________________ પ-૨૭, 387 વાવત્ અંતરાય. હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ વેદતો જીવ કેટલી કર્મપ્રવૃતિઓ વેદે ?. હે ગૌતમ ! સાત કર્મપ્રકૃતિઓ વેદે કે આઠ કર્મપ્રકૃતિઓ વેદ. એમ મનુષ્ય સંબધે પણ કહેવું. બાકીના બધા એકવચન અને બહુવચન વડે અવશ્ય આઠ પ્રકૃતિઓ વેદે છે. એ પ્રમાણે વાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદતા કેટલી કર્મપ્રકૃતિઓ વેદે ? હે ગૌતમ ! બધા ય જીવો આઠ કર્મના વેદનારા હોય. અથવા આઠ કર્મના વેદનારા અને એક સાત કર્મનો વેદનાર હોય. અથવા આઠ કર્મના વેદનારા અને સાત કર્મના વેદનારા હોય. એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. દર્શનાવરણીય અને અંતરાય સબળે એમ જ કહેવું. વેદનીય, આયુષ, નામ અને ગોત્ર કર્મનો વેદતો કેટલી કમપ્રકૃતિઓ વેકે? હે ગૌતમ! જેમ બંધકવેદનને વેદનીય કર્મ સંબંધે કહ્યું છે તેમ કહેવું. હે ભગવન્! મોહનીય કર્મ વેદતો જીવ કેટલી કમપ્રકૃતિઓ વેદે ? હે ગૌતમ! આઠ કર્મપ્રકતિઓ વેદે. એ પ્રમાણે નૈરયિકથી આરંભી વૈમાનિકો સુધી જાણવું. એમ બહુ વચનની અપેક્ષાએ પણ સમજવું. | પદ-૨૭નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (પદ-૨૮આહારપદ) ઉદ્દેશો- 1 - પિપલ્પપ૧સચિત્તાહારી, આહારાર્થી, કેટલા કાળે આહાર કરે ? શેનો આહાર કરે ? સર્વત આહાર કરે? કેટલામો ભાગ આહાર કરે? સર્વ પુદ્ગલોનો આહાર કરે? કેવા રૂપે પરિણામ થાય? એકેન્દ્રિય શરીરાદિનો આહાર કરે? લોમાહાર અને મનોભક્ષી-એ પદોની વ્યાખ્યા કરવાની છે. Fપપ૨] હે ભગવન્! નૈરયિકો સચિત્તાહારી, અચિત્તાહારી કે મિશ્રાહારી હોય? હે ગૌતમ ! નૈરયિકો સચિત્તાહારી નથી, મિશ્રાહારી નથી, પણ અચિત્તાહારી છે. એ પ્રમાણે અસુરકુમારથી આરંભી વૈમાનિકો સુધી જાણવું. ઔદારિક શરીરવાળા યાવતું. મનુષ્યો ત્રણે આહારી હોય છે. હે ભગવનું ! નૈરયિકો આહારાર્થી-આહારની ઈચ્છાવાળા હોય ? હા ગૌતમ ! હોય. હે ભગવન્! નૈરયિકોને કેટલા કાળે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! નૈરયિકોને બે પ્રકારનો આહાર કહ્યો છે. આભોગનિવર્તિત અને અનાભોગનિવર્તિત. તેમાં જે અનાભોગ નિવર્તિત આહાર છે તે તેઓના પ્રતિસમય નિરંતર હોય છે. અને જે ભોગનિવર્તિત આહાર છે તે સંબંધે અસંખ્યાત. સમયના અન્તર્મુહૂર્ત આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. હે ભગવન્! નૈરયિકો શેનો આહાર કરે છે? હે ગૌતમ! દ્રવ્યથી અનન્ત પ્રદેશવાળા, ક્ષેત્રની અસંખ્યાતા પ્રદેશોમાં રહેલા, કાળથી કોઈ પણ સ્થિતિવાળા અને ભાવથી વર્ણવાળા, ગધવાળા રસવાળા અને સ્પર્શવાળા પુદ્ગલસ્કન્ધોનો આહાર કરે છે. ભાવથી જે વર્ણવાળા પુગલોનો આહાર કરે છે તે શું એક વર્ણવાળા, યાવતુ પાંચવર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે ? હે ગૌતમ ! સ્થાનમાર્ગણા-આશ્રયી એકવર્ણવાળાં, થાવતુ પાંચવર્ણવાળાં પુલોનો આહાર કરે છે, અને વિશેષ માર્ગણાને આશ્રયી કાળાવર્ણવાળા યુગલોનો આહાર કરે છે, યાવતું શુક્લવર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે. વર્ણથી જે કાળાવવાળા પુદ્ગલોનો આહાર કરે છે તે શું એકગુણ કાળા વર્ણવાળા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org