SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવાભિગમ-૩દ્વિીસ. 164 છે, એજ કારણથી તે અચ્છિદ્ર પત્રોવાળા છે. આ વૃક્ષો પર જે પાન જુના થઈ જાય છે અને સફેદ થઈ જાય છે, તે પત્રો પવન દ્વારા જમીન પર પાડી નાખવામાં આવે છે. આ વૃક્ષો અલબ્ધ ભાગવાળા હોવા છતાં પણ દર્શનીય હોય છે. આ વૃક્ષો કાયમ કુસુમતિ રહે છે. નિત્ય મકલિત રહે છે, નિત્ય પલ્લવિત રહે છે, નિત્ય ગુર્ભિત રહે છે, નિત્ય ગુચ્છિત રહે છે. નિત્ય યમલિત રહે છે. નિત્ય યુગલિત રહે છે. નિત્ય વિનમિત અને પ્રણમિત રહે છે. વૃક્ષોની ઉપર શુકના જોડલા, મયુરોના જોડલા, મેનાના જોડલા, કોયલના જોડલા, ચક્રવાકના જોડલા, કલહંસના ડલા સારસના છેડલા વિગેરે અનેક પ્રકારના પક્ષિયોના જોડલાઓ બેઠા બેઠા ઘણે દૂર સુધી સંભાળતા અને ઉચ્ચ સ્વર યુક્ત એવા મધુર સ્વરવાળા રમણીય શબ્દો કરતા રહે છે. એ વૃક્ષોની આસપાસના ભાગમાં બહારથી આવેલા અનેક ભમરાઓ બેસી રહે છે, અને મધુપાન કરીને મદોન્મત્ત બને છે. તથા -પુષ્પપરાગનું પાન કરવામાં તેનું લંપટ પણે જણાઈ આવે છે. તેઓ મધુર શબ્દોથી ગુમ ગુમાયમાન રહે છે. તેથી એ વૃક્ષોના પ્રદેશ ભાગોએ પક્ષિઓના ગુંજારવથી ખૂબ જ સુંદર અને અત્યંત સોહામણા લાગે છે. એ વૃક્ષના પુષ્પો અને ફળો તે વૃક્ષોની ઘટામાં જ છુપાઈ રહે છે. એ વૃક્ષો પત્રો અને પુષ્પોથી સદા ઉત્તમ રીતે આચ્છાદિત રહે છે. આ વૃક્ષોમાં વનસ્પતિકાયિક સંબંધી કોઈ પણ રોગ હોતો નથી. એ વૃક્ષોમાં બાવળ વિગેરે કાંટાવાળા વૃક્ષો હોતા નથી. તેના ફળો ઘણાજ વધારે મીઠાશવાળા હોય છે. નિષ્પ સ્પર્શવાળા હોય છે. ચોખૂણના આકારવાળી વાવોમાં વૃત્ત આકારવાળી પુષ્ક રણિયોમાં જુ સારિણીવાળી દર્ઘિકાઓમાં જેને સંગ્રહ કરવા સારી રીતે સુંદર જાળ ગૃહો લાગેલા છે, એવા એ વૃક્ષો એવા પ્રકારના અન્ય ગધથી પણ વિશેષ પ્રકારથી મનોહર એવા ગંધને કાયમ છોડયા કરે છે, કે જેથી ગંધ વિષયક મનને તૃપ્તિ મળી જાય છે. એ તેના જે આલવાલ કયારાઓ છે તે સુંદર છે તથા તેના પર જે ધજાઓ લાગેલી છે તે પણ અનેક પ્રકારના રૂપવાળી છે. આ વનખંડની અંદરનો જે ભૂમિભાગ છે, તે ઘણો સમ છે, એ તેના જે આલવાલ કયારાઓ છે તે સુંદર છે તથા તેના પર જે ધજાઓ લાગેલી છે તે પણ અનેક પ્રકારના રૂપવાળી છે. આ વનખંડની અંદરની જે ભૂમિભાગ છે, તે ઘણો સમ છે, કેવા પ્રકારનો એ સમભાગ છે તે આલિંગ પુષ્કર વિગેરેની ઉપમાઓ દ્વારા બતાવે છે. આદર્શ તલના સરખો સમતલ વાળો છે. અને સૂર્ય મંડલ જેમ સમતલ હોય છે તેવા એ ભૂમિભાગ સમતલ વાળો છે એ જ પ્રમાણે એ વનખંડની અંદરનો ભૂમિ ભાગ સમતવાળો હોય છે ભૂમિભાગ અનેક પ્રકારના પંચ વર્ણવાળા તૃણોથી અને મણિયો થી. શોભાયમાન રહે છે. આ તૃણ અને મણિયો આવર્ત પ્રત્યવર્ત શ્રેણી પ્રશ્રેણી સ્વસ્તિક સૌવસ્તિક પુષ્યમાણવ વર્તમાનક શરાવસંપુટ મર્ચંડક મકરંડક આ બધી રચના ઓથી અર્થાત્ આવર્ત વિગેરેના લક્ષણો વાળો એ ભૂમિભાગ છે. તથા પુપાવલી, પદ્મ પત્ર, સાગરતંગ, વાસંતીલતા અને પગલતાએ બધાઓની રચનાથી જેમાં ચિત્રો બનેલા છે. એવો એ ભૂમિભાગ છે. તથા આ સ્વર્ગ અને મણિયો સુંદર કાંતિથી યુક્ત છે. બહાર નીકળતી કિરણકાળોથી યુક્ત છે તથા બહાર રહેલ સમીપની વસ્તુઓના સમૂહ ને પ્રકાશિત કરવાવાળા ઉદ્યોત તેજથી યુક્ત છે. જે પાંચ વર્ષના તૃણ અને નાના પ્રકારના મણિથી એ ભૂમિભાગ યુક્ત છે, તે મણિયો કૃષ્ણવર્ણ યાવત્ શુકલ વર્ણથી સુશોભિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy