________________ પદ-૧૭, ઉદેસો-૧ 325 પૂર્વે ઉત્પન્ન થયેલા છે, તે અવિશુદ્ધવર્ણવાળા છે અને જે પછી ઉત્પન્ન થયેલા છે તે વિશુદ્ધ વર્ણવાળો છે, એ પ્રમાણેલેશ્યા સંબંધે પણ સમજવું. વેદના સંબન્ધ નૈરવિકોની પેઠે સમજવું. બાકી બધું નૈયિકોને કહ્યું તેમ કહેવું. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. [447 પૃથિવીકાયિકો આહાર, કર્મ, વર્ણ અને લેગ્યા વડે નૈરયિકોની પેઠે જાણવા. પૃથિવીકાયિકો બધા સમાન વેદનાવાળા છે ? હા ગૌતમ ! બધા સમાન વેદનાવાળા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ! પૃથિવીકાયિકો બધા અસંજ્ઞી છે અને તેથી તેઓ અસંજ્ઞીના જેવી અનિયત વેદના વેદે છે. હે ભગવન! બધા પૃથિવીકાયિકો સમાન ક્રિયાવાળા છે ? હા ગૌતમ ! બધા પૃથિવીકાયિકો સમાનક્રિયાવાળા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! બધા પૃથિવીકાયિકો માયી મિથ્યાદ્રષ્ટિ છે, તેઓને નિયત-અવશ્ય પાંચ ક્રિયાઓ હોય છે. આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયિકી, પ્રમાણે ચઉરિજિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો નરયિકોની પેઠે જાણવા. પરન્તુ ક્રિયા વડે સમ્યગ્દષ્ટિ મિથ્યાવૃષ્ટિ અને સમ્યશ્મિટ્યાદ્રષ્ટિ હોય છે. તેમાં જે સમ્યગ્દષ્ટિ છે તે બે પ્રકારના છે, અસંયત અને સંયતા સંયત-તેમાં જે સંયતાસંયત છે તેઓને ત્રણ ક્રિયાઓ થાય છે. આરંભિકી, પારિગ્રહિક અને માયાપ્રત્યયિકી. તેમાં જેઓ અસંયત છે તેઓને ચાર ક્રિયાઓ થાય છે. આરંભિકી, પારિગ્રહિતી માયાપ્રત્યાયિકી અને અપ્રત્યાખ્યાનક્રિયા. તેમાં જેઓ મિથ્યાવૃષ્ટિ અને જેઓ સખ્યશ્મિધ્યાદ્રષ્ટિ છે તેઓને અવશ્ય પાંચ ક્રિયાઓ થાય છે. આરંભિકી, પારિગ્રહિક માયાપ્રત્યાયિકી, અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યાદર્શનખત્યયિકી. બાકી બધું તેમજ કહેવું. 448] હે ભગવન્! બધા મનુષ્યો સમાન આહારવાળા છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! મનુષ્યો બે પ્રકારના છે, મહાશરીરવાળા અને અલ્પશરીરવાળા, તેમાં જેઓ મહાશરીરવાળા છે તેઓ ઘણા પુદગલોનો આહાર કરે છે, યાવતું-ધણા પુદ્ગલોને નિઃશ્વાસરૂપે મૂકે છે. કદાચિત્ આહાર ગ્રહણ કરે છે અને કદાચિત નિઃશ્વાસ મૂકે છે. તેમાં જેઓ અલ્પશરીર વાળા છે તેઓ થોડા પુદ્ગલોનો આહાર કરે છે, યાવતું અલ્પ પુદ્ગલોને નિઃશ્વાસ મૂકે છે. વારંવાર આહાર કરે છે. યાવતું વારંવાર નિઃશ્વાસ મૂકે છે. બાકી બધું નરયિકોની પેઠે જાણવું, પરન્તુ ક્રિયાઓમાં મનુષ્યો ત્રણ પ્રકારના છે. સમ્યવૃષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિ, તેમાં જેઓ સમ્યગ્દષ્ટિ છે તે ત્રણ પ્રકારના છે. સંયત, અસંયત અને સંયતાસંયત, તેમાં જેઓ સંયત છે તે બે પ્રકારના છે. સરાગસંયત અને વિતરાગસંયત. તેમાં જે વીતરાગસંયત છે તેઓ ક્રિયાર હિત છે. તેમાં જેઓ સરાગસંયત છે તે બે પ્રકારના છે-૫મત્તસંયત અને અપ્રમત્તસંવત. તેમાં જે અપ્રમત્ત સંયત છે તેઓને એક માયાપ્રત્યાયિકી ક્રિયા હોય છે. અને જે પ્રમત્તસંયત છે તેઓને બે ક્રિયાઓ હોય છે-આરંભિકી અને માયાપ્રત્યયિકી. જેઓ સંયતાસંયત છે તેઓને ત્રણ ક્રિયાઓ હોય છે, આરંભિકી, પારિગ્રહિતી અને માયાપ્રત્યયિકી. તેમાં જેઓ અસંયત છે તેઓને ચાર ક્રિયાઓ છે. આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યાયિકી અને અપ્રત્યાખ્યાનક્રિયા. તેમાં જેઓ મિથ્યાવૃષ્ટિ અને સમ્યુગ્મિથ્યાવૃષ્ટિ છે તેઓને અવશ્ય પાંચ ક્રિયાઓ હોય છે. આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યા દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org