________________ પદ-૨૨ 371 ગૌતમ ! આરંભિકી ક્રિયા હોય, યાવતુ અપ્રત્યાખ્યાન ક્રિયા પણ હોય પણ હોય. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા ન હોય. એમ યાવતું સ્વનિતકુમારને જાણવું. હે ભગવન્! મિથ્યાદર્શનલ્યની વિરતિવાળા પંચેન્દ્રિય તિર્યંચને એમજ પૃચ્છા કરવી. હે ગૌતમ ! આરંભિક ક્રિયા હોય. માયાપ્રત્યાયિકી ક્રિયા હોય. અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. મિથ્યાદર્શનપ્રત્યાયિકી ક્રિયા ન હોય. મનુષ્યને જીવને પેઠે જાણવું. વ્યન્તર જ્યોતિષિક અને વૈમાનિકને નૈરયિકની જેમ કહેવું. હે ભગવન્! એ આરંભિક ક્રિયા. યાવતું મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયાઓ હોય છે. તેથી અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે, તેથી પારિગ્રહી કી ક્રિયાઓ વિશેષાધિક છે, તેથી આરંભિક ક્રિયાઓ વિશેષાધિક છે અને તેથી માયાપ્રત્યયિકી ક્રિયાઓ વિશેષાધિક છે. પદ-૨૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૨૩-કર્મપ્રકૃતિ) -ઉસો-૧ - [પ૩૪ કેટલી કમપ્રકૃતિઓ છે? જીવ કેવી રીતે બાંધે છે? કેટલા સ્થાને બાંધે છે? કેટલી પ્રકૃતિઓ વેદે છે? ક્યાં કર્મનો કેટલા પ્રકારનો અનુભાવ છે? પ૩પ) હે ભગવન્! કેટલી કર્મપ્રકતિઓ કહી છે ? હે ગૌતમ ! આઠ. જ્ઞાના વરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ, નામ, ગોત્ર, અને અંતરાય. હે ભગવન્! મૈરયિકોને કેટલી કમપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ ! આઠ. એમ વૈમાનિકો સુધી કહેવું. [36] હે ભગવન્! જીવ કેવી રીતે આઠ કર્મપ્રવૃતિઓ બાંધે છે ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે, દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શનમોહનીય કર્મનો ઉદય થાય છે. દર્શનમોહનીય કર્મના ઉદયથી. મિથ્યાત્વનો ઉદય થાય છે અને મિથ્યાત્વના ઉદયથી હે ગૌતમ! એ પ્રમાણે ખરેખર જીવ આઠ પ્રકૃતિઓ બાંધે છે. હે ભગવન્! નૈરયિક આઠ કર્મપ્રકૃતિઓ કેમ બાંધે? હે ગૌતમ! એમજ જાણવું. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! જીવો આઠ કર્મપ્રવૃતિઓ કેમ બાંધે? એમજ બાંધે છે. એ પ્રમાણે યાવતું વૈમાનિકો સુધી જાણવું. પિ૩] હે ભગવન્! જીવ કેટલા સ્થાનોએ જ્ઞાનાવરણીય કર્મ બાંધે? હે ગૌતમ! બે સ્થાને બાંધે. રાગથી અને દ્વેષથી રાગ બે પ્રકારનો છે.માયા અને લોભ. દ્વેષ બે પ્રકારનો છે, ક્રોધ અને માન. જીવવીર્ય વડે યુક્ત એ ચાર સ્થાનકોએ એ પ્રમાણે જીવ ખરેખર જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. એમ નૈરયિક યાવતુ વૈમાનિક સંબંધે જાણવું. હે ભગવનું ! જીવો જ્ઞાનાવરણીય કર્મ કેટલા સ્થાનકોએ બાંધે ? હે ગૌતમ ! બે સ્થાનકોએ બાંધેઈત્યાદિ એમજ જાણવું. એ પ્રમાણે નરયિકો યાવત વૈમાનિકો જાણવા. એમ દર્શનવરણીય કર્મ યાવત્ અંતરાયકર્મ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે એકવચન અને બહુ વચતનના સોળ દડકો જાણવા. પ૩૮ હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદે? હે ગૌતમ ! કદાચ વેદે અને કદાચ ને વેદ. હે ભગવન્! નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ વેદે? હે ગૌતમ! અવશ્ય વેદે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પરન્તુ મનુષ્યને જીવનને પેઠે કહેવું. હે ભગવન્! જીવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org