________________ પદ-૨૨ હ૬૫ જે શૈલેશીને પ્રાપ્ત થયેલા નથી તેઓ કિયાસહિત છે, હે ભગવન્! શું એમ છે કે જીવો. પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે ? હા ગૌતમ! એમ છે. હે ભગવન્! કોને વિષે જીવો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે? હે ગૌતમ! છ જવનિકાયને વિષે કરે છે. હે ભગવન્! શું એમ છે કે નરયિકો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે ? હે ગૌતમ ! એમ સમજવું. એ પ્રમાણે નિરન્તર વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવો મૃષાવાદ વડે ક્રિયા કરે છે ? હા ગૌતમ! એમ છે. હે ભગવન્! જીવો કોને વિશે મૃષાવાદ વડે ક્રિયા કરે છે? હે ગૌતમ! સર્વ દ્રવ્યોને વિશે કરે છે. એ પ્રમાણે નિરન્તર નરયિકોને યાવતુ વૈમાનિકોને વાવતું વૈમાનિકોને જાણવું. ભગવન્! શું એમ છે કે જીવો અદત્તાદાન વડે ક્રિયા વિશે કરે છે. હા ગૌતમ! એમ છે. હે ભગવન્! જીવો કોને વિષે અદત્તાદાન વડે ક્રિયા કરે છે? હે ગૌતમ ! ગ્રહણ કરવા યોગ્ય અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યને વિષે કરે છે. એ પ્રમાણે નૈરયિકને યાવતુ નિરન્તર વૈમાનિકોને જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવો મૈથુન વડે ક્રિયા કરે છે ? હા એમ છે. હે ભગવન્! જીવો મૈથુન વડે કોને વિષે ક્રિયા કરે છે? હે ગૌતમ ! રૂપને વિષે અથવા રૂપે સહિત દ્રવ્યને વિષે કરે છે. એ પ્રમાણે નૈરયિકોને નિરન્તર યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવો પરિગ્રહ વડે ક્રિયા કરે છે ? હા એમ છે. હે ભગવન્! જીવો કોને વિષે પરિગ્રહવડે ક્રિયા કરે છે? હે ગૌતમ ! સર્વ દ્રવ્યને વિષે કરે છે. એ પ્રમાણે નૈરયિકો યાવતુ વૈમાનિકો સુધી જાણવું. એમ ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાનપશુન્ય, પરપરિવાદ, અરતિ રતિ, માયામૃષાવાદ અને મિથ્યાદર્શન શલ્ય વડે ક્રિયા કરે છે. એમ સર્વને વિષે જીવ અને નૈરયિકના ભેદ વડે કહેવા. એમ નિરન્તર વાવતુ વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે એ અઢાર દંડકો થાય છે. પિ૨૭ હે ભગવન્! જીવ પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકતિઓ બાંધે?હેગૌતમ! સાત પ્રકૃતિઓ બાંધે કે આઠ પ્રકૃતિઓ બાંધે. એ પ્રમાણે નૈરયિકથી માંડી નિરન્તર વૈમાનિકો સુધી જાણવું. જીવો પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રવૃતિઓ બાંધે? હે ગૌતમ ! -પૂર્વવતુ જાણવું. હે ભગવનું ! નૈરયિકો પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ ! બધાય સાત પ્રકૃતિઓ બાંધ નારા હોય, અને કોઈ એક આઠ પ્રકૃતિઓનો બધ કરનાર હોય. અથવા સાત પ્રકૃતિઓના બાંધનારા હોય અને આઠ પ્રકૃતિઓના બાંધનારા હોય. એ પ્રમાણે અસુરકુમાર યાવતું સ્વનિતકુમારોને જાણવું. પૃથિવીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયિકો એ બધા ઔધિક સામાન્ય જીવોની પેઠે જાણવા. અને બાકીના બધાનેરયિકોની પેઠે જાણવા. એ પ્રમાણે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ત્રણ ભાંગો બાંધે કહેવા. અને તે વાવત્ મિથ્યાદર્શન શલ્ય સુધી કહેવું. એમ એકવચન અને બહુવચનના છત્રીશ દડકો થાય છે. [28] હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળે, કદાચિત ચાર ક્રિયાવાળો અને કદાચિત પાંચ ક્રિયાવાળો હોય. એમ નરયિક યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતાં કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા, કદાચિત ચાર ક્રિયાવાળા અને કદાચ પાંચ ક્રિયાવાળા હોય. એ પ્રમાણે નૈરયિકોથી માંડી નિરન્તર વૈમાનિકો સુધી જાણવું. એમ દર્શનાવરણીય, વેદનીય,મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org