________________ પદ-૩૬ થોડા જીવો અકષાયસમુદ્યાતવાળા છે, તેથી માનસમુદ્યાતવાળા અનન્તગુણા છે, તેથી ક્રોધસમુદ્યાતવાળા વિશેષાધિક છે, તેથી માયામુદ્દઘાતવાળા વિશેષાધિક છે, તેથી લોભસમુદ્યાતવાળા વિશેષાધિક છે, તેથી સમુદ્યાત રહિત સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ ક્રોધસમુદ્યાતવાળા, માનસમુદ્યાતવાળા, માયામુદ્દઘાતવાળા, લોભસમુદ્યાતવાળા અને સમુદ્યાત રહિત નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા નરયિકો લોભસમુદ્યાતવાળા છે, તેથી માયા સમુદુઘાતવાળા સંખ્યાતગુણ છે, તેથી માનસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, તેથી ક્રોધસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, અને તેથી સમુદ્યાત રહિત સંખ્યાતગુણા છે. અસુરકુમારો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! સૌથી થોડા અસુરકુમારો ક્રોધસમુદ્ ઘાત વાળા છે, તેથી માનસમુદુઘાતવાળા સંખ્યાતગુણા છે, તેથી માયામુદ્દઘાતવાળા સંખ્યાતગુણા છે, તેથી લોભસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે અને તેથી સમુદ્ર ઘાતરહિત સંખ્યાતગુણા છે. એમ સર્વ દેવો યાવતું વૈમાનિકો જાણવા. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! સૌથી થોડા પૃથિવીકાયિકો માનસમુદ્યાતવાળા છે, તેથી ક્રોધસમુદ્યાતવળા વિશેષાધિક છે, તેથી માયાસમુદુઘાતવાળા વિશેષાધિક છે, તેથી લોભસમુદ્યાતવાળા વિશેષાધિક છે, અને તેથી સમુદૂઘાતરહિત સંખ્યાતગુણા છે, એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચો જાણવા. મનુષ્યો જીવોની જેમ જાણવા. પરન્તુ માન સમુદ્યાતવાળા અસંખ્યાતગુણ કહેવા. દિ૧૧] હે ભગવન્! કેટલા છાઘસ્ટિક સમુદ્યાતો કહ્યા છે ? હે ગૌતમ ! છ. વેદના, કષાય, માણાન્તિક, વૈક્રિય, તેજસ અને આહારકસમુદ્યાત. હે ભગવન્! નૈરયિકોને કેટલા છાસ્ટિક સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ ચાર. વેદના, કષાય, માર સાત્તિક અને વૈક્રિયસમુદુધાત. અસુરકુમાર સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પાંચ છા...સ્થિક સમુધ્ધાતો કહ્યા છે. વેદના, કષાય, મારણાન્તિક, વૈક્રિય અને તૈજસસમુદ્ર- ઘાત. એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને ત્રણ છાઘસ્થિક સમુદ્યાતો કહ્યા છે. વેદના, કષાય અને મારાન્તિક સમુદ્યાત. પરન્તુ વાયુકાયિકોને ચાર સમુદ્રઘાતો કહ્યા છે. વેદના, ક્ષાય, મારણાત્તિક અને વૈક્રિય સમુદ્યાત. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓને પાંચ છાઘસ્થિક સમુદ્યાતો કહ્યા છે. વેદના, કષાય, મારણાન્તિક, વૈક્રિય. તૈજસસમુદ્દાત. મનુષ્યોને કેટલા છાઘસ્ટિક સમુદ્રઘાતો છે? હે ગૌતમ ! છે. વેદના, કષાય, મારણાન્તિક, વૈક્રિય, તૈજસ, અને આહારક સમુઘાત. [12] હે ભગવન! વેદના સમુદ્દાત વડે સમાવહત-જીવ વેદના સમુદ્રઘાત કરીને જે પુગલોને બહાર કાઢે છે, તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર આપૂર્ણ-હોય? કેટલું ક્ષેત્ર સૃષ્ટ-હોય? હે ગૌતમ ! અવશ્ય છ દિશામાં વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર ક્ષેત્ર છે, એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. હે ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળે. વ્યાપ્ત હોય ? કેટલા કાળે સ્પર્શેલું હોય ? હે ગૌતમ ! એક સમયની, બે સમયની કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય તેટલું ક્ષેત્ર એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. હે ભગવન્! તે પુદ્ગલો કેટલા કાળે બહાર કાઢે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્તે બહાર કાઢે. હે ભગવનું ! બહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org