________________ 390 પનવાલા - ૨૮/૧પપપ ભવિષ્ય કાળે આશ્વરરૂપે કરે છે અને કેટલા ભાગનો આસ્વાદ લે છે-એ પ્રમાણે જેમ નૈરયિકોને કહ્યું તેમ કહેવું. હે ભગવન્! બેઈન્દ્રિય જીવો જે પુદ્ગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે શું તે બધાનો આહાર કરે છે કે બધાનો આહાર કરતો નથી? હે ગૌતમ! બેઈન્દ્રિ થોને બે પ્રકારનો આહાર રૂપે કહ્યો છે-લોમાહાર અને પ્રક્ષેપાહાર. તેમાં જે પુગલોને લોમાહારપણે ગ્રહણ કરે છે તે બધાનો સમગ્રપણે આહાર કરે છે. અને જે પુદ્ગલોને પ્રક્ષેપાહારપણે ગ્રહણ કરે છે તેઓના અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનેક હજાર ભાગો સ્પર્શ કર્યા સિવાય કે સ્વાદ લીધા સિવાય નાશ પામે છે. હે ભગવન્! સ્વાદ લીધા સિવાયના અને સ્પર્શ કર્યા સિવાયના પગલોમાં ક્યા પુદ્ગલો કોનાથી અલ્પ બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પગલો સ્વાદ લીધા સિવાયના છે, તેથી સ્પર્શ કર્યા સિવાયના પુદ્ગલો અનન્તગુણા છે. હે ભગવન્! બેઈન્દ્રિયો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? હે ગૌતમ! તેઓને જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના વિવિધપણે વારંવાર પરિણમે છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ તેઓ અનેક હજાર ભોગો સુધ્ધાં સિવાય, સ્વાદ લીધા સિવાય કે સ્પર્શ કર્યા સિવાય નાશ પામે છે. હે ભગવન્! સંધ્યા સિવાયના, સ્વાદ લીધા સિવાયના કે સ્પર્શ કર્યા સિવાયના એ પુદ્ગલોમાં ક્યા પુદ્ગલો કોનાથી અલ્પ છે? હે ગૌતમ ! સૌથી થોડા પુદ્ગૈલો સુધ્ધાં સિવાયના છે. તેથી સ્વાદ લીધા સિવાયના પુદ્ગલો અનન્તગુણા છે, તેથી સ્પર્શ કર્યા સિવાયના પુદ્ગલો અનન્તગુણા છે. ' હે ભગવન્! તેઈન્દ્રિયો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેઓને કેવા રૂપે પરિણમે છે ? હે ગૌતમ ! તે પગલો ધ્રાણેન્દ્રિય, જિહુર્વેદ્રિય અને સ્પર્શને દ્રિયના વિવિધ રૂપે વારંવાર પરિણમે છે. ચઉન્દ્રિયોને ચક્ષુઈન્દ્રિયોને ચક્ષુ ઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિહુવેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયની વિમાત્રાવિવિધ રૂપે તે પુદ્ગલો વારંવાર પરિણમે છે. બાકી બધું તેઈદ્રિયોની પેઠે જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો તે ઇન્દ્રિયોની પેઠે સમજવા. પરન્તુ તેમાં જે આભોગનિર્વતિત-ઈચ્છાપૂર્વક આહાર કરે છે તે સંબધે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બે દિવસે કેઓને આહારની ઈચ્છા થાય છે. પંચેન્દ્રિય તિર્યંચો જે પગલો આહારપણે ગ્રહણ કરે છે તે પ્રદૂગલો તેને કેવા રૂપે પરિણમે છે ? હે ગૌતમ ! શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, બિન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિવિધ રૂપે વારંવાર પરિણમે છે. મનુષ્યો પણ એમ જ સમજવા. પરન્તુ આભોગનિવર્તિત આહાર સંબધે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ દિવસ આહરની ઈચ્છા થાય છે. વ્યન્તરો નાગકુમારની પેઠે જાણવા, એમ જ્યોતિષિક દેવો પણ જાણવા. પણ આભોગનિવર્તિત આહાર સંબધે જઘન્યથી દિવસપૃથક્વે-અને ઉત્કૃષ્ટથી પણ દિવસપૃથક્વે આહારની ઈચ્છા થાય છે. એ પ્રમાણે વૈમાનિકો પણ જાણવા. પરન્તુ આભોગનિવર્તિત આહાર સંબધે જઘન્યથી દિવસ પૃથક્વે અને ઉત્કૃષ્ટથી તેત્રીશ હજાર વરસે આહાર ની ઈચ્છા થાય છે. બાકી બધું અસુરકુમારોની પેઠે ચાવતું –એઓને વારંવાર પરિણમે છે ત્યાં સુધી જાણવું. સૌધર્મ દેવલોકમાં આભોગનિવર્તિત આહાર સંબધે જઘન્યથી દિવસ પૃથક્વે અને ઉત્કૃષ્ટ બે હજાર વરસે આહારાભિલાષ થાય છે. ઈશાન દેવલોક સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી સંબધે જઘન્યથી દિવસપૃથક્વે અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org