________________ 384 ૫નવરા - 24-546 હોય. અને આઠ પ્રકૃતિના પણ બાંધનારા હોય. એમ વનસ્પતિકાયિકો સુધી જાણવું. વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચોને ત્રણ ભાંગ સમજવા, બધા ય સાત પ્રકૃતિ બાંધનારા, અથવા સાત બાંધનારા અને એક આઠ બાંધનારા, અથવા સાત પ્રકૃતિ બાંધનારા અને આઠ પ્રકૃતિઓ બાંધનારા હોય છે. હે ભગવન્! મનુષ્યો જ્ઞાનાવરણીયનો બંધ કરતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! બધા ય સાત પ્રકૃતિઓ બાંધનારા હોય. અથવા સાત કર્મપ્રકૃતિઓ બાંધનારા અને એક આઠ કર્મપ્રકૃતિઓ બાંધનારા હોય. અથવા સાત કર્મપ્રકૃતિ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા હોય, અથવા સાતકર્મ બાંધનારા અને એક છ કર્મ બાંધનારા હોય, અથવા સાત કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય, અથવા સાત કર્મ બાંધનારા એક આઠ કર્મ બાંધનારા અને એક છ કમી બાંધનાર હોય, અથવા સાત કર્મ બાંધનારા એક આઠ કર્મ બાંધનાર છે કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મબાંધનારા અને એક છ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. એ નવા ભાંગા થયા. બાકીના વ્યસ્તરથી આરંભી સુધીના દેવો નૈરયિકોની પેઠે સપ્તવિધાદિ બન્ધક કહ્યા છે તેમ કહેવા. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણના બન્ધ કરનારા જ્યાં કહ્યા છે, ત્યાં દર્શનાવરણનો પણ બન્ધ કરનારા જીવાદિ એકવચન અને બહુવચન વડે કહેવા. વેદનીય કર્મ બાંધતો જીવ કેટલી પ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! સાત કર્મનો બાંધનાર, આઠ કર્મનો બાંધનાર, છ કર્મનો બાંધનાર અને એક કર્મનો પણ બાંધનાર હોય. એમ મનુષ્ય સંબંધે પણ કહેવું. બાકીના નારકાદિ જીવો સાત કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા વૈમાનિક સુધી કહેવા. હે ભગવન્! વેદનીય કર્મ બાંધતા જીવો કેટલી કમપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! બધા ય જીવો સાત પ્રકૃતિ બાંધનારા, આઠ પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા અને એક જ પ્રકૃતિ બાંધનાર હોય, અથવા સાત કર્મ બાંધનાર આઠ કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. બાકીના નારકાદિ યાવતુ વૈમાનિકો જ્ઞાનાવરણ બાંધતાં જે પ્રકૃતિઓ બાંધે છે તે વડે કહેવા. પરન્તુ હે ભગવન્! મનુષ્યો વેદનીય કર્મ બાંધતાં કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! બધાય મનુષ્યો ? સાત કર્મપ્રકૃતિ બાંધનારા અને એક પ્રકૃતિ બાંધનારા હોય. અથવા સાત કર્મપ્રકૃતિ બાંધનારા, એક કર્મ બાંધનારા અને એક આઠ કર્મ બાંધનાર હોય અથવા સ્મત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા, એક કર્મ બાંધનારા અને એક છ કર્મ બાંધનારો હોય. અથવા સાત કર્મ બાંધનારા હોય, અથવા સાત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા એક આઠ કમ બાંધનારો અને એક છ કર્મ બાંધનારો હોય. અથવા સાત કર્મ બાંધનારા, એક કમ બાંધનારા એક આઠ કર્મ બાંધનારો અને છ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને એક છ કર્મ બાંધનારો હોય. અથવા સાત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને છ કમ બાંધનારા હોય. એ પ્રમાણે એ નવ ભાંગા કહેવા. મોહનીય કર્મનો બન્ધ કરતો જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! જીવ અને એકેન્દ્રિય સિવાય બાકીનાને ત્રણ ભાંગા જાણવા. જીવ અને એકેન્દ્રિયો સાત કમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org