમૂઠ્ઠિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! પીસતાળીસ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં અઢીદ્વિીપ અને સમુદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મભૂમિના તથા છપ્પન અંતરદ્વીપમાં ગર્ભજ મનુષ્યના ઉચ્ચાર-વિઝામાં, મૂત્રમાં, કફમાંક-નાસિકાના મેલમાં, વમેલામાં, પિત્તમાં, પરુમાં, લોહીમાં, શુક્ર વીર્યમાં, શુક્રપુગલના-પરિત્યાગમાં, જીવરહિત કલેવરમાં, સ્ત્રી-પુરુષના સંયોગમાં,નગરની ખાળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org