SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર તે આ પ્રમાણે છે. અશોકવનમાં અશોક નામના દેવ નિવાસ કરે સપ્તપર્ણવન માં સપ્તપર્ણ નામના દેવો રહે છે. આમ્રવનમાં ચૂયનામના દેવ રહે છે. એ અશોક વિગેરે વનોમાં રહેવાવાળા અશોક વિગેરે પોતપોતાના પ્રાસાદા વર્તકોના પોતપોતાના સામાનિક દેવોનું પોતપોતાની અઝમહિષી દેવીયોને પોતપોતાની આત્મરક્ષક દેવોનું અધિપતિપણે કરતા થકા ત્યાં સુખ પૂર્વક રહે છે. રમણીય ભૂમિ ભાગના બરોબર વચ્ચેના ભાગમાં એક એક ઘણું મોટું વિશ્રામસ્થાન છે. આ વિશ્રામ સ્થાન લંબાઈ પહોળાઈમાં બાર યોજનાના વિસ્તારવાળું તેનો પરિક્ષેપ ઘેરાવો 3795 યોજનથી કંઈક વધારે તથા તેનો વિસ્તાર એક કોસ અને એક હજાર ધનુષ જેટલો છે. સુવર્ણમય છે. સ્ફટિક મણિના જેવો નિર્મળ છે. ચિકાશ યુક્ત છે. ધૂળ વિગેરેના સંસર્ગથી બિલકુલ રહિત છે. પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે. આ ઉપકારિકા લયન રૂપ વિશ્રામ સ્વાન એક પાવર વેદિકાથી અને એક વનખંડથી ચારે બાજુ ઘેરાયેલ છે. રાા યોજનાની ઉંચાઈ વાળો છે. તથા 31 યોજન અને એક કોસનો છે વિગેરે તમામ વર્ણન પહેલા કહેલ તે રીતે સમજવું [૧૭પ મૂલ પ્રાસાદાવસકની ઈશાન કોણમાં વિજયદેવની સુધમાં નામની સભા કહેવામાં આવેલ છે. એ સભા ૧રા યોજનની લોબી છે. અને ઘ યોજનની પહોળી તેની ઉંચાઈ નવ યોજનની છે. તેમાં સેંકડો થાંભલાઓ લાગેલા છે. નીચેથી ઉપર સુધી સારી રીતે બનાવેલ વેદિકાથી તે યુક્ત છે. તેના ઉત્તમ તોરણોની ઉપર બહારના દરવાજાની ઉપર શોભા વધારવા માટે એક અતિ રમણીય શાલભંજીકા- છે. આ સભાનો જે ભૂમિભાગ છે, તે અનેક પ્રકાર ના કીંમતિ મણિયોથી સુવર્ણથી અને રત્નોથી જડેલ છે, અને રમણીય છે. એ સભામાં ઈહામગ વૃષભ-બળદ તુરગ-ઘોડાના-મનુષ્ય મકર વગેરે ચિત્રો બનાવવામાં આવેલ છે. તેમાં સ્તંભોની ઉપર વજની વેદિકાઓ બનાવેલ છે. વિદ્યાધરોના જોડલાઓની જેમ હજારો માળાઓથી એ ચારે બાજુથી. વીંટળાયેલ છે. તે હજારો રૂપથી યુક્ત છે. જોવાથી એ એવી લાગે છે કે જાણે જોનારા ઓના નેત્રોને પકડી રહેલ છે. તેનો સ્પર્શ અત્યંત સુખકારક છે. તેનું રૂપ ઘણું જ મનોહર શિખર સુવર્ણ, મણી અને રત્નોના બનેલ છે. અનેક પ્રકારની પતાકાઓથી અને પાંચ વર્ષોથી યુક્ત ઘંટાઓથી તેના આગળના શિખરો સુશોભિત છે. તેના નીચેનો ભાગ ગાયના છાણથી લીધેલ છે. એની તેની તમામ ભીંતો અનાથી ધોળેલ છે. એની ભીંતો ઉપર ગોશીષ ચંદન અને રક્ત ચંદનના લેપોથી મોટા મોટા હાથો-થાપા લગાડેલ છે. ઘણા સુંદર ચંદન કલશો મંગલ ઘટો તેમાં રાખવામાં આવેલ છે. તે સુધમસભાના ઉપરની અંદરની ભીંત પર જે મોટી અને ગોળ ગોળ માળાઓનો સમૂહ લટકાવેલ છે. તે નીચે સુધી જમીન પર લટકી રહેલ છે. ઘણીજ સુશોભિત કાલા ગુરૂ વિગેરે જે સુગંધિત દ્રવ્યો છે બધાજ દ્રવ્યો અહીંયા રાખવામાં આવેલ છે. જુદા જુદ્ધ ફેલાયેલા અપ્સરા ઓના સમૂહોથી ખીચોખીચ ભરાયેલ છે. દિવ્ય વાજીંત્રોના મધુર મધુર શબ્દોથી તે પ્રતિધ્વનિત બનેલ છે. તેને જોનારાઓના મનને ઘણોજ આનંદ થાય છે. એ સવત્મિના રત્નમય છે. આકાશ અને સ્ફટિકમણિની જેમ તે નિર્મળ છે. યાવતુ પ્રતિરૂપ છે. એ સુધમસભાની દિશાઓમાંએક દરવાજો પૂર્વદિશામાં બીજો દરવાજો દક્ષિણ દિશામાં અને ત્રીજો દરવાજો ઉત્તર દિશામાં છે એ દરેક દરવાજા ઉંચાઈમાં ખબ્ધ યોજના છે. અને પહોળાઈમાં એક એક યોજના છે. દરેકનો પ્રવેશ પણ એટલો Jalacation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy