________________ પદ-૨૩, ઉદેસા-૨ 381 જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સો સાગરોપમના ત્રણ સમમાંશ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલી સ્થિતિ બાંધે. એ પ્રમાણે જે પ્રકૃતિની (એકેન્દ્રિયોને) સાગ રોપ મના જેટલા ભાગની સ્થિતિ કહી છે તે પ્રકૃતિની ઇન્દ્રિયોને) સોગુણ સાગરોપમાં સહિત સ્થિતિ કહેવી. તિર્યંચાયુષની જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બે માસ અધિક પૂર્વકોટી વરસની બાંધે છે. એ પ્રમાણે મનુષ્યાયુષની પણ સ્થિતિ જાણવી. બાકી. બધું બેઈન્દ્રિયોની પેઠે કહેવું. પરન્તુ મિથ્યાત્વવેદનીયની જધન્ય પલ્યોપમના અસંખ્યા તમા ભાગે ન્યૂન સો સાગરોપમની અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે છે. બાકી બધું બેઇન્દ્રિયોને કહ્યું તેમ અન્તરાય કર્મ સુધી કહેવું. હે ભગવન્! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ બાંધે ? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના ત્રણ સપ્તમાંશ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. એ પ્રમાણે જેમ બેઇન્દ્રિયો. સંબંધે પાઠ કહ્યો તે પ્રમાણે અસંજ્ઞી પંચેન્દ્રિયને કહેવો. પરન્તુ જે પ્રકૃતિની સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી છે તેને હારગુણા સાગરોપમ સહિત કહેવી. મિથ્યાત્વવેદનીય કર્મની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન હજાર સાગરોપમની અને ઉત્કૃષ્ટથી પૂરા તેટલાજ સાગરોપમની બાંધે છે. નૈરયિકાયુષની સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બાંધે છે. એમ તિર્યંચાયુષની પણ સ્થિતિ જાણવી.પરન્તુ તેની જઘન્યથી અન્તર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે. એ પ્રમાણે મનુષ્યા. યુષની પણ સમજવી. દેવાયુષની સ્થિતિ નારકાયુષની પેઠે જાણવી. હે ભગવનું ! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો નારકગતિનામ કર્મની કેટલી સ્થિતિ બાંધે છે ? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના બે સપ્તમશ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેજ સ્થિતિ બાંધે છે. એમ તિર્યંચગતિનામ સંબધે જાણવું. મનુષ્ય ગતિના સંબધે પણ એમ જ સમજવું. પરન્તુ જધન્યથી પલ્યોપમના અસંખ્યા- તમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના દોઢ સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ તેજ પૂરી સ્થિતિ બાંધે છે. એમ દેવગતિનામ સંબધે જાણવું. પરન્ત પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના એક સપ્તમોશ અને ઉત્કૃષ્ટ પૂરી તેજ સ્થિતિ બાંધે છે. વૈક્રિય શરીરનામ કર્મ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના બે સક્ષમાંશ અને ઉત્કૃષ્ટ તેજ પરિપૂર્ણ હજાર સાગરોપમના બે સપ્તમાંશ બાંધે છે. સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, આહારકશરીરનામ અને તિર્થ- કરનામ કર્મનો કાંઈપણ બન્ધ કરતા નથી. બાકી બધું બેઈન્દ્રિયોની જેમ જાણવું. પરન્તુ જે પ્રકૃતિની સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી છે તે પ્રકૃતિની હજારગુણા સાગરોપમ સહિત કહેવી. એમ સર્વ પ્રકૃતિઓની અનુક્રમે સ્થિતિ યાવતુ અંતરાય સુધી જાણવી. હે ભગવન્! સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ ! જધન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બાંધે. તેનો ત્રણ હજાર વર્ષનો અબાધાકાળ છે, હે ભગવનું ! સંજ્ઞી પંચેન્દ્રિયો પાંચ નિદ્રાની કેટલી સ્થિતિ બાંધે ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીશ કોટાકોટી સાગરોપમ પ્રમાણ બાંધે છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વરસનો છે. દર્શના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org