SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર એક એક સુંદર સિંહાસન સામાનિક વિગેરે દેવ યોગ્ય ભદ્રાસન વિગેરે રૂપ પરિવાર વગરના કહેલ છે. [૧૭૧]વિજય દ્વારનો જે ઉપરનો આકાર છે તે સોળ પ્રકારના રત્નોથી સુશોભિત વિજય દ્વારની ઉપર આઠ આઠ મંગલ દ્રવ્ય કહેવામાં આવેલ છે. વિજયદ્વારની ઉપર અનેક પ્રકારની કૃષ્ણ વર્ણવાળી ચામરોની યાવતું સફેદ વર્ણ વાળી ચામરોની ધજાઓ છે. વિજયદ્વારની ઉપર અનેક છત્રાતિછત્રા છે, પતાકાતિપતાકા છે. અને ઘંટા યુગલ છે. ચામયુગલ છે. કમળના સમૂહો છે. જે આ બધા સર્વ પ્રકારથી રત્નમય તથા અચ્છ શ્ક વિગેરે પૂવોક્ત વિશેષણો વાળા છે. [172] હે ગૌતમ ! વિજયદ્વારમાં વિજય નામના દેવ રહે છે. એ દેવ ભવન પરિવાર રૂપ ઘણીજ મોટી એવી ઋદ્ધિવાળા છે. ઘણીજ મોટી યુતિવાળા છે. ઘણાજ બળવાન છે. ઘણીજ વિશાળખ્યાતિવાળા છે. શાતાવેદનીયકર્મના ઉદયથી ઘણાજ મોટા સુખને ભોગવાનારા છે ઘણા જ તેજસ્વી છે. તથા એક પલ્યોપમની સ્થિતિ વાળા છે. તે દેવ ત્યાં રહી ને પોતાની પરીવાર સહિતની ચાર અગ્રમહિષિયોની, પરિષદાઓની અનીકાધિપતિયોની, સાત સેનાઓની અને સોળ હજાર આત્મરક્ષક દેવોની તથા વિજય દ્વારની વિજય નામની પોતાની રાજધાનિની અને વિજયારાજધાનીમાં રહેવા વાળા અનેક દેવ દેવિ યોની રક્ષા કરતા યાવતુ દિવ્ય ભોગોપભોગોને ભોગવતા પોતાના સમયને આનંદ પૂર્વક વીતાવતા રહે છે. એ વિજય દેવ દિવ્ય શબ્દાદિક ભોગોને ભોગવતા પોતાના સમયને શાંતીપૂર્વક વીતાવતા રહે છે. આ કારણથી હે ગૌતમ ! વિજયદ્વારનું નામ વિજયદ્વાર અને પ્રમાણ થયેલ છે. અથવા તો હે ગૌતમ ! વિજય દ્વારનું વિજયદ્વાર એ પ્રમાણેનું નામ છે તે શાશ્વતજ છે. ' [૧૭૩]વિજયદેવની વિજયા નામની રાજધાની કયા સ્થાન પર આવેલ છે ? હે ગૌતમ ! વિજયદ્વારની પૂર્વ દિશામાં તિગુ અસંખ્યાત દ્વીપસમુદ્રોને પાર કરીને આવતા બીજા જંબુદ્વીપમાં બાર હજાર યોજન જવાથી બરોબર એજ સ્થાન પર વિજય દેવની વિજયા નામની રાજધાની છે. વિજયરાજધાનીની લંબાઈ પહોળાઈ બાર યોજનની છે. તથા તેનો પરિક્ષેપ 37948 યોજનથી કંઈક વધારે છે. આ રાજધાની એક પ્રાકારથી ચારે બાજુ ઘેરાયેલ છે. આ પ્રકાર ઉંચાઈમાં ૩છા યોજનાનો છે. અને મૂલમાં ૧રા સાડાબાર યોજનાના વિસ્તારવાળો છે. તથા મધ્યમાં એક કોષ સહિત છ યોજનના વિસ્તાર વાળો છે. તથા ઉપરમાં યોજાના વિસ્તાર વાળો છે. આ રીતે આ પ્રકાર મૂળમાં વિસ્તાર યુક્ત તથા મધ્યભાગમાં સંક્ષિપ્ત છે. અને ઉપરના ભાગમાં પાતળો થયેલ બહારના ભાગમાં તે વૃત્તાકાર છે. મધ્યમાં ચોરસ બહુ ઉંચુ કરવામાં આવેલ ગાયના પૂંછડાના આકાર જેવા આકારવાળો એ પ્રાસાદ છે. સુવર્ણમય છે. સ્વચ્છ છે. ચિકાશવાળો છે. નિર્મલ છે.નિષ્પક નિષ્ફટક પ્રભાવાળો, પ્રકાશવાનુ મનને પ્રસન્ન કરવાવાળો જોવા યોગ્ય રૂપવાન ન હોય તેવો હોવાથી એ પ્રતિરૂપ છે. તથા તે પ્રકાર અનેક પ્રકારના પાંચ પ્રકારના વર્ણવાળા કાંગરાઓથી શોભાયમાને છે તે તે કાંગરાઓ લંબાઈમાં અધકોશના છે. પહોળાઈમાં પાંચસો ધનુષવાળા છે. એક દેશકમ અધ કોશની ઉંચાઈ વાળા છે. તે બધી રીતે મણીયોનાજ બનેલ છે. અચ્છ વિગેરે વિશેષણો વાળા છે એક એક વાહામાં એકસો પચીસ એકસો પચ્ચીસ દ્વારો છે. દરેક દ્વારા સાડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy