________________ પદ-૨૮, ઉદેસા-૧ 389 હોય. એ પ્રમાણે જેમ નૈરયિકોને કહ્યું તેમ અસરકુમારોને પણ કહેવું. તેમાં જે આભોગનિવર્તિત-છે તે સંબંધે તેઓને જઘન્યથી ચતુર્થ ભક્ત-ઉત્કૃષ્ટ કિંઇક અધિક એક હજાર વરસે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. સામાન્ય કારણને આશ્રયી વર્ણથી હારિદ્ર અને શુક્લ, ગંધથી સુગંધી, રસથી ખાટા અને મધુર રસવાળા અને સ્પર્શથી મૃદુ, લઘુ,નિષ્પ અને ઉષ્ણ પુદ્ગલો તથા તેઓના પૂર્વના વર્ણગુણનો વિપરિણામ કરી, વિધ્વંસ કરી થાવતુ સ્પશેન્દ્રિયપણે વાવતું મનોહરપણે ઈચ્છનીયપણે અભિલષિતપણે ઊર્ધ્વપણેલઘુપણે પણ ભારેપણે નહિ, સુખરૂપે પણ દુખરૂપે નહિ એવો તેઓને વારંવાર પરિણામ થાય છે. બાકી બધું નૈરયિકોની પેઠે સમજવું. એ પ્રમાણે યાવતું સ્તનતકુમારોને જાણવું. પરન્તુ ઈચ્છાપૂર્વક આહાર સંબંધે ઉત્કૃષ્ટ દિવસપૃથક્વે-આહારની ઈચ્છા ઉત્પન્ન થાય. પિપ૪] હે ભગવન્! પૃથિવીકાયિકો આહારની ઈચ્છાવાળા હોય? હા, આહાર ની ઇચ્છાવાળા હોય. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા કાળે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેને પ્રતિસમય નિરંતર આહારની ઇચ્છા હોય છે. હે ભગવન! પૃથિવીકાયિકો શેનો આહાર કરે છે ? એ પ્રમાણે જેમ નૈરયિકોને કહ્યું તેમ કહેવું. યાવતું કેટલી દિશાથી આવેલાં પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે ? હે ગૌતમ ! વ્યાઘાત-છ દિશાથી આવેલાં અને વ્યાઘાતને આશ્રયી કદાચ ત્રણ દિશાથી આવેલાં, કદાચ ચાર દિશાથી આવેલાં અને કદાચ પાંચ દિશાથી આવેલાં પુદ્ગલો દ્રવ્યોનો આહાર કરે છે. પરંતુ અહીં સામાન્ય કારણ કહેવાનું નથી. વર્ણની અપેક્ષાએ કાળાં, લીલાં, લાલ, પીળાં અને શુક્લ વર્ણવાળાં, ગધની અપેક્ષાએ સુગન્ધી અને દુર્ગન્ધી, રસની અપેક્ષા- એ તાનાં, કડવી, તૂરા, ખાટા અને મધુર રસવાળાં અને સ્પર્શની અપેક્ષાએ કર્કશ, વૃદુ, ગુરુ, લઘુ, શીત,ઉનિગ્ધ અને રુક્ષ સ્પર્શવાળાં પુદ્ગલો તેઓના પૂર્વના વર્ણગુણોને વિપરિણ માવી-ઇત્યાદિ બધું નૈરયિકોને કહ્યું તેમ કહેવું. યાવતુ કદાચિત નિઃશ્વાસ લે છે. હે ભગવન્! પૃથિવીકાયિકો જે પુગલોને આહારપણે ગ્રહણ કરે છે તે મુદ્દગલોનો કેટલામો ભાગ ભવિષ્ય કાળે આહાર કરે છે-આહારના પરિણામને યોગ્ય કરે છે અને કેટલા ભાગનો આસ્વાદ લે છે ? હે ગૌતમ ! અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનન્તમા ભાગનો આસ્વાદ લે છે. હે ભગવનું ! પૃથિવી કાયિકો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે છે શું તે બધાનો આહાર કરે છે-આહારના પરિણામને યોગ્ય કરે છે કે બધાનો આહાર કરતો નથી? જેમ નૈરયિકો સંબધે કહ્યું તેમ કહેવું. હે ભગવન્! જે પુલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? હે ગૌતમ સ્પર્શેન્દ્રિયના વિવિધ પ્રકારે વારંવાર પરિણમે છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. પિપપ હે ભગવન! બેઈન્દ્રિયો આહારની ઈચ્છાવાળા હોય ? હા, હોય. હે ભગવન્! બેઈન્દ્રિયોને આહારનો અભિલાષ કેટલા કાળે થાય? હે ગૌતમ ! નૈરયિકોની પેઠે જાણવું. પરન્તુ તેમાં જે આભોગનિવર્તિત કરે છે તે સંબંધે અસંખ્યાત સંમય પ્રમાણ અન્તર્મુહૂર્ત ગયે વિવિધ રૂપે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. બાકી બધું પૃથિવીકાયિકોને કહ્યું તેમ યાવતુ કદાચિત નિઃશ્વાસ લે છે ત્યાં સુધી કહેવું. પરન્તુ એટલી વિશેષતા છે કે તેઓ અવશ્ય છ દિશાથી આવેલા યુગલોનો આહાર કરે છે. હે ભગવનું ! બેઈન્દ્રિય જીવો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્ગલોના કેટલા ભાગનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org