SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ લ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર ઇત્યાદિ એ દ્વારની ભૂમિભાગની ઉપરની તરફ નીકળેલા પ્રદેશ રૂપ નિમો વજમય છે. તેના મૂળપાદ રૂપ પ્રતિષ્ઠાન રિષ્ટ રત્નમય છે. તેના સ્તંભો રૂચિર સોહામણા છે અને તે વૈર્ય રત્નના બનેલા છે. તેનું કુષ્ટિમતલ બદ્ધ ભૂમિભાગ સુવર્ણથી રચિત અત્યંત શ્રેષ્ઠ એવા પાંચ વણવાળા ચંદ્રકાંત વિગેરે મણિયોથી અનેક કર્મેતન વિગેરે રત્નોથી બનાવમાં આવેલ છે. તેના દેહલી હંસગર્ભ રૂપ રત્ન વિશેષની બનેલ છે. તેનો ઈ૮ કીલ ગોમેદ રત્નનો બનેલ છે. લોહિતાક્ષ રત્નની તેની દ્વાર શાખાઓ બનેલ છે. તેનું ઉત્તરંગ જ્યોતીરસ રત્નનું બનેલ છે. તે દ્વારના ઘણાજ સુંદર કમાડ વૈડૂર્ય રત્નના બનેલ છે. એ કમાંડોનો સાંધાનો ભાગ વજારત્નનો બનેલ છે. તેના ખીલા લોહિતાક્ષર રત્નોના બનેલ છે. સમુદ્ગક અનેક પ્રકારના મણિયોના બનેલા છે. તેની અર્ગલા સાંકળ વજ રત્નની બનેલ છે. જેમાં ઈન્દ્રકલિકી રહે છે એવી તે આવર્તન પીઠિ કાપણ વજરત્નની બનેલ છે. એ કમાડોનો ઉત્તર પાર્શ્વ-અંદરની બાજાનો ભાગ એક રત્નનો બનાવેલ છે. એ દ્વારના કમાડ એવા મજબૂત અને પરસ્પર જોડાયેલા છે કે જેમાં જરા સરખું પણ અંતર પડતું નથી. તેની ભીંતોમાં 168 -ખંટિયો છે શય્યાઓ પણ 168 છે. અનેક પ્રકારના મણિયો અને રત્નોથી નિર્મિત એ દ્વારો પર-સપના ચિત્રો ચિન્નેલા છેતે તેમજ લીલા કરતી શાલભંજીકા પણ અનેક પ્રકારના મણિયો અને રત્નોની બનેલ છે. વજરત્નનો તેનો કુટમાડભાગ છે. તેનું શિખર રત્નમય છે. તેના ચંદરવા રૂપ ઉપરનો ભાગ છતની નીચેનો એટલેકે વચ્ચેનો ભાગ સર્વ પ્રકારે તપનીય સોનાનો બનેલ છે. તેના દ્વારની ખડકીયો મણિમય વંશાવાળી, લોહિતાક્ષમય પ્રતિવંશી વાળી રજતમય ભૂમિવાળી અને અનેક પ્રકારના મણિયોવાળી છે. તેના પક્ષો અને પક્ષવાહા અંક રત્નના બનેલા છે. તેના ઉપરના વંશો જ્યોતિરસ રત્નના છે. અને તેના વંશકવેલુકો પણ જ્યોતિરસ રત્ન ના જ છે. તેની પટ્ટિયો ચાંદીની બનેલ છે. તેની અવઘાટની જાત રૂપ રત્નથી બનેલ છે. તેના ઉપરના ભાગમાં જે પુંછણિયો છે. તે વજાની બનેલ છે. તેનું છાદન રત્નનું બનેલ છે. અને તે સંપૂર્ણપણાથી સફેદ છે. અંદર અને બહાર જે ગ્લક્ષણ પુદ્ગલોના સ્કંધોથી બનાવેલ છે. તપની સોનાની વાલુકા રેતીનો પ્રસ્તટ બનેલ છે. જેનો સ્પર્શ સુખકર છે. જેનું રૂપ ઘણું જ સોહામણું અને લોભામણું અને તે પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ એ બધાજ વિશેષણોવાળું અને ઘણું જ રમણીય આ જંબુદ્વીપનું વિજય નામનું દ્વાર છે. વિજય દ્વારની બન્ને બાજા બે નૈષધકીયો છે. એ બને સ્થાનો પર બે બે ચંદનના કલશોની પંક્તિ રાખવામાં આવેલ છે. એ ચંદન કલશોની નીચે સુંદર કમળો છે. તેમાં સુગંધ યુક્ત જળ ભરવામાં આવેલ છે. એ કલશોની ઉપર ચંદનનો લેપ કરવામાં આવેલ છે. તેના ગળામાં લાલ રંગનો દોરો બાંધેલ છે. તેના મુખભાગમાં પદ્મ અને ઉત્પલનું ઢાંકણ રાખેલ છે. આ ચંદન કલશ સર્વ પ્રકારના રત્નોથી જડેલ છે. આકાશ અને સ્ફટિક મણિ રત્ન જેવા અત્યંત સફેદ છે. નિર્મલ છે. આ ચંદન કલશ મોટા મોટા મહેન્દ્ર કુંભ સરખા છે. [19 વિજય દ્વારના બન્ને પડખામાં માં બબ્બે નાગદતખૂટિયો પંક્તિ રૂપે રાખવામાં આવેલ છે. એ નાગદંતકો ખુટિયોની બીજી બબ્બે ખેંટિયોની હાર હોવાનું કહેલ છે. એ બબ્બે નાગદંતકોની વચમાં મુક્તાજાલ વિગેરેનું વર્ણન પૂર્વવતુ જલું. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy