________________ ધનવરા - 6-338 ઈશાનથી આવી ઉત્પન્ન થાય, પણ સનકુમાર, વાવતુ અય્યતથી આવી ઉત્પન ન થાય. એ પ્રમાણે અપ્લાયિકો તેજસ્કાયિકો અને વાયુકાયિકો જાણવા. પરન્તુ તેઓ દેવ સિવાય બાકીના જીવોથી આવી ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયિકો પૃથિવીકાયિકોની પેઠે જાણવા. [339 બેઈન્દ્રિયો, ઇન્દ્રિયો અને ચઉન્દ્રિયો તેજસ્કાય અને વાયુકાયની પેઠે દેવ સિવાયના જીવોથી આવી ઉત્પન્ન થાય છે એમ કહેવું. [34] હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? શું નરયિકોથી યાવતુદેવોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! નૈરયિકોથી, તિર્યચોથી મનુષ્યોથી અને દેવોથી પણ આવી ઉત્પન્ન થાય છે. જે નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોથી યાવતુ અધસપ્તમ પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે સર્વેથી. જો તિયચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિ યોથી તે પાંચથી. કે યાવતુ-પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! જો એકેન્દ્રિ યોથી આવી ઉત્પન્ન થાય તો શું પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય ઇત્યાદિ જેમ પ્રિથિવીકાયિકોનો ઉપપાત કહ્યો તેમ એ પંચેન્દ્રિય તિર્યંચોનો પણ કહેવો, પરન્ત વિશેષ એ છે કે તેમાં સૌધર્મ યાવતું સહસ્ત્રાર કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય પણ આનત યાવત્ અશ્રુત કલ્યોપનક દેવોથી આવી ઉત્પન્ન ન થાય. [341] હે ભગવન્! મનુષ્યો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? શું નૈરયિકોથી, યાવતુ દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈયિકોથી, યાવતુ દેવોથી પણ આવી ઉત્પન્ન થાય છે. જો નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો કયા નૈરયિકોથી આવી ઉત્પન થાય? હે ગૌતમ ! રત્નપ્રભા યાવ, તમાકૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય છે. પરન્તુ અધરસપ્ટન પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી. જે તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પનું થાય-ઇત્યાદિ જેમ જે,જીવોથી આવી પંચેન્દ્રિય તિર્યંચોનો ઉપપાત કહ્યો છે તેમ તે જીવોથી આવી મનુષ્યોનો પણ સર્વ પ્રકારે ઉપપાત કહેવો. પરન્તુ અધઃસપ્તમ નરકમૃથિ વિના નૈરયિકોથી તથા તેજસ્કાય અને વાયુકાયથી આવી મનુષ્યો ઉત્પન્ન થતા નથી. તથા સર્વ દેવોથી ઉપપાત કહેવો. 3i42] હે ભગવન્! વ્યત્તર દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! અસુરકુમારો ની જેમ જ આવીને વ્યન્તરો ઉત્પન્ન થાય છે એમ કહેવું. [343] હે ભગવન્! જ્યોતિષિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! એમજ જાણવું. પરન્તુ સંમૂછિમ અને અસંખ્યાતા વરસના આયુષ વાળા ખેચર પંચેન્દ્રિય તિર્યંચો તથા અન્તર દ્વીપના મનુષ્યો સિવાય કથન કરવું. [34] હે ભગવન્! વૈમાનિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! નૈરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી, પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સૌધર્મ અને ઈશાન દેવો પણ કહેવા. સનકુમાર દેવો સંબંધે પણ એમજ કહેતું, પરન્તુ અસંખ્યાત વરસના આયુષ વાળા અકર્મભૂમિ સિવાયના બીજા (પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોથી) આવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ-સહસ્ત્રાર કલ્પોપપન વૈમાનિક દેવો સુધી કહેવું. હે ભગવન્! આનત દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org