________________ પદ-૨૩, ઉદેસા-૨ 379 દુઃખરનામની બે સપ્તમાંશ, આયનામની એક સપ્તમાંશ, અનાદેય નામની બે સપ્તમાંશ યશકિર્તિનામની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોટાકોટી સાગરોપમની અને એક હાર અબાધાકાળ સમજવો. અયશકિતિનામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જેમ અપ્રશસ્તવિહાયોગતિનામની સ્થિતિ કહી તેમ કહેવી. એ પ્રમાણે નિમણ નામની પણ સ્થિતિ કહેવી. તીર્થકરના સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ અન્તઃકોટાકોટી સાગરોપમ અને ઉત્કૃષ્ટ પણ અન્તઃકોટાકોટી સાગરોપમ વણવી. એ પ્રમાણે જ્યાં એક સપ્તમ ભાગ હોય ત્યાં ઉત્કૃષ્ટથી દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ અને એક હજાર વરસનો અબાધાકાળ સમજવો. જ્યાં બે સપ્તમ હોય ત્યાં ઉત્કૃષ્ટથી વીશ કોટાકોટી સોગરોપમની સ્થિતિ અને બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. ઉચ્ચગોત્ર સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી આઠ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ કોટાકોટી સ્થિતિ થતા એક હજાર વરસનો અબાધાકાળ જાણવો. નીચે ગોત્રની સ્થિતિ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જેમ અપ્રશસ્તવિહાયોગતિ નામની સ્થિતિ કહી છે તેમા જાણવી. અંતરાય સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ તથા ત્રણ હજાર વરસનો અબાધાકાળ જાણવો અને અબાધાકાળ ન્યૂન કર્મની સ્થિતિ તે કર્મનો નિષેધ સમજવો, [542] હે ભગવન્! એકેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના ત્રણ સમમાંશ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ સાગરોપમના ત્રણ સપ્તમાંશ સ્થિતિ બાંધે. એ પ્રમાણે પાંચે નિદ્રા અને ચાર દર્શનાવરણની પણ સ્થિતિ જાણવી. હે ભગવનું ! એકેન્દ્રિયો સાતાવરેનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમનો દોઢ સક્ષમાંશ અને ઉત્કૃષ્ટ પરિપૂણ દોઢ સક્ષમાંશ સાગરોપમની સ્થિતિ બાંધે અસાતાવરેનીય જ્ઞાનાવરણીયની પેઠે જાણવી હેભગવનું ! એકેન્દ્રિયો સમ્પર્વ વેદનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક સાગરોપમ બાંધે. હે ભગવન્! એકેન્દ્રિય જીવો સમ્મિથ્યાત્વ વેદનીયની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! કંઈ પણ ન બાંધે. હે ભગવન્! એકેન્દ્રિયો બાર કષાયની કેટલી સ્થિતિ બાંધે ? હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગવડે ન્યૂન સાગરોપમના ચાર સપ્તમાંશ પ્રમાણ બાંધે અને ઉત્કૃષ્ટ પૂરા ચાર સપ્રમાશ સાગરોપમ બાંધે. એ પ્રમાણે સંવલન ક્રોધ યાવતુ સંજ્વલન લોભની પણ સ્થિતિ જાણવી. સ્ત્રીવેદની સ્થિતિ સાતાવરેનીયની પેઠે જાણવી. એકેન્દ્રિયો પુરુષવેદ કર્મની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન એક સપ્તમાંશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ સ્થિતિ બાંધે. એકેન્દ્રિયો નપુંસકવેદની સ્થિતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યા માં ભાગ વડે ન્યૂન બે સક્ષમાંશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. હાસ્ય અને રતિની સ્થિતિ પુરુષવેદના જેટલી બાંધે. અરતિ, ભય, શોક અને જુગુપ્સાની સ્થિતિ નપુંસક વિદેના જેટલી બાંધે. નૈરયિકાયુષ દેવાયુષ, નરકગતિનામ, વૈક્રિયયશરીરનામ, આહારકશરીરનામ, નરકાનુપૂર્વનામ, દેવાનુપૂર્વનામ અને તીર્થંકરનામ એ નવ પ્રકૃતિઓ બાંધતો નથી. તિયચાયુષની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org