SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવાભિગમ - ૩ી.સ.૧૬૯ લતાઓ બબ્બે કુંદલતાઓ બબ્બે અતિમુક્તલતાઓ અને બબ્બે શ્યામલતાઓ છે. અને આ બધીજ લતાઓ સર્વદા કુસુમિત, ફુલોવાળા યાવતુ સર્વદા પ્રણમિત હોય છે. ઓ એ તોરણોની આગળ બળે ચંદન કલશો કહેલા છે. એ તોરણોની આગળ બળે ભંગારક ારી કહેલ છે. એ તોરણોની આગળ બળે આદર્શક-દર્પણો કહેલ છે. એ તોરણોની આગળ બબ્બે વજરત્નના બનાવેલ થાલ-થાળીયો કહ્યા છે. તોરણોની સામે બબ્બે પાત્રી કહેલ છે. એ બન્ને પાત્રિયો સ્વચ્છ પાણીથી ભરેલી જેવી છે. એ તોરણોની આગળ બળે સુપ્રતિષ્ઠક- છે એ તોરણોની આગળ બબ્બે -પીઠિકાઓ કહેલ છે.એ. તોરણોની સામે બબ્બે પુષ્પ પટલ છે. બન્ને હય પટલ છે. બન્ને પટલ છે. બન્ને સિદ્ધાર્થ પટલ છે. આ બધાજ પટલો સર્વાત્મના રત્નમય છે. અને અચ્છથી લઈને પ્રતિરૂપ સુધીના વિશે ષણો વાળા છે તોરણોની આગળ બળે સિંહાસનો કહેવામાં આવેલ તે તોરણોની આગળ બબ્બે રૂપાના આશ્લેદન છત્રો કહેલા છે. એ તોરણોની આગળ સુગંધિત તેલ રાખવાના બળે તેલ સમુગકો છે. આ બધા સમુગકો સર્વ પ્રકારથી રત્નના બનેલા છે. અને એ બધાજ સમર્શકો અચ્છ આકાશ અને સ્ફટિકની જેમ અત્યંત સ્વચ્છ છે. ગ્લક્ષણ, વૃષ્ટ, પૃષ્ઠ, નીરજસ્ક, નિર્મલ, નિષ્ઠકટચ્છાય, સંપ્રભ, સોઘોત, સમરીચિક પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ એ વિશેષણોથી યુક્ત છે. [170] એ વિજય દ્વારની ઉપર ચકના જેવા આકારવાળાચિહ્નોથી યુક્ત એક સો આઠ ધજાઓ છે. એક સો આઠ મૃગના જેવા આકારવાળી ધજાઓ છે. યાવતું એકસો આઠ શ્રેષ્ઠ નાગ-હાથીઓમાં કેતુરૂપ અથતુ ઉત્તમ અને ધોળા ચાર દાંતોવાળા હાથિ યોના આકારવાળી ધજાઓ છે. આ પ્રમાણે બધા મળીને એ વિજય દ્વાર પર 1080 ધજાઓનું પ્રમાણ કહેવામાં આવેલ છે. વિજય દ્વારની આગળ નવ ભૌમ વિશેષ પ્રકારના સ્થાનો કહેવામાં આવેલ છે. ભૌમોનો જે અંદરનો ભૂમિભાગ છે તે ઘણોજ રમણીય છે. એ વિશેષ પ્રકારના ભૌમાંની ઉપર જે પ્રાસાદ વિશેષ હોય છે તેનું નામ ઉલ્લોક છે. એ ઉલ્લોકોની ઉપર પઘલતાના ચિત્રો છે. વનલતાના ચિત્રો છે. યાવતુ એ ભીમો સવંત્મના તપનીય સુવર્ણમય છે. તથા અચ્છ, ૨લ, વિગેરે પૂર્વોક્ત વિશેષણો વાળા છે. ભૌમાના બહુમધ્ય દેશભાગમાં એક વિશાળ સિંહાસન કહેવામાં આવેલ છે અહીયા સિંહાસનો આદિ સર્વે વર્ણન પૂર્વવતુ જાણવું એ સિંહાસનના વાયવ્ય ખૂણામાં ઉત્તર દિશામાં અને ઈશાન ખૂણામાં વિજય દેવના ચાર હજાર સામાનિકદેવોના ચારહાર ભદ્રાસનો છે. તથા આ સિંહાસનની પૂર્વદિશામાં વિજયદેવની ચાર અગ્રમહિષિયોના સપરિવાર ચાર ભદ્રાસનો કહેલ છે. એ સિંહાસનના અગ્નિખૂણામાં વિજયદેવની આત્યંતર પરિષ દાન આઠ હજાર દેવોના આઠ હજાર ભદ્રાસનો છે એ સિંહાસનની દક્ષિણ દિશામાં વિજય દેવાંની બીજી મધ્યમ પરિષદામાં દસ હજાર દેવોના દસ હજાર ભદ્રાસનો છે, એ સિંહાસનની દક્ષિણ પશ્ચિમ દિશામાં વિજય દેવની બાહ્ય પરિષદના બાર હજાર દેવોના બારહજાર સિંહાસનો છે. સિંહા સનની પશ્ચિમ દિશામાં વિજય દેવના સાત અનીકાધિ- પતિયોના સાત ભદ્રાસનો છે. એ સિંહાસનની પૂર્વ દિશામાં પશ્ચિમદિશામાં ઉત્તર દિશામાં વિજયદેવના સોળહજાર અને આત્મરક્ષક દેવોના સોળ હજા૨ ભદ્રાસનો રાખેલ છે. પૂર્વ દિશામાં ચાર હજાર દક્ષિણ દિશામાં ચાર હજાર પશ્ચિમ દિશામાં ચાર હજાર અને ઉત્તર દિશામાં ચાર હજાર આ દરેક ભૌમમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy