________________ પન્નવસા-૧-૧૧ કેટલા પ્રકારના કહ્યા છે? બે ખરીવાળા અનેક પ્રકારના કહ્યા છે. ઉંટ, ગાય, ગવય, રોઝ, સંવર, વરાહ, બકરા, ઘેટાં, જીરુ, શરભ, ચમાર, કુરંગ અને ગોકર્ણાદિ. તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય તે. ગંડીપદો કેટલા પ્રકારના કહ્યા છે ? ગંડીપદો અનેક પ્રકારના કહ્યા છે. હસ્તી, હસ્તી, હસ્તીપૂયણગ, મંકુણહસ્તી, ખગી-ગેંડા, અને બીજા જે તેવા પ્રકારના હોય તે. સનખપદ- કેટલા પ્રકારના કહ્યા છે ? અનેક પ્રકારના કહ્યા છે. સિંહ, વ્યાધિ,દ્વીપડા, રીંછ,-તરક્ષ,પરસ્પર, શિયાળ,બીલાડા, કુતરા,કૌલશુનક લોંકડી, સસલા,ચિતરા, ચિલ્લલગા, અને તે સિવાય બીજા જે તેવા પ્રકારના હોય છે. એમ નખસહિત પગવાળા કહ્યા. તે સ્થલચર સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે-સંમૂર્છાિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્ણિમ છે તે બધા ય નપુંસક છે. તેમાં જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે. જેમકે સ્ત્રી, પુરૂષ અને નપુંસક. એ પ્રકારે એ પર્યાપ્તા અને અપ યષ્ઠિા સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના દસ લાખ કોડ જાતિકુલો યોનિથી ઉત્પન્ન થયેલાં હોય છેએમ કહ્યું છે. એમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. [12] પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? બે પ્રકારના કહ્યા છે. -ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો અને ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો. ઉપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના કહ્યા છે ? ચાર પ્રકારના કહ્યા છે. અહિ, અજગર,આસાલિકા, મહોરગ.અહિ કેટલા પ્રકારના છે ? અહિ બે પ્રકારના છે. ફણાવાળા સાપ, અને ફણારહિત સાપ. દેવકર અહિ કેટલા પ્રકારના છે? દર્પીકર અહિ અનેક પ્રકારના છે.-આશીવિષ, ર્દષ્ટિવિય, ઉગ્રવિષ, ત્વચાવિષ લાલવિષ, ઉષ્ણુવાસવિષ, નિઃશ્વાસવિષ, કૃષ્ણસર્પ, કાકોદર, દગ્ધપુષ્પ, કોલાહ, મેલિમિંદ, શેષેન્દ્ર અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય તેમુકુલી-ફણારહિત અહિ કેટલા પ્રકારના છે ? મુકુલી અનેક પ્રકારના છે. દિવ્વાગ, ગોણસ, મસા હોય, વઈઉલ, ચિત્તલી, મંડલી, માલી, અહી, અહિસલાગ, વાસપતાકા, અને તે સિવાય ના બીજા જે તેવા પ્રકારના હોય તે. અજગરો કેટલા પ્રકારના છે? અજગર એક પ્રકારે કહેલ છે. આસાલિકા કેટલા પ્રકારે છે ? હે ભગવન્! આસા લિકા ક્યાં સંમૂઈિમરુપે ઉત્પન્ન થાય છે. ગૌતમ ! મનુષ્યક્ષેત્રને વિષે અઢી. દ્વીપમાં, પ્રતિબંધ ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં, અને વ્યાઘાતને આશ્રયી પાંચ મહા વિદેહમાં, ચક્ર- વર્તિની છાવણીમાં, વાસુદેવની છાવણીમાં, બલદેવની છાવણીમાં, માંડ લિકની છાવણીમાં મહામાંડલિકની છાવણીમાં ગ્રામ, નગર, નિગમ, ખેડ, કર્બટ, મંડબ, દ્રોણમુખ, પટ્ટન, આકાર, આશ્રમ, સંબધ અને રાજધાનીના સ્થળોમાં, તેઓનો વિનાશ થવાનો હોય ત્યારે અહીં આસાલિકા સંમૂચ્છિમયે ઉત્પન્ન થાય છે. તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ શરીરની અવ ગાહના વડે અને તેને યોગ્ય વિસ્તાર અને જાડાઈ વડે ભૂમિને વિદારીને ઉત્પન્ન થાય છે. તે આસાલિકા અસંશી અને મિથ્યાદષ્ટિ અન્તર્મુહૂર્ત આયુષ પૂરું કરી મરણ પામે છે. મહોરગો કેટલા પ્રકારના છે ? મહોરગો અનેક પ્રકારના કહ્યા છે.-કેટલા એક અંગુલનું પ્રમાણ, અંગુલપૃથર્વ પ્રમાણ,-વૈત, વેંતપૃથર્વ-હસ્ત, રસ્નિગ્રંથ ત્ત્વ, કુક્ષિકુક્ષિ પૃથક્વ, ધનુષ, ધનુશપૃથક્વ,ગાઉ, ગાઉપૃથક્વ, સો યોજન, સો યોજનપથર્વ અને હજાર યોજન પ્રમાણ હોય છે. તે સ્થળમાં ઉત્પન્ન થાય છે. જળમાં પણ ફરે છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org