________________ 362 પન્નવાસા - 21-521 માત્ર, અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ લોકાન્ત સુધી હોય. મારણાત્તિક સમુદ્દઘાત વડે યુક્ત એકેન્દ્રિય જીવના તૈજસ શરીરની કેટલી મોટી શરીરાવગાહના હોય ? હે ગૌતમ ! એમજ સમજવી. એ પ્રમાણે યાવતુ-પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક સુધી જાણવી. હે ભગવનું મારણાન્તિક સમુદ્દાત વડે યુક્ત બેઇન્દ્રિય જીવની કેટલી મોટી શરીરવગાહના હોય ? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર, લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ તીરછા લોકથી માંડી લોકાત્ત સુધીની હોય છે. એ પ્રમાણે યાવતુ ચઉરિન્દ્રિય સુધી જણવું. હે ભગવન્! મારણાત્તિક સમુદ્દાત વડે યુક્ત નૈરયિકના તૈજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં જઘન્યથી કંઈક અધિક એક હજાર યોજન અને ઉત્કૃષ્ટ નીચે સાતમી નરકમૃથિવી સુધી, તીરછું સ્વયંભૂરમણ સમુદ્ધ પર્યન્ત અને ઊર્ધ્વ લોકમાં પડકવનમાં પુષ્કરિણી સુધી હોય છે. હે ભગવનું ! મારણાન્તિક સમુદ્દઘાતવડે યુક્ત પંચેન્દ્રિય તિર્યંચના તૈજસ શરીરની કેટલી મોટી અવગાહના હોય ? હે ગૌતમ! જેમ બેઈન્દ્રિયના શરીરની કહી છે તેમ જાણવી. હે ભગવન્! મરણસમુદ્દઘાત વડે યુક્ત મનુષ્યના તૈજસ શરીરની કેટલી મોટી શરીરાવગાહના હોય ? હે ગૌતમ ! સમય ક્ષેત્ર-મનુષ્ય ક્ષેત્રથી માંડી લોકાન્ત સુધીની હોય છે. હે ભગવન્! મરણ સમુદ્રઘાત વડે યુક્ત અસુરકુમારના તૈજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના હોય છે? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઇમાં શરીરપ્રમાણ અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ નીચે થાવ, ત્રીજી નરકથિવીના હેઠેના ચરમાત્ત સુધી, તીર છું યાવતું સ્વયંભૂરમણ સમુદ્રના બહારની વેદિકાના અન્ત સુધી અને ઉપર ઈષ~ામ્ભારા પૃથિવી સુધી હોય છે. એમ યાવતુ ખનિતકુમારના તૈસ શરીરની અવગાહના છે. વ્યન્તર, જ્યોતિર્ષિક, સૌધર્મ અને ઈશાન દેવોને એમજ સમજવું. હે ભગવન્! મારણાત્તિક સમુદુઘાત વડે યુક્ત સનકુમાર દેવના તૈજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના હોય છે ? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઇમાં શરીર પ્રમાણ અને લિંબાઈમાં જઘન્યથી અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ નીચે યાવતું મહાપાતાલ કલશના બીજા ત્રિભાગ-બે તૃતીયાંશ સુધી, તીરછું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઉપર અશ્રુત દેવલોક સુધી હોય છે. એ પ્રમાણે વાવતું સહસ્ત્રાર દેવના તૈસ શરીરની અવગાહના જાણવી. હે ભગવન્! મારણાત્તિક સમુદ્રઘાત વડે યુક્ત આનત દેવના તૈજસ શરીરની કેટલી મોટી અવગાહના હોય છે? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઇમાં શરીરપ્રમાણ અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ યાવતું અધોલૌકિક ગ્રામ સુધી તથા તીરછું યાવતુ મનુષ્યક્ષેત્ર અને ઊર્ધ્વ અય્યત દેવલોક સુધી હોય છે. એ પ્રમાણે આરણ દેવ સુધી જાણવું. અય્યત દેવને એમજ સમજવું. પરન્તુ ઉપર પોત પોતાના વિમાન સુધી હોય છે. હે ભગવન્! મરણ સમુદ્દાત વડે યુક્ત રૈવેયક દેવના તૈક્સ શરીરની કેટલી મોટી શરીરવગાહના હોય? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઈમાં શરી પ્રમાણ અને લબાઈમાં જઘન્યથી વિદ્યાધરની શ્રેણિ પર્યન્ત તથા ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી હોય છે. તીર છું યાવતું મનુષ્યક્ષેત્ર પર્યન્ત અને ઉપર યાવતુ પોત પોતાના વિમાન સુધી હોય છે. અનુત્તરૌપપાતિકને પણ એમ જ સમજવું. હે ભગવન્! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org