________________ - - - - - - - 92 વાછવાભિગમ - ૩.સ. 169 નાગદતોની ઉપર અનેક રત્નમય સીકાઓ રાખવામાં આવેલ છે. એ શીકાઓની ઉપર વૈડૂર્ય રત્નના બનેલ અનેક ધૂપઘટો રાખવામાં આવેલા છે. આ ધૂપઘટો કાલાગુરૂ ધૂપવિશેષ છે. તેથી જ એ ઉદાર, મનો, મનને આનંદ આપવાવાળા એવા ગંધથી નાક અને મનને આનંદ ઉપજાવે છે. અને ચારે દિશાઓના એ એ પ્રદેશોને ભૂમિભાગને અને દિશા વિદિશાઓના પ્રદેશોને ગંધની વ્યાપકતાથી ભરતા રહે છે. વિજય દ્વારની બને બાજા ની નૈષધકીમાં બે બે શાલભંજીકાઓ ની હાર કહેલ છે ત્યાં તે પુતળિયો ઢીડા કરતી ચીતરેલી છે. વેષ અને આભૂષણોથી સારી રીતે સજેલી છે. રંગ વિરંગ કપડા ઓથી તેને ઘણીજ સરસ રીતે સજાવવામાં આવેલ છે. અનેક પ્રકારની માળાઓ પહેરાવીને તેને સારી રીતે શોભાવે છે. તેના પયોઘરો-સ્તનો સમશ્રેણી વાળા ડીટડી યોથી યુક્ત છે. કઠણ અને ગોળાકારવાળા છે. એ સામેની બાજા, ઉન્નત રહેલ છે. એ પુષ્ટ છે. તેથી જ એ રતિને ઉત્પન્ન કરવાવાળા છે. તેના નેત્રોના પ્રાંતભાગ લાલ છે. તેના વાળ કાળા વર્ણના છે. તેમના કેશો અત્યંત કોમળ છે. ડાબા હાથથી તેઓએ અશોક વૃક્ષની ડાળનો અગ્રભાગ પકડી રાખેલ છે. પોતાના તીચ્છ કટાક્ષોથી જોનારાઓના મનને જાણે તે ચોંટી રહી છે. આ શાલભંજીકાઓ પૃથીવી પરિણામ વાળી છે. અને વિજય દ્વારની જેમ નિત્ય છે. તેઓનું મુખ ચંદ્રમાં સમાન છે. તેનો ભાલ પ્રદેશ લલાટ આઠમના ચંદ્રમા જેવો છે. ઉલ્કામુખ વીજળીથી ભેદાયેલા જાજવલ્યમાન અગ્નિ પંજના જેવી એ ચમકીલી છે. તેનો આકાર શૃંગાર પ્રધાન છે. તેથીજ તેઓ પ્રાસાદીય છે. દર્શનીય છે. અભિરૂપ છે અને પ્રતિરૂપ છે. વિજય દ્વારની બન્ને તરફની બેઉ નૈધિકા ઓમાં બન્ને જાલ કટકો કહેવામાં આવેલ છે. તમામ લકટકો સર્વ રત્નમય છે. એ વિજય દ્વારની બન્ને બાજુની બેઉ નૈધિકાઓમાં બળે ઘંટાઓની પરિપાટી લાઈન છે. એ તમામ ઘંટા. સુવર્ણમય છે. તેમાં જે લોકો છે તે વજારત્નમય છે. અનેક મણિયોની બનેલ ઘંટા પાર્થ છે. ઘંટા ઓની સાંકળો તપનીય સુવર્ણની બનેલ છે. રજતમય દોરિયો છે. એ ઘંટાઓનો અવાજ એકવાર વગાડવાથી ઘણા વખત સુધી સાંભળવામાં આવે છે. અને સુંદર નિઘોષ વાળી છે. એ પ્રદેશમાં શ્રોતાઓના કર્ણ અને મનને અત્યંત આનંદ આપતાર ઉદાર અને મનોજ્ઞ શબ્દથી-પોતાના અવાજથી થાવ દિશા અને વિદિશાના ભૂ ભાગને વાચાલિત કરતી વિશેષ પ્રકારની શોભાથી યુક્ત બનેલ છે. એ વિજય દ્વારની બનને બાજુની બને નૈધિકીમાં બબ્બે વનમાળાઓની હાર હોવાનું કહ્યું છે. આ વનમાળાઓ અનેક વૃક્ષો અને અનેક લતાઓના કિસલય રૂપ પલ્લવોથી યુક્ત છે. પ્રાસાદીય છે. દર્શનીય છે. અભિરૂપ છે. અને પ્રતિરૂપ છે. એ પોતાના ઉદાર ગંધથી કે જે નાક અને મનને શાંતી આપનાર છે, સઘળી દિશાઓ અને વિદિશાઓના મૂળ પ્રદેશને ગંધથી ભરીને સુંગધીવાળો બનાવતા રહે છે. વિજય નામના દ્વારની બન્ને બાજુની બને નૈષધિ કિયોમાં બન્ને પ્રકંઠકો છે. આ પીઠ વિશેષ રૂપ પ્રકંઠકો ચાર યોજનની લંબાઈ પહોળાઈ વાળા છે. અને બે યોજનના ઘેરાવાવાળા છે. આ પ્રકંઠકો સર્વ પ્રકારે વજામય હોય છે. આકાશ અને સ્ફટિક મણિની જેમ અચ્છ અત્યંત નિર્મળ છે. યાવતુ પ્રતિરૂપ છે. આ પ્રકંઠકોની ઉપર અલગ અલગ પ્રાસાદાવતંસક કહેવામાં એ બધા પ્રાસાદાવતંસકો ચાર યોજનની લંબાઈ પહોળાઈ વાળા કહ્યા છે. એ બધા પ્રકંઠકો ઉન્નત પ્રભાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org