________________ પદ-૬ 273 પ્રમાણે વાવ-સ્વનિતકુમાર સુધી કહેવું. 3i38] હે ભગવન્! પૃથિવીકાયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! નૈરયિકોથી આવી ન ઉત્પન્ન થાય, પણ તિર્યંચો, મનુષ્યો કે દેવોથી આવી ઉત્પન્ન થાય. જો તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યચોથી કે યાવતુ-પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! એકેન્દ્રિય તિયચોથી આવી ઉત્પન્ન થાય, યાવતુ પંચેન્દ્રિય તિર્યચોથી પણ આવી ઉત્પન્ન થાય. જો એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પૃથિવીકાયિકોથી કે યાવતુ- વનસ્પતિ કાયિકોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પૃથિવીકાયિકોથી પણ આવી ઉત્પન્ન થાય કે યાવતુવનસ્પતિકાયિકોથી આવી ઉત્પન્ન થાય? જો પૃથિ વીકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સૂક્ષ્મ કે બાદર પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. જો સૂક્ષ્મ પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી? હે ગૌતમ! બન્નેથી. જો બાદર પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી? હે ગૌતમ ! બન્નથી. એ પ્રમાણે યાવતુ- વનસ્પતિ કાયિકો સુધી ચાર ભેદો વડે ઉપપાત કહેવો. જો બેઈન્દ્રિયો તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત બેઇન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્ત બેઈન્દ્રિયોથી ? હે ગૌતમ 1 બનેથી. એ પ્રમાણે તેઇન્દ્રિયો અને ચઉરિજિયોથી આવી ઉત્પન્ન થાય છે. જો પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય?-ઈત્યાદિ જેથી નૈરયિકોનો ઉપપાત કહ્યો છે તેથી એ પૃથિવામાયિકોનો પણ ઉપપાત કહેવો. પરંતુ એટલી વિશેષતા છે કે પપ્પા અને અપર્યાપ્તા બનેથી આવી ઉત્પન્ન થાય છે. જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્ણિમ કે ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના કે અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ બાકી બધું નરયિકો સંબધે કહ્યું તેમ કહેવું. પરન્તુ અપર્યાપ્તાથી પણ ઉત્પન્ન થાય છે જો દેવોથી આવી. ઉત્પન્ન થાય તો કયા દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! ભવનવાસી દેવોથી પણ આવી ઉત્પન્ન થાય. યાવતુ-વૈમાનિક દેવોથી પણ આવી ઉત્પન્ન થાય. જો ભવનવાસી દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું અસુરકુમારથી આવી ઉત્પન્ન થાય ક યાવતુ સ્વનિતકુમારીથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે સર્વેથી. જો વ્યત્તર દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું પિશાચોથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ-ગાંધર્વોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ તે સર્વેથી. જો જ્યોતિર્ષિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું ચન્દ્રવિમાનના દેવોથી આવી ઉત્પન્ન થાય કે વાવતુ-તારાવિમાનના દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે સર્વેથી. જે વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય કે કપાતીત વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કલ્યોપનક વિમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય, પણ કલ્પાતીતથી જો કલ્પોપપન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું સૌધર્મથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ-અશ્રુતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! સૌધર્મ અને 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org