________________ 39 પન્નવણા - ર૯-૫૭ર પયોગ, અચક્ષુદર્શન, અવધિદર્શન. એ પ્રમાણે સ્વનિતકુમારી સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! બે પ્રકારનો ઉપયોગ કહ્યો છે. સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. પૃથિવીકાયિકો સંબજો પ્રશ્ન. હે ગૌતમ ! બે પ્રકારનો છે. મતિઅજ્ઞાન, અને શ્રત અજ્ઞાન.પૃથિવીકાયિકોને અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! એક અચક્ષુદર્શન રૂપે અનાકાર ઉપયોગ કહ્યો છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! બે પ્રકારનો ઉપયોગ કહ્યો છે. સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. હે ભગવનું ! બેન્દ્રિયોને સાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો. આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન. બેઇન્દ્રિયોને અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! એક અચક્ષુદર્શનરૂપે અનાકાર ઉપયોગ છે. એ પ્રમાણે તેઈન્દ્રિયોને જાણવું. ચઉરિન્દ્રિયોને એમજ જાણવું. પરન્તુ તેને અનાકાર ઉપયોગ બે પ્રકારનો કહ્યો છે. ચક્ષુદર્શન અનાકારોપયોગ અને અચક્ષુદર્શન અનાકારોપયોગ. પંચેન્દ્રિય તિર્યંચોને નૈરયિકોની પેઠે કહેવું. મનુષ્યોને જેમ સામાન્ય ઉપયોગ સંબધે કહ્યું છે તેમજ કહેવું. હે ભગવન! વ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોને કેટલા પ્રકારના ઉપયોગ હોય ? નરયિ કોની જેમ જાણવું. હે ભગવન્! જીવો શું સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગ વાળા છે? હે ગૌતમ! બંને છે. જે હેતુથી જીવો આભિનિબૌધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ જ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાનના ઉપ યોગવાળા હોય છે તે હેતુથી જીવો સાકાર ઉપયોગવાળા છે. જે હેતુથી જીવો ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી જીવો અનાકાર ઉપયોગવાળા છે. હે ભગવન્! નરયિકો સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગવાળા છે ? હે ગૌતમ ! બને છે. જે હેતુથી નૈરયિકો આભિનિબોધિ- કજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિસંગજ્ઞાનના ઉપયોગ વાળા હોય છે તે હેતુથી નૈરયિકો સાકાર ઉપયોગવાળા હોય છે. જે હેતુથી નૈરયિકો ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી નૈરયિકો અનાકાર ઉપયોગવાળા હોય છે, એ પ્રમાણે નિતકુમારો સુધી જાણવું. પૃથિવીકા-યિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેમજ કહેવું. યાવતું જે હેતુથી પૃથિવીકાયિકો મતિ- અજ્ઞાન અને શ્રતઅજ્ઞાનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી પૃથિવીકાવિકો સાકાર ઉપયોગવાળા છે. જે હેતુથી પૃથિવીકાયિકો અચકુંદનના ઉપયોગવાળા છે તે હેતુથી પૃથિવીકાયિકો અનાકાર ઉપયોગવાળા છે, એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. હે ભગવન્! બેઈન્દ્રિયોના તેમજ પૃચ્છા કરવી. હે ગૌતમ ! યાવતુ જે હેતુથી બેઈન્દ્રિયો આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનના ઉપયોગવાળા છે તે હેતુથી બેઇન્દ્રિયો સાકૉર ઉપયોગવાળા છે. જે હેતુથી બેઈન્દ્રિયો અચદર્શનના ઉપ- યોગ વાળા છે તે હેતુથી અનાકાર ઉપયોગવાળા છે. તે માટે હે ગૌતમ ! હું એમ કહું છું. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જણવું. પરન્તુ ચઉરિન્દ્રિયોને ચક્ષુદર્શને અધિક કહેવું. પંચેન્દ્રિય તિર્યંચો નૈરયિકોની પેઠે અને મનુષ્યો જીવોની પેઠે સમજવા. વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકો નૈરયિકોની જેમ જીણવા. I પદ-૨૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org