________________ પદ-૭૨ 399 અસંયત પણ છે, સંયતાસંયત પણ છે, પણ નોસંયત-નોઅસંયત નથી. વ્યખ્તર, જ્યોતિષિક અને વૈમાનિકો નૈરયિકોની જેમ જાણવા. સિદ્ધો સંબજો પ્રશ્ન. હે ગૌતમ ! સિદ્ધો સંયત નથી, અસંયત નથી, સંયતાસંમત નથી, પણ નોસંયતનો અસંયત નોસંયતાસંયત છે. જીવો તેમજ મનુષ્યો સંયત, અસંયત અને મિશ્ર-સંતસંત હોય છે. તિર્યંચો સંતારહિત છે અને બાકીના જીવો અસંયત છે. પદ-૩૨નીમુનિદીપરત્તસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૩૩ અવધિપદ) પિ૭૯] અવધિજ્ઞાનના ભેદ, વિષય, સંસ્થાન. અભ્યત્તરાવધિ, બાહ્યાવધિ. દેશાવધિ, ક્ષય-હાયમાન અવધિ, વૃદ્ધિ-વર્ધમાન અવધિ, પ્રતિપાતિ અને અપ્રતિપાતી એ તેત્રીશમા પદમાં દશ દ્વારો છે. પિ૮૦] હે ભગવન્! કેટલા પ્રકારે અવધિજ્ઞાન કહ્યું છે. હે ગૌતમ ! બે પ્રકારે. ભવપ્રત્યયિક અને ક્ષાયોપથમિક. એને ભવપ્રત્યયિક અવધિ છે. દેવો અને નારકોને. અને બેને ક્ષાયોપથમિક અવધિ છે. મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચોને પિ૮૧] હે ભગવન્! નૈરયિકો કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાન વડે જશે અને દેખે? હે ગૌતમ! જઘન્યથી અરધો ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ પ્રમાણ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. ભગવન્! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો અવધિજ્ઞાન વડે કેટલું ક્ષેત્ર જાણે અને દેખે? હે ગૌતમ ! જઘન્ય સાડા ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ પ્રમાણ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. શર્કરામભાના નૈરયિકો જઘન્ય ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. વાલુકાપ્રભાના નૈરયિકો જઘન્ય અઢી ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. પંપ્રભાપૃથિવીના નૈરયિકો જઘન્ય હે ગાઉ અને ઉતકષ્ટ અઢી ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. ધૂમપ્રભા પૃથિવીના નરયિકો જઘન્ય દોઢ ગાઉ અને ઉત્કૃષ્ટ બે ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. તમ.પ્રભાકૃથિવીના નૈરયિકો જઘન્ય ગાઉ અને ઉત્કૃષ્ટ દોઢ ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે. નીચેની સાતમી નરકમૃથિવી સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અર્ધ ગાઉ અને ઉત્કૃષ્ટ એક ગાઉ અવધિજ્ઞાનવડે જાણે છે અને દેખે છે. હે ભગવન્! અસુરકુમારો અવધિજ્ઞાનવડે કેટલું ક્ષેત્ર જાણે અને દેખે ? હે ગૌતમ ! જઘન્ય પચીશ યોજન, અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. નાગકુમારો જઘન્ય પચીશ યોજન અને ઉત્કૃષ્ટ સંખ્યાતા દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાનવડે જાણે અને દેખે ? હે ગૌતમ ! જઘન્ય આંગળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો જાણે છે અને દેખે છે. હે ભગવન્! મનુષ્યો અવધિજ્ઞાન વડે કેટલું ક્ષેત્ર જાણે અને દેખે? હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અલોકમાં લોકપ્રમાણમાત્ર અસંખ્યાતા ખંડોને અવધિ વડે જાણે છે અને દેખે છે. વ્યસ્તરો નાગકુમારની પેઠે જાણવા. હે ભગવન્! જ્યોતિષિકો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાનવડે જાણે અને દેખે? હે ગૌતમ! જઘન્ય સંખ્યાતા દ્વીપ-સમુદ્રો અને ઉત્કૃષ્ટ પણ સંખ્યાતા દ્વીપ-સમુદ્રોને જાણે અને દેખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org