________________ 382 પન્નવણા- 232543 વરણચતુષ્કની જ્ઞાનાવરણીયની પેઠે અને સાતાવરેનીયની સામાન્ય વેદનીય કર્મની સ્થિતિ કહી છે તેમ ઈપથિક બન્ધ અને સાંપરાયિક બની અપેક્ષાએ કહેવી. અસા તાવેદનીય કર્મની સ્થિતિ નિદ્રાપંચકની પેઠે અને સમૃત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઔધિક-સ્થિતિ કહી છે તેમ બાંધે છે. મિથ્યાત્વમોહનીયની જઘન્ય અન્તઃકોટાકોટી અને ઉત્કૃષ્ટ સિત્તેર કોટોકોટી સાગરોપમ પ્રમાણ તથા સાત હજાર વર્ષનો અબાધાકાળ જાણવો. બાર કષાયની સ્થિતિ જઘન્ય એ પ્રમાણે અન્તઃકોટાકોટી અને ઉત્કૃષ્ટ ચાળીશ કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. તેનો અબાધાકાળ ચાર હજાર વર્ષનો છે. સંજ્વલન, ક્રોધ, માન, માયા અને લોભનો બે માસ, માસ, અર્ધમાસ અને અન્તમુહૂર્ત એમ જઘન્ય સ્થિતિબન્ધ છે અને ઉત્કૃષ્ટ બાર કષાયની પેઠે છે. ચાર આયુષની જે ઓધિક સ્થિતિ કહેલી છે તે પ્રમાણે બાંધે છે. આહારક શરીર અને તીર્થંકરનામની જઘન્ય અત્ત. કોટાકોટી, સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ છે. પુરુષવેદની જઘન્ય આઠ વર્ષની અને ઉત્કૃષ્ટ દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ છે. યશકીર્તિનામ અને ઉચ્ચગોત્રની એ પ્રમાણે જાણવી. પરન્તુ જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત સંમજવી. અંતરાયની સ્થિતિ જ્ઞાનાવરણીય જેમ જાણવી. બાકી સર્વ સ્થાનોમાં સંઘયણ, સંસ્થાન વર્ણ અને ગંધની જઘન્ય અન્તઃકોટાકોટી સાગરોપમ અને ઉત્કૃષ્ટ જે સામાન્ય સ્થિતિ કહી છે તેને બાંધે છે. પરંતુ આ વિશેષતા છે કે અબાધા ન્યૂન કહેવાનો નથી. એમ સર્વ કર્મપ્રકૃતિઓની સ્થિતિ અનુક્રમે યાવતું અંતરાય કર્મ સુધી કેહવી. પિ૪૪] હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિ બાંધનાર કોણ છે? હે ગૌતમ ! કોઈ પણ ઉપશમક કે ક્ષપક સૂક્ષ્મસંપરાય છે. હે ગૌતમ! એ જ્ઞાનાવરણીય કર્મનો જધન્યસ્થિતિબન્ધક છે. તે સિવાય બીજો અજઘન્ય સ્થિતિનો બન્ધક છે. એ પ્રમાણે એ પાઠ વડે મોહનીય અને આયુષ સિવાય બાકીના બધા કર્મનો માટે કહેવું. હે ભગવન્! મોહનીય કર્મનો જઘન્યસ્થિતિબન્ધક કોણ છે? હે ગૌતમ! કોઈપણ ઉપશમક કે ક્ષપક બાદરસપરાય હોય છે. હે ગૌતમ ! એ મોહનીય કર્મનો જઘન્યસ્થિતિ બન્ધક છે. તે સિવાય બીજો અજઘન્યસ્થિતિબન્ધક છે. આયુષકર્મનો જઘન્યસ્થિતિબન્ધક કોણ છે ? હે ગૌતમ ! એસંક્ષેપ્યાદ્ધપ્રવિષ્ટ જેના આયુષબન્ધનો કાળ સંક્ષેપ કરી શકાય એમ નથી એવો જે જીવ છે, તેનું સર્વનિ રુદ્ધ સૌથી થોડું આયુષ કે જે સૌથી મોટા આયુષ બના કાળના એક ભાગ રૂપે છે, એવા તે આયુષબબ્ધ છેલ્લા કાળમાં વર્તત પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપે એવી સૌથી જઘન્ય સ્થિતિ બાંધે છે. હે ગૌતમ ! એ આયુષ કર્મનો જઘન્યચિતિબન્ધક છે. તે સિવાય બીજો અજઘન્યચિતિબન્ધક છે. પિ૪૫ હે ભગવન્! ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ શું નૈરયિક બાંધે તિર્યંચયોનિક બાંધે, તિર્યંચયોનિક સ્ત્રી બાંધે, મનુષ્ય બાંધે, મનુષ્યસ્ત્રી બાંધે, દેવ બાંધે કે દેવી બાંધે ? હે ગૌતમ ! તે બધા બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો નારક ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? હે ગૌતમ ! સંજ્ઞી પંચેન્દ્રિય સર્વ પયક્તિઓ વડે પર્યાપ્ત, સાકાર-જ્ઞાનાપયોગવાળો, જાગતો, શ્રતના ઉપયોગવાળો, મિથ્યાદષ્ટિ, કૃષ્ણલેશ્યાવાળો, ઉત્કૃષ્ટ સંક્ષિપરિણામવાળો કે કાંઈક મધ્યમ પરિણામ વાળો હોય, આવા પ્રકારનો નારક ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો તિર્યંચ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org